Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 259
________________ સર્ગ ૧૩ મે ] પાંચમા આરાના ભાવ f૨૪૫ કેઈક નગરજને અને કલ્કી રાજા ઉંચે સ્થળે ચડી જવાથી બચશે. બાકી ગંગાના પ્રસરતા પ્રવાહમાં ઘણું નગરવાસીએ તત્કાળ ડુબીને મૃત્યુ પામી જશે. પછી જ્યારે જળને ઉપસર્ગ વિરામ પામશે ત્યારે કલ્કી નંદના દ્રવ્યથી ફરીવાર નવું નગર વસાવશે. તેમાં સારાં સારાં મકાને બંધાવશે, સાધુઓ વિહાર કરશે, સમય પ્રમાણે ધાન્યની ઉત્પત્તિના કારણભૂત મેઘ વરસશે, એક દમડામાં કુંભ ભરીને ધાન્ય મળશે, તો પણ લેકે ધાન્ય ખરીદશે નહીં. એવી રીતે કટકના રાજ્યમાં પચાસ વર્ષ સુધી સુભિક્ષ રહેશે. એમ કરતાં કરતાં જ્યારે કલ્કીનું મૃત્યુ નજીક આવશે ત્યારે તે પાછો બધા પાખંડીઓના વેષ છેડાવી દેશે અને ઘણે ઉપદ્રવ કરશે. સંઘ સહિત પ્રતિપદ આચાર્યને ગાયના વાડામાં પૂરીને તેમની પાસેથી એ દુરાશય કલ્કી ભિક્ષાને છઠ્ઠો ભાગ માગશે. એટલે સંઘ શકેંદની આરાધના કરવાને માટે કાર્યોત્સર્ગ કરશે. તે વખતે શાસનદેવી આવીને કહેશે કે “હે કલ્કી ! આ તારું કામ તારી કુશળતાને માટે નહીં થાય.” સંઘે કરેલાં કાર્યોત્સર્ગના પ્રભાવથી ઇંદ્રનું આસન ચળિત થતાં તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવશે. પછી સભા વચ્ચે મોટા સિંહાસન પર બેઠેલા કકીને શકેદ્ર કહેશે કે, “હે રાજન! તેં આ સાધુઓને કેમ પૂર્યા છે” કલકી કહેશે કે, “હે વૃદ્ધ! આ બધા મારા નગરમાં રહે છે, છતાં મને ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ પણ કર તરીકે આપતા નથી. બીજા સર્વ પાખંડીએ મને કર આપે છે અને આ સાધુઓ આપતા નથી, તેથી મેં તેમને કિલ્લાની જેવા આ ગાયોના વાડામાં પૂર્યા છે.” પછી શકેંદ્ર કહેશે કે, “તેઓની પાસે કાંઈ નથી, તેઓ કોઈને ભિક્ષાનો અંશ કદિ પણ આપતા નથી. આવા ભિક્ષુકેની પાસેથી ભિક્ષાને અંશ માગતાં તું કેમ શરમાતો નથી? માટે હવે તેમને છોડી દે, નહિ તે તેને માટે અનર્થ પ્રાપ્ત થશે.” ઇંદ્રનાં આવાં વચનથી કટકી કે પાયમાન થઈને કહેશે કે, “અરે સુભટે! આ બ્રાહ્મણને ગળે પકડીને કાઢી મૂકે.” આ પ્રમાણે તેના બોલતાંજ ઈન્દ્ર પાપના પર્વત જેવા કલ્કીને લપડાક મારીને ભસ્મ કરી નાખશે; એટલે છાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને કલકી દુરંત એવી નરકભૂમિમાં નારકીપણે ઉત્પન્ન થશે. પછી શકેંદ્ર કલ્કીના દત્ત નામના કુમારને જૈનધર્મ સંબંધી શિક્ષા આપી, રાજ્ય ઉપર બેસારી, સંઘને નમીને પિતાને સ્થાનકે જશે. દત્તરાજા પિતાના પિતાને પ્રાપ્ત થયેલું તેના પાપનું ઘર ફળ અને ઈન્ડે આપેલી શિક્ષાને વારંવાર સંભારીને બધી પૃથ્વીને અરિહંતના ચૈત્યોથી વિભૂષિત કરી દેશે. પછી પાંચમા આરાના પર્યત સુધી જૈનધર્મની પ્રવૃત્તિ નિરંતર રહ્યા કરશે. તીર્થકરના સમયમાં આ ભરતક્ષેત્ર ગ્રામ, ખાણ અને નગરેથી આકુળ અને ધન ધાન્ય વિગેરે સમૃદ્ધિથી ભરેલ સ્વર્ગપુરી જેવું હોય છે, અને ગામે શહેર જેવા શહેરો સ્વર્ગપુરી જેવા, કુટુંબીઓ રાજા જેવા, રાજાએ કુબેર ભંડારી જેવા, આચાર્યો ચન્દ્ર જેવા, પિતાઓ દેવ જેવા, સાસુએ માતા જેવી અને સાસરા પિતા જવા હોય છે. લેકે સત્ય તથા શૌચમાં તત્પર, ધર્માધમના જાણ, વિનીત, ગુરૂદેવના પૂજક અને પિતાની સ્ત્રીમાં સંતુષ્ટ હોય છે. વળી તેવા લોકેમાં વિજ્ઞાન, વિદ્યા, અને કુળવાનપણું હોય છે. પરચક્ર, ઈતિ અને ચેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272