Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું વસ્ત્રોથી જેની પીઠ આચ્છાદિત કરેલી છે એવા રાવત હાથી પર ઇંદ્ર ચડ્યો. તે વખતે તે હસ્તીપર પ્રથમથી આરૂઢ થયેલી દેવાંગનાઓએ તેને હાથનો ટેકો આપ્યો. પછી જિનેંદ્રના ચરણમાં વંદન કરવાને ઈચછનાર ભક્તજનોમાં શિરોમણિ ઇદ્ર ભક્તિભાવિત ચિત્તે સમવસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે તેના જળકાંત વિમાનમાં આવેલી ક્રિડાવાપીઓમાં રહેલા દરેક કમળની અંદર સંગીત થવા લાગ્યું. પ્રત્યેક સંગીતે ઈદ્રના જેવા વૈભવવાળો એકેક સામાનિક દેવ દિવ્યરૂપ તથા સુંદર વેષયુક્ત દેખાવા લાગ્યો. તે દરેક દેવને પરિવાર ઇંદ્રના પરિવારની જેમ મહદ્ધિક અને વિશ્વને વિસ્મયકારક હતે. આવી વિમાનની સમૃદ્ધિથી ઈંદ્ર પિતે વિસ્મય પામી ગયે, તે પછી તેથી ઉણુ ઉણુ સમૃદ્ધિવાળા બીજાની તે શી વાત કરવી?
પછી સમવસરણમાં રહેલા સુરનરોએ વિસ્મયથી જોયેલા ઈંદ્ર કંઠમાં પહેરેલા હારને પૃથ્વી પર લટાવતા છતા પ્રભુને વારંવાર પ્રણામ કર્યા. ઈંદ્રની આવી પારાવાર સમૃદ્ધિ જોઈને દશાર્ણભદ્રરાજા શહેરની સમૃદ્ધિ જોઈને ગ્રામ્ય જન થઈ જાય તેમ ક્ષણવાર તે તંભિત થઈ ગયો. પછી વિસ્મયથી વિકસિત નેત્ર કરીને તેણે વિચાર્યું કે, “અહો ! આ ઇંદ્રના વિમાનની કેવી લોકોત્તર શોભા છે? અહો! આ ઐરાવત હાથીના ગાત્ર કેવા સુંદર છે? અહ! આ ઈંદ્રના વૈભવનો વિસ્તાર તો કોઈ અલૌકિક જણાય છે! મને ધિક્કાર છે કે, મેં મારી સંપત્તિનું અભિમાન કર્યું. મારી અને આ ઈદ્રની સમૃદ્ધિ વચ્ચે તે એક ખાબોચીયા ને સમુદ્રના જેટલું અંતર છે. મેં આ મારી સમૃદ્ધિના ગર્વથી મારા આત્માને તુચ્છ કર્યો. પૂર્વે આવી સમૃદ્ધિ નહીં જોયેલી હોવાથી હું એક કુવાના દેડકાની જે હતો” આવી ભાવના ભાવતાં ભાવતાં હળવે હળવે વૈરાગ્ય આવવાથી અલ્પ કર્મને લીધે તેના અત્યંત શુભ પરિણામ થયા. તેમણે વિચાર્યું કે, “કે આવી સમૃદ્ધિથી ઇંદ્ર મને છતી લીધે છે, તથાપિ હવે દીક્ષા લઈને હું તેને પરાજ્ય કરીશ. વળી દીક્ષા લઈને કેવળ તેને જ વિજ્ય કરીશ એમ નહીં પણ ભવભ્રમણ કરાવનારા જે કમંરૂપ શત્રુઓ છે, તેમને પણ જીતી લઈશ. આવી રીતે વિચારીને વિવેકી દશાર્ણપતિએ તત્કાળ ત્યાંજ મુગટ અને કડાં વિગેરે આભૂષણે કાઢી નાખ્યા, અને જાણે કમરૂપ વૃક્ષોના મૂળીઓ ખેંચી કાઢતે હેય તેમ પાંચ મુષ્ટિવડે મસ્તક ઉપરના કેશને ખેંચી કાઢયા. વિસ્મયથી વિકસિત નેત્રે ઇદ્રના જોતાં જોતાંમાં તેણે ગણધરની પાસે આવીને યતિલિંગ ગ્રહણ કર્યું. પછી અપૂર્વ ઉત્સાહ અને સાહસવાળા તે દશાર્ણભદ્ર મુનિએ પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી. તે વખતે ઇદ્દે તેમની પાસે આવીને કહ્યું કે “અહે મહાત્મન ! તમારૂં આ કોઈ મહાન પરાક્રમ છે કે જેથી તમે મને પણ જીતી લીધો છે, તો પછી બીજાની શી વાત કરવી?” આ પ્રમાણે કહી ઈંદ્ર તેમને નમસ્કાર કરી પિતાને સ્થાનકે ગયો. દશાર્ણભદ્ર મુનિ સારી રીતે વ્રતનું પ્રતિપાલન કરવા લાગ્યા, અને શ્રી વીરપ્રભુએ ભવ્યજનના ઉપકારને માટે ત્યાંથી બીજા નગર વિગેરે સ્થાનમાં વિહાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org