________________
“ વસન્તોત્સવમાં અસંભવદોષ
૧૮૧ * “મને મુકુર'માં ૨ “કવિતામાં અસંભવદેષ” નામના લેખમાં રા. નરસિંહરાવ “કાઈ વર્ષાના” ઈત્યાદિ પંક્તિઓ ટાંકી, તેમાંની ઉપમામાં અસંભવદેષ જુએ છે. તેઓ કહે છે : સંધ્યાકાળે બાલચંદ્ર પશ્ચિમમાં હોય અને સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હેય, એટલે બાલચન્દ્ર ઉપર મેઘધનુષના રંગ આવે એ પ્રકૃતિથી અસિદ્ધ હોઈ અસંભવદોષ અહીં (પણ) આવે છે. આ વિધાનમાં રહેલાં અંગેનું પૃથક્કરણ કરીએ.
' સધ્યાકાળે સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હેય આ તે નિર્વિવાદ છે.
એટલે જે બાલચન્દ્ર ઉપર મેઘધનુષના રંગો આવે એવો પ્રકૃતિસિદ્ધ પ્રસંગ હોય, તો બાલચન્દ્ર સધ્યા સમયે પૂર્વમાં હોય તો જ એ સંભવિત બને. પણ બાલચન્દ્ર સધ્યા સમયે પૂર્વમાં હોય ખરો ? સયાસમયે બાલચન્દ્ર પશ્ચિમમાં હાય” એ વાક્ય અને રા. નરસિંહરાવે બાંધેલા મત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેમને મને, બાલચન્દ્ર સયાસમયે પૂર્વમાં હોય જ નહિ, આ ચર્ચાસ્પદ છે. બાલચન્દ્ર સધ્યા સમયે પૂર્વમાં હોય કે નહિ તેને નિર્ણય–પ્રકૃતિનો પ્રસંગ હોવાથી સ્વાનુભવ સર્વાનુભવને આધારે કહી શકાય. મેં પોતે ઊગતા ચન્દ્રને અનેક વાર જોયો છે. Fort માં રહેતો ત્યારે દર પૂર્ણિમાની સાંજે એપેલે બંદર ઉપર જઈ ઠીકઠીક સમય ત્યાંનું રમ્ય દશ્ય જોવામાં ગાળતો. દૂરના ડુંગરો ઉપરથી ગગનચેક ચડતો ધૂસર ચન્દ્રઃ હળવે હળવે તેજસ્વી થતાં થતાં અંતે શ્વેત જ્યોતિપુંજમાં તેનું વિપરિણામ, સ્નામાં ન્હાતો દરિયે, જળમાં ચન્દ્રનું પ્રતિબિંબ દૂર દૂરથી પડે ત્યાંથી તે છેક હું બેઠો હોઉં ત્યાં સુધી જળની સપાટી ઉપર પડતો તેને પહોળો પટ્ટો–તેમાં રમતી Yacht ૨. ગ્રંથ પહેલા, આવૃત્તિ પહેલી, પાનાં ૧૭૬–૧૭૭