________________
કલાનું સ્વરૂપ જીવન અનુભવ છે, કલા અનુભવને અનુભવ છે. અનુભવ ઉપર પ્રતિષ્ઠિત હોવા છતાં અનુભવ, અનુભવ કરતાં ઘણી સારી રીતે ભિન્ન છે. અનુભવ ઇન્દ્રિયજન્ય છે, બાહય વિષયની અપેક્ષા રાખે છે અને સુખકર કે દુઃખકર નીવડે છે. અનુભવનો અનુભવ બુદ્ધિનિષ્ઠ છે, પણ માત્ર બુદ્ધિનિષ્ઠ નથી, તેથી તૈયાયિકના “અનુવ્યવસાય” જ્ઞાનની કેટિનો હોવા છતાં તેનાથી તદ્દન ભિન્ન છે. અનુંભવનો અનુભવ
સ્કૃતિ પણ નથી કારણ કે એ અનુભવ છે તેમ એ માત્ર પુનરનુભવ નથી, કારણ કે પુનરનુભવમાં તે એક જ વિષયને અનુભવ કરનાર બીજી વાર, ત્રીજી વાર, એમ અનુભવે છે, જ્યારે અનુભવના અનુભવમાં તો સમગ્ર અનુભવ અનુભવનો વિષય બને છે. આમ હેવાથી જ અનુભવના અનુભવમાં બાહ્ય વિષયની અપેક્ષા રહેતી નથી. તે તે ઇન્દ્રિયવ્યાપાર પણ એના વિષયમાં અંતર્ગત થઈ જાય છે. આપણને થયેલા કોઈ દુઃખદ અનુભવની સ્મૃતિ દુઃખજનક પણ નીવડે છે, કારણ કે એમાં અનુભવ કેવળ “ચિંતન અને વિષય બને છે–રાગદ્વેષાદિવૃત્તિથી પ્રભાવિત અવસ્થામાંથી બુદ્ધિ મુક્ત હોતી નથી. પણ એ જ અનુભવની સ્મૃતિમાં રાગદ્વેષાદિત્તિને પ્રભાવ લુપ્ત થયેલો હોય તે એ દુઃખદ અનુભવનું
સ્મરણ સુખજનક બને. આ પ્રક્રિયાને કાલિદાસે “સચિંતન નામ આપ્યું છે : પ્રતાન દુઃવાઘા પુ રચનાનાનિ પુરજ્ઞાચક્ષુવન (રઘુવંશ ૧૪-૧૦) આવું સંચિન્તન કલાના મૂળમાં રહેલું છે. સંચિંતન એટલે સમ્યફચિંતન, સમગ્ર ચેતના દ્વારા અનુભવનું ચિંતન કે સમગ્ર અનુભવનું ચેતના દ્વારા “ચિંતન' કલાસર્જનમાં પાયારૂપ છે. સહદય (પારિભાષિક અર્થમાં) સર્જકની સમગ્ર ચેતના (બુદ્ધિ, હૃદય અને આત્મા) વિષયનું ગ્રહણ-ચિંતન-તત્કાલ કરતી થઈ જાય