________________
વાર્તાવિચાર
હું છું કે તમને આ વાર્તા ગમી ? તમે ઘણે ભાગે બોલી ઊઠશો, “આ તે કેવો સવાલ? વાર્તા તો ગમે જ ને?” વાર્તામાં ગમવા ન ગમવામાં ફેર હોય. સામાન્ય રીતે વાર્તા એક વાર વાંચી એટલે પત્યું. પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી એમ વાર્તા ઉપર વાર્તા આપણે વાંચતાં જઈએ છીએ અને દરેક વાર્તા આપણને ગમતી જ હોય એવી વૃત્તિ અનુભવીએ છીએ. છતાં ધારો કે તમને કઈ પૂછે કે; “અમુક વાર્તા તેમ જ તમે વાંચેલી એમની બીજી અનેક વાર્તાઓમાંથી તમને કઈ વધારે ગમી?” તો તમે તરત વિચારમાં પડી જશે. બંને વાર્તાના જુદા જુદા અંશો યાદ કરી જેશે. પાત્રો ઉપર એ પ્રસંગોની કેવી અસર થઈ છે, સંવાદ કે વર્ણનને ઉપયોગ વાર્તામાં કેવી રીતે કરવામાં આવ્યું છે, વાર્તાની માંડણી શી રીતે થઈ છે. આવાં અનેક દૃષ્ટિબિંદુઓ તમારી સમક્ષ રજૂ થશે અને એ પૃથક્કરણ કરીને તમે “આ વાર્તા સારી કે પેલી સારી” એ તમારે નિર્ણય બાંધશે, અને આવી રીતે વિચારપુરઃસર નિર્ણય બાંધ એ જ યોગ્ય કહેવાય. કારણ કે સાહિત્યના રસાસ્વાદમાં માત્રા અને પ્રકારમાં પણ ભિન્નતા સંભવે છે. . વાર્તાનાં અંગોપાંગોનું પૃથક્કરણ કે તેની યોગ્યતા-અયોગ્યતા સમજવી અને મૂલ્ય આંકવું એ દેખીતી રીતે સહેલું ન હોય અને તેથી આ શક્તિ પણ સાધના દ્વારા જ કેળવી શકાય અને તેવાં બીજાં દષ્ટિબિંદુઓથી નિરૂપતા રહેવું. એક જ લેખકની જુદી જુદી વાર્તાઓ વાંચીને તે બધીમાં સમાન અંશ કેટલા છે અને ભિન્નતા કેટલી છે એ સમજવાનો પ્રયત્ન કરવો અને કઈ વાર્તા કયા અંશમાં કે સમગ્ર
અ. ૭