Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ હો] શ્રેણિકને સમકિત, મેઘકુમાર, નરીષેણને દીક્ષા
[૧૧૭ શ્રેણિક રાજા રાજભુવનમાં ગયા પછી તેમના મેઘકુમાર નામના પુત્રે તેમને અને ધારણુદેવીને ભક્તિથી અંજલિ જોડી ઉદાર વચને વિજ્ઞપ્તિ કરી કે–“તમેએ ચિરકાળ મારૂં લાલનપાલન કર્યું છે, હું કેવળ તમને શ્રમ આપનાર થયો છું, તથાપિ આટલી વિશેષ પ્રાર્થના કરું છું કે, હું આ અનંત દુઃખદાયી સંસારથી ચકિત થઈ ગયો છું, અને તે સંસારના તારક શ્રી વિરપ્રભુ સ્વયમેવ અહિં પધાર્યા છે, તો તમે મને આજ્ઞા આપે કે, જેથી હું સંસારભરૂના શરણરૂપ શ્રી વીરપ્રભુના ચરણમાં જઈને દીક્ષા લઉં.” શ્રેણિક અને ધારણ પુત્રના આવાં વચન સાંભળીને બોલ્યા કે “પુત્ર! આ વ્રત કાંઈ સહેલું નથી, તે તું કોમલાંગ થઈને તેને શી રીતે પાળી શકીશ?” મેઘકુમાર બોલ્યો-“હે પૂજ્ય! હું સુકુમાર છું છતાં સંસારથી ભય પામેલ હોવાથી તે દુષ્કર વ્રતને આદરીશ; માટે મારા પર પ્રસન્ન થાઓ. હે માતપિતા! જે મૃત્યુ માતપિતાના ઉલ્લંગમાંથી પણ પુત્રાદિકને ખેંચી લે છે, તે મૃત્યુને પ્રભુના ચરણને અનુસરવાથી હું છળ કરી છેતરીશ.” શ્રેણિક બેલ્યા-“વત્સ! જે કે તું સંસારથી ઉદ્વિગ્ન થયો છું, તથાપિ મારા રાજ્યને એક વાર ગ્રહણ કર અને મારી દષ્ટિને શાંતિ આપે. મેઘકુમારે તેમ કરવાને સ્વીકાર્યું એટલે રાજાએ મોટા મહોત્સવથી તેને રાજ્યપર બેસાર્યો. પછી રાજાએ હર્ષના આવેશથી પૂછયું કે, “હવે હું તને બીજું શું કરી આપું?” મેઘકુમાર બોલ્યો-“પિતાજી! જે મારા પર પ્રસન્ન થયા હો તો દીક્ષા ગ્રહણની ઈચ્છાવાળા મને કુત્રિકની દુકાનેથી રજોહરણ અને પાત્રાદિક મંગાવી આપે.” રાજા પોતાના વચનથી બંધાઈ ગયા હતા તેથી તેને કચવાતે મને પણ તેમ કરવું પડ્યું. પછી મેઘકુમારે પ્રભુની પાસે જઈને દીક્ષા લીલી.
પહેલી જ રાત્રે મેઘકુમાર મુનિ નાના મોટાના ક્રમથી છેવટના સંથારા ઉપર સુતા હતા, તેથી બહાર જતા આવતા મુનિઓના ચરણ વારંવાર તેના શરીર સાથે અથડાતા હતા. તેથી તેને વિચાર થયો કે, “હું વૈભવ વગરનો હોવાથી જ આ મુનિઓ મને પગથી સંઘટ્ટ કરતા જાય છે. કેમકે “સર્વ ઠેકાણે વૈભવ જ પૂજાય છે. માટે પ્રાતઃકાળે પ્રભુની આજ્ઞા લઈને વતને છોડી દઈશ.” આવો વિચાર કરતાં કરતાં તેણે માંડમાંડ રાત્રિ નિર્ગમન કરી. પ્રાતઃકાળે વ્રતને છોડવાની ઈચ્છાથી તે પ્રભુની પાસે ગયા. સર્વજ્ઞપ્રભુ કેવળજ્ઞાનવડે તેને ભાવ જાણીને બોલ્યા કે, “અરે મેઘકુમાર! સંયમના ભારથી ભગ્ન ચિત્તવાળો થઈ તું તારા પૂર્વાવને કેમ સંભાતે નથી? સાંભળ! આ ભવથી ત્રીજે ભવે તું વૈતાઢઋગિરિ ઉપર મેરૂપ્રભ નામે હાથી હતો. એક વખતે વનમાં દાવાનળ લાગવાથી તૃષાત્ત થઈને તું સરોવરમાં પાણી પીવાને ગયે, ત્યાં કાદવમાં ખેંચી ગયે; તેથી નિર્બળ થઈ ગયેલા તને તારા શત્રુ હસ્તીએ આવીને દંતાદિના બહુ પ્રહાર કર્યા. તેથી સાતમે દિવસે મૃત્યુ પામીને તેજ નામને તું વિધ્યાચળમાં હાથી થયો. એક વખતે વનમાં દાવાનળ લાગેલા જોઈ જાતિસ્મરણ થવાથી તૃણ
આ દેવાધિષ્ઠિત દુકાન હતી અને ત્યાંથી ચીજ માગે તે મળતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org