________________
૫૫
ભારેલું સંસ્કૃત દૂધના ઘડા ભરી આણી એનાં મૂળિયાંનું સિંચન કર્યું અને એ વૃક્ષ અંતે ચ્યવન ઋષિની પેઠે ફરી જુવાન થયું.” (રખ. આ. પૃ. ૧૩૯). મેવ. ઈન્દ્રધનુષ્ય, વરસાદની ઝડી અને વિદ્યુલ્લતાનું નૃત્ય જોઈને ઉર્વશીની પાછળ ગાંડા થનાર પુરુરવાની યાદ આવે જ. પણ પિતાની નાની ભત્રીજીની ગભરામણ જેઈને સમભાવથી પ્રેરાઈને ન વ ન સંજુ વાળઃ સંનિચોડરામમિન આ શકુંતલાનાં વચનેને સંભારી લેવાનું કાકાસાહેબ ચૂકતા નથી. (જી. આ. પૃ. ૧૦) મનેરા બેટ ઉપર ઉન્મત્ત રીતે અને અવિરત અફળાતાં સમુદ્રનાં પ્રચંડ મેજાઓને જોતાં જાણે વીરભદ્ર તમામ શિવગણોને ભેગા કરી મજાના રૂપમાં અહીં પ્રલયકાળ ભજવવા માંગે છે!” (જી. આ. પૃ. ૨૦૨) એવા પ્રાચીન ઉલ્લેખથી મેજાના ભીષણ તાંડવનું ચિત્ર રજૂ કરે છે. હવે, કાકાસાહેબની વિશિષ્ટ શૈલીનાં આ ઉદાહરણો જુઓ: “ચોમાસામાં સંધ્યા સમયે વાદળાં પાછળ અર્ધ ઢંકાયેલા સર્યની શોભા વાલ્મીકિના કાવ્ય જેવી ઉજજવળ હોય છે” (જી. આ. પૃ. ૧૩૧) “દક્ષિણ તરફ અને ઉત્તર તરફ આછાં વાદળાઓની વિચિ છે. સિંહાસન ઉપર બેઠેલા રામચંદ્રના મુખ ઉપરનું જાણે સૌમ્ય મિત જ.” (જી. આ. પૃ. ૮) “અંતઃસૃષ્ટિના શોધક ઋષિઓ અને બાહ્ય સૃષ્ટિના શોધક વિજ્ઞાનશાસ્ત્રીઓના મનમાં દીર્ઘકાલીન ધ્યાન પછી કંઈ એકાદ સાર્વભૌમ કલ્પના જાગે છે ત્યારે એમના વદન ઉપર જે આશા અને પ્રસન્નતા, મહત્તા અને ઉત્સાહ પ્રગટ થાય છે તે જ બધું પૂર્વ દિશાના મોઢા ઉપર બ્રાહ્મ મુહૂર્ત દેખાવા લાગે છે. એની જાદુઈ અસર ચરાચર ઉપર થાય છે. કાલનિદ્રામાંથી જાગતા સત્યવાનના મોઢા ઉપર જેમ ફરી કળા જામવા લાગી અને તેથી સાવિત્રીના હૈયામાં આનંદ ખુરવા લાગ્યો, તેવી જ રીતે સુષ્ટિ ઉપર પ્રભાતની આશા પથરાવા લાગી અને દ્વિગણને એકદમ ગાવાનું સૂઝયું.'(જી. આ. પૃ. ૫૯) કાકાસાહેબ કઈકવાર “પટવર્ધન શ્રીકૃષ્ણને સુદર્શન જેવા તેટલા જ રેટિયા પણ આ ધર્મભૂમિમાં ચાલતા કરવા છે ?”