________________
નિકષ “અર્થ નોરેડિયો– પરિચય
ગુજરાતી સાહિત્યમાં પૂજાલાલ, સુંદરમ વગેરે કવિઓએ શ્રી અરવિંદના પૂર્ણાગની ઉપાસનાથી પ્રભાવિત અને પ્રેરિત થઈ કાવ્યવાણીમાં પોતાના ભાવો વ્યક્ત કર્યા છે. આ અરવિંદ સાહિત્યમાં શ્રી રજનીકાંત મોદીનો નાનકડે કાવ્યસંગ્રહ “અર્થ ઉમેરાય છે. આ સંગ્રહમાં સો કડીના કાવ્ય “અર્ધ ઉપરાંત બીજા નવ નાનાં કાવ્ય છે. આ બધાં કાવ્યો પૂર્ણયોગની સિદ્ધિને પામેલા શ્રી અરવિંદને ચરણે અહોભાવા ભક્તહૃદયની સ્તુતિકુસુમાંજલિરૂપ છે. આ કાવ્યોનું કલેવર કે અધિદેવતાના વર્ણન કે સંબોધનની પદ્ધતિ કે ભક્તહદયના ઉદ્દગાની લઢણું પ્રાચીન સ્તોત્રપ્રકારથી ભિન્ન નથી.
એક જ તું” અને “મુજ અંતર ઘેલું ઘેલું રે” આરઝવાળાં ઊર્મિકાવ્યો છે. બાલક્રીડા” માં લેખકની “મહાબાળકની કલ્પના ચારુતાવાળી છે. “સફળ ઝંખનામાંનું રૂપક સામાન્ય હોવા છતાં ઔચિત્યવાળું છે. પણ, સંગ્રહનું સૌથી લાંબું અને પ્રધાન કાવ્ય “અર્થ' છે. નિર્મળ બની વાચકહૃદયને સાત્વિકતાને અનુભવ કરાવતું “અધ્ય' ભક્તિ, પ્રેમ, દીનતા, પ્રપત્તિ વગેરે ભક્તહૃદયના ભાવમણકાની માળારૂપ છે. અનમય કેશ, પ્રાણમય કેશ અને મનમય કેશ આ ત્રણ ભૂમિકાઓથી પર વિકસતી વિજ્ઞાનભૂમિકામાં માનવ આત્મા આરૂઢ થાય તો તે ભૂલ–સૂક્ષ્મ દેહની વાસનાઓથી મુક્ત થઈ પરિચિતનો અને તેના આનંદને સાક્ષાત્કાર કરે. એ સાક્ષાત્કાર શ્રી અરવિંદ જેવા પૂર્ણ યોગીની અમી વર્ષની કૃપાદષ્ટિ અને પ્રેરણાથી શ્રદ્ધા અને ભક્તિને બળે શક્ય બને. એ ધન્ય અનુભવ થયે
અનિમિષ નયને નિહાળ્યા કરું પ્રગટતું મુજ તેજ હું અંતરે નયનજળ અને હું ટાળ્યા કરું