________________
૩ર
અક્ષરા જે પડિત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતને મળ્યા તેમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું અગ્રસ્થાન છે.
ચાલીસ વર્ષના જીવનકાળમાં મણિલાલે શાસ્ત્ર અને વ્યવહાર બંનેને વ્યાપક અને ઊડે અભ્યાસ કર્યો હતે. શાંકર વેદાન્તના અનુયાયી મણિલાલે એ સિદ્ધાંતને શુષ્ક વેદાન્તીની દષ્ટિથી નિહાળ્યો નથી, પણ વ્યવહારના સંકુલ માર્ગમાં એ સિદ્ધાંતનું અનુપાલન શી રીતે થઈ શકે અને થવું જોઈએ તેનું પરિકૃતિ પ્રતિપાદન તેણે કર્યું છે. અદ્વૈતવાદ શુષ્ક જ્ઞાનનો જ આશ્રય લે છે. અને કર્મસંન્યાસ જ બોધે છે, એ મતને બ્રાન્ત ઠરાવીને જ્ઞાન, કર્મ અને ઉપાસનાને પરસ્પર સંબંધ તેણે સ્પષ્ટ કર્યો કે કર્મ અને ઉપાસના અથવા ભક્તિ જ્ઞાનનાં સાધનરૂપ છે. જ્ઞાનની પણ વ્યાખ્યા આપીને કેવળ બુદ્ધિગમ્ય અનુભવ એટલે જ્ઞાન એ ખ્યાલનું તેણે નિરસન કર્યું. “જ્ઞાન એટલે હદય રસપૂર્વક અભેદને અપરોક્ષ અનુભવ” એવું લક્ષણ એમણે વારંવાર છે; પરમ અર્થમાં જ્ઞાન એટલે લાગણું એવું વિધાન પણ કર્યું છે, અને તેનાં ફલિતોથી જીવનવ્યવહાર કેમ વિશુદ્ધ બને એ સમજાવ્યું છે. “ઈશ્વર પ્રતિ આપણું કર્તવ્ય તે ધર્મ: અને વિવાહ, ગૃહસંસાર, પરદેશગમન વગેરે પરત્વેનું કર્તવ્ય તે વ્યવહાર.” અને ધર્મ અને વ્યવહાર ભિન્ન છે એવી આજે પણ સેવાતી ભાવનાનો મણિલાલે પ્રતિકાર કર્યો છે અને વ્યવહાર અને નીતિ ધર્માનુસારી અને ધર્માનુપ્રણિતા હોવાં જોઈએ એવો પુરસ્કાર કર્યો છે.” “ધર્મ એટલે જીવિતને યથાર્થ હેતુ જેવો સમજાય તે જ પ્રમાણે નીતિ, આચાર, વિચાર, વ્યવહાર, રાજ્ય સર્વે રચાવાનાં” એ સૂત્ર મણિલાલના જીવન-દર્શનમાં પ્રધાન સૂત્ર છે. સત્ય એક જ છે, અદ્વૈતરૂપ છે અને અધિકારભેદથી સર્વ દૈતની ઉત્પત્તિ છે; વ્યક્તિ અને સમષ્ટિના આત્યન્તિક હિત માટે જ સર્વ પ્રવૃત્તિ થવી જોઈએ અને આત્યંતિક અમંદાનુભવનો સાક્ષાત્કાર પામવો એ જ દયેય હોવું જોઈએ એમ એ સિદ્ધ કરે છે. સત્યના નિર્ણય માટે શાસ્ત્ર (જેમાં