________________
રેડિશે રૂપક વિષે કંઈક - નિર્વાહ કરે છે. વાચિક અભિનય પ્રધાન હોવાથી આ પ્રકારનું નામ મg (બોલવું) ધાતુ ઉપરથી વ્યુત્પન્ન થયેલું “ભાણ” રાખવામાં આવ્યું છે.
રેડિયે રૂપકના અનુસંધાનમાં આ વિધાનને તપાસીશું તે રેડિયો રૂપક અને “ભાણ વચ્ચે સામ્ય કરંતાં વૈષમ્ય વધારે દેખાશે. ભાણમાં એક જ ન હોય અને વારાફરતી જુદાં જુદાં પાત્રો ભજવત જાય રેડિયે રૂપકને “નટ’–સંખ્યામાં આવી કાઈ જ મર્યાદા નથી, અને જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી ભૂમિકા ભજવે છે. (કેઈ નાની ભૂમિકા એક જ વ્યક્તિ એક કરતાં વધારે ભજવે તે જુદી વાત છે.) રેડિયો રૂપક તે નાટક કે પ્રકરણ જેવું વિશાળ વિવિધ અને સમૃદ્ધ રૂપ ધારણ કરી શકે છે. જ્યારે ભાણ તે અતિશય મર્યાદિત રૂપનો નાટયપ્રકાર છે. બીજુ, “ભાણમાં વેશભૂષા કે આહાર્ય અભિનયને ભેદ શક્ય નથી, એ પ્રા. માંકડના વિધાન પર કહેવું જોઈએ કે “ભાણમાં પણ આહાર્ય અભિનયને સારો અવકાશ રહી શકે. નટે પહેરેલી વેષ–સામગ્રી જુદા જુદા ખપમાં લાગે તેવા પ્રકારની હોઈ શકે અને યોગ્ય ક્ષણે આંગિક અભિનય સાથે યથાવકાશ આહાર્ય અભિનયનું સંયોજન કરીને નટ ધારેલી અસર ઉપજાવી શકે. દાખલા તરીકે, કંમરે બાંધેલા કપડાને નટ પછેડી તરીકે કે કમરબંધ તરીકે ઉપયોગમાં લઈ શકે અને એ રીતે પુરુષપાત્રની જુદી જુદી અવસ્થાએ રજૂ કરી શકે એ જ કપડું યોગ્ય ક્ષણે સાડીની પેઠે માથે ઓઢીને કે પાલવની પેઠે પકડીને કે તેનાથી મેટું ઢાંકીને સ્ત્રી-પાત્રની જુદી જુદી અવસ્થાઓ રજૂ કરી શકે. તખતા ઉપર જ રહીને જુદી જુદી વેશ કે અલંકારની સામગ્રી મૂકી દેવામાં કે ઉપાડી લેવામાં નટને કશી અડચણ આવે એ સંભવિત નથી, તેમ એમ કરવું અયોગ્ય પણ નથી. “ભાણમાં આહાર્ય અભિનયની શક્યતા સારી પેઠે છે એમ લાગે છે. રેડિયે રૂપકમાં તો આહાય અભિનય કે આંગિક અભિનયને કશો અવકાશ નથી.