Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
wwwwxxxxxxxwww
સી જી એ. એ
*************
ૌહિણયનું ચરિત્ર, અભયકુમારનું હરણ, ઉદાયનનું વૃત્તાંત,
પ્રધાંતનું બંધન અને ઉદાયનની દીક્ષા. શ્રી વીરભગવાન લોકોનો અનુગ્રહ કરવાની ઈચ્છાથી નગર, ગામ, ખીણ અને દ્રોણમુખ (ખેડુત લેકેના ગામડા) વિગેરેમાં વિહાર કરતા હતા. તે સમયે રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિની ગુફામાં જાણે મૂર્તિમાન રૌદ્રરસ હોય તે લેહખુર નામે એક ચાર રહેતા હતા. જ્યારે રાજગૃહી નગરીમાં લોકો ઉત્સવાદિમાં રોકાયેલા હોય ત્યારે તે ચાર છિદ્ર મેળવીને પિશાચની જેમ ઉપદ્રવ કરતા હતા. તે દ્રવ્ય લઈ આવતો હતો અને પરસ્ત્રીઓને ભોગવતો હતો. તે નગરના બધા ભંડારો અને મહેલે તે પિતાનાજ માનતે હતો. તેને ચારી કરવાની વૃત્તિમાં જ પ્રીતિ હતી, બીજામાં નહતી. રાક્ષસે માંસ વિના બીજા ભયથી તૃપ્ત થતા નથી. તેને રોહિણી નામની સ્ત્રીથી આકૃતિ અને ચેષ્ટામાં તેનીજ જે રૌહિણેય નામે પુત્ર થયો. જ્યારે લેહખુર ચોરને મૃત્યુ સમય પ્રાપ્ત થયું ત્યારે તેણે રોહિણેયને બોલાવીને કહ્યું કે, “હે પુત્ર! જે તું મારા કહ્યા પ્રમાણે અવશ્ય કરે તે હું તને કાંઈક જરૂરનો ઉપદેશ આપું.” તે બોલ્યો કે-“તમારું વચન મારે અવશ્ય કરવું જ જોઈએ. પૃથ્વીમાં પિતાની આજ્ઞાને કણ ન ઉઠાવે? પુત્રનું આવું વચન સાંભળી લેહખુરા હર્ષ પામે અને પુત્રના પૃષ્ટ ઉપર હાથ ફેરવતે આ પ્રમાણે નિષ્ફર વચન બે -“જે આ દેવતાના રચેલા સમવસરણમાં બેસીને મહાવીર નામના યેગી દેશના આપે છે, તેના ભાષણને તું કોઈવાર સાંભળીશ નહીં, બાકી બીજે ઠેકાણે ભલે સ્વેચ્છાએ વજે.” આ ઉપદેશ આપીને લેહખુરો પંચત્વને પામી ગયો.
પિતાની મૃતક્રિયા કર્યા પછી રોહિણીઓ પણ જાણે બીજે લેહખુરો હોય તેમ નિરંતર ચોરી કરવા લાગ્યો. પોતાના જીવિતવ્યની જેમ પિતાની આજ્ઞાને પાળતે તે પિતાની સ્ત્રીની જેમ બધી રાજગૃહી નગરીને લુંટવા લાગ્યો. આ સમયે નગર ગામ અને ખાણ વિગેરેમાં વિહાર કરતા ચૌદ હજાર મુનિએથી પરવારેલા, ચરમ તીર્થંકર શ્રી વીરપ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. દેવતાઓએ સંચાર કરેલા સુંદર સુવર્ણ કમળ ઉપર પગલા મૂકતા મૂકતા પ્રભુ નજીકમાં આવ્યા, એટલે વૈમાનિક, તિષિ, ભુવનપતિ અને વ્યંતર દેવતાઓએ મળીને પ્રભુનું સમવસરણ રચ્યું. તેમાં બેસીને શ્રી વિરપ્રભુએ જન સુધી પ્રસરતી સર્વ ભાષાનુસારી વાણી વડે ધર્મદેશના આપવા માંડી. તે વખતે પિલે રૌહિણેય ચાર રાજગૃહી નગરી તરફ જતું હતું, ત્યાં માર્ગમાં આ સમવસરણ આવ્યું. તે જોઈને તેણે વિચાર્યું કે, “જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org