________________
૮૮
અક્ષરા
કવિતામાં સ્ત્રી પુરુષની પ્રેરણામૂર્તિ, સહચારિણી અને પ્રેયસી રહી છે. પ્રેમના ઉદાત્ત સ્વરૂપના આલંબન તરીકે સ્ત્રીની ઉપકારતા સ્વીકારાઈ છે.
વિજ્ઞાનની શોધથી દેશ અને કાળની મર્યાદા લેપાઈ ગઈ છે. એક જગત' (One world)ના પુકારથી વાતાવરણ ગાજે છે. તે જ સમયે સત્તાના મદ, લોલુપતા, દ્વેષ અને કલહથી માનવજીવન છિન્નવિચિછન્ન થતું જાય છે. વૈજ્ઞાનિક શોધોએ માનવીની પાશવવૃત્તેિઓના તાંડવને અનુકૂળતા કરી આપી છે. પશ્ચિમમાં આ પરિસ્થિતિએ જે પરાજિત મનોદશા અને નિરાશાની વૃત્તિ જન્માવી છે એના પડઘા ઓછેવત્તે અંશે અહીં પણ ઝીલાયા છે અકળાઈને કવિ પૂછે છે :
સનાતન ફળ સંભવે સકળ સૃષ્ટિમાં બીજથી ન એક મનુવલ્લીએ ક્યમ જ માનવી પાંગરે ?' પણ આપણા કવિઓની જીવનદષ્ટિ પ્રધાનપણે આશાયુક્ત રહી છે. વિશાળ વિશ્વની વિવિધતામાં કોઈ પરમ સંવાદ-એકતા રહી છે. એ સંવાદ સાધ, જીવનનાં કલેશ અને વિગ્રહે વિષમતાઓ અને સમન્વય દ્વારા જગતકલ્યાણ સાધવું એવી ભાવના કવિતાએ સેવી છે. આ દષ્ટિએ જ જગતમાં ઉત્કર્ષ અને કલ્યાણ સાધી શકાશે એવી માન્યતા વધારે પ્રચલિત થતી નજરે આવે છે. આપણે ત્યાં ભક્તિ તરફનું વલણ કવિતામાં હમણાં હમણાં ઠીક અંશે વ્યક્ત થાય છે. શ્રી અરવિંદ જેવા ગ-દ્રષ્ટાની પ્રેરણું ઝીલતું જીવન-દર્શન પણ આ જ વૃત્તિને પોષે છે. . કેવળ ભૌતિક (materialist) દષ્ટિએ જગતનો વ્યવહાર કે અંતિમ ઉત્કર્ષ થઈ શકશે નહિ એમ બે વિશ્વયુદ્ધોએ દર્શાવી આપ્યું છે. સાધનાના ઉત્કર્ષ માં કઈ ગ્ય સાધ્ય ન હોય તો એ . ઉત્કર્ષનું મૂલ્ય કેટલું? કેવળ અર્થ અને કામના જ સેવનથી માનવ