Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૧૭
સર્ગ ૧
શ્રી મહાવીર સ્વામીના પૂર્વભવનું વર્ણન આ પ્રમાણે વિચાર કરી છે પિતાના પાયદળ સેનાપતિ ગમેથી દેવને બેલાવી તેમ કરવાને સત્વર આજ્ઞા આપી. નૈગમેલી દેવે પણ તરતજ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભને અદલબદલ કર્યા. તે વખતે શય્યામાં સુતેલી દેવાનંદા બ્રાહ્માણીએ પૂર્વે જેયેલા ચૌદ મહા સ્વામને પિતાના મુખમાંથી પાછા નીકળતા દીઠા, તેથી તે તરત બેઠી થઈ પણું શરીર નિર્બળ અને જવરથી જર્જરિત થઈ ગઈ અને છાતી કુટતી “કોઈએ મારે ગર્ભ હરી લીધ” એમ વારંવાર પિકાર કરવા લાગી. આધિન માસની કૃષ્ણ ત્રયોદશીએ ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં આવતાં તે દેવે પ્રભુને ત્રિશલાના ગર્ભમાં સ્થાપિત કર્યા. તે વખતે ત્રિશલા દેવીએ હાથી, વૃષભ, સિંહ, અભિષેક થતી લહમી; માલા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, પદ્મ સરોવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ-એ ચૌદ સ્વને મુખમાં પ્રવેશ કરતા જોયા. પછી ઇંદ્ર, તેમના પતિ સિદ્ધાર્થ રાજાએ તેમજ સ્વપ્ન ફળના કહેનારા નિમિત્તિઓએ તે સ્વપ્નોનું ફળ તીર્થકરના જન્મરૂપ કહ્યું. તે સાંભળી દેવી ઘણે હર્ષ પામ્યા. હર્ષ પામેલા દેવીએ અદ્ભૂત ગર્ભ ધારણ કર્યો. પછી ક્રીડાગ્રહની ભૂમિમાં પણ તે પ્રમાદ રહિત વિહાર કરવા લાગી.
પ્રભુ ગર્ભમાં આવતાં શક ઇંદ્રની આજ્ઞાથી જૈભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ગ્રહમાં વારંવાર ધનના સમૂહ લાવીને સ્થાપન કર્યા. ગર્ભમાં અવતરેલા ભગવંતના પ્રભાવથી તેનું આખું કુળ ધન, ધાન્યની સમૃદ્ધિથી વૃદ્ધિ પામ્યું. જે રાજાઓ ગર્વથી પૂર્વે સિદ્ધાર્થ રાજાને નમતા નહોતા, તેઓ હાથમાં ભેટો લઈ પિતાની મેળે ત્યાં આવી આવીને નમવા લાગ્યા.
એકદા “મારા ફરકવાથી (હાલવા ચાલવાથી) મારી માતાને વેદના ન થાઓ” એવું ધારીને પ્રભુ ગર્ભવાસમાં પણ યોગીની જેમ નિશ્ચળ રહ્યા. તે વખતે પ્રભુ માતાના ઉદરમાં સર્વ અંગના વ્યાપારને સંકેચીને એવી રીતે રહ્યા કે જેથી માતા ઉદરમાં ગર્ભ છે કે નહીં તે સમજી શક્યા નહીં. તેથી ત્રિશલાને ચિંતા થઈ કે, “શું મારે ગર્ભ ગળી ગયે, વા શું કેઈએ હરી લીધે, કે શું નાશ પામ્યો, કે થંભિત થયે? જે એમાંથી કાંઈ પણ થયું હોય તો મારે હવે જીવવાનું કાંઈ કામ નથી. કારણ કે મૃત્યુનું દુઃખ સહન કરી શકાય તેમ છે, પણ આવા ગર્ભના વિયોગનું દુઃખ સહન કરી શકાય તેમ નથી.” આ પ્રમાણે આ ધ્યાન કરતા દેવી કેશ છૂટા મૂકી, અંગરાગ છેડી દઈ અને કર ઉપર મુખકમલ રાખી રૂદન કરવા લાગ્યા. તેમ જ બધા આભૂષણે છોડી દીધા, નિઃશ્વાસથી અધરને વિધુર કરી દીધા, સખીઓ સાથે પણ મૌન ધરી રહ્યા અને સુવું કે જમવું તજી દીધું. આ ખબર જાણી સિદ્ધાર્થ રાજા ખેદ પામ્યા. તેમજ તેમના મોટા પુત્ર નંદિવર્ધ્વન અને પુત્રી સુદર્શના પણ ખેદ પામ્યા. તે અવસરે ત્રણ જ્ઞાનના ધારક પ્રભુએ જ્ઞાનવડે આ પ્રમાણે પોતાના માતાપિતાને દુઃખ ઉત્પન્ન થયેલ જાણીને ગર્ભજ્ઞાપન કરાવવાને માટે એક અંગુલિ ચલાયમાન D - 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org