Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 268
________________ ૨૫૪ : કરી બતાવી હતી. તેમના શિષ્ય પ્રદ્યુમ્રસૂરિ થયા. અનેક જીને પ્રતિબોધ કરનારા અને સર્વ વિશ્વમાં પિતાના ગુણગણને પ્રખ્યાત કરનારા જે સૂરિવરે શ્રવણ વિષયમાં અમૃત સમાન એ વીશ સ્થાનકને તપ કરી, પ્રવચનરૂપ સમુદ્રમાંથી કાઢેલા અર્થરૂપ નીરવડે વર્ષાકાળના મેઘની જેમ સમગ્ર પૃથ્વીને પ્રસન્ન કરી હતી. તે પ્રસૂરિના શિષ્ય ગુણસેનસૂરિ થયા. તેઓ સર્વ ગ્રંથના રહસ્યમાં રત્નમય દર્પણરૂપ, કલ્યાણરૂપ વલ્લીના વૃક્ષ જેવા, કરૂણામૃતના સાગર, પ્રવચનરૂપ આકાશમાં સૂર્ય સમાન. ચારિત્રાદિ રત્નના રેહશુગિરિ, પૃથ્વીને પવિત્ર કરનાર અને ધર્મરાજાના સેનાપતિ હતા. તે ગુણસેનસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ થયા કે જેઓ આ પૃથ્વીને પવિત્ર કરનાર જંગમતીર્થરૂપ હતા, અને સ્યાદ્વાદ વાણીરૂપ ગંગાનદીને માટે હિમાલયરૂપ હતા. ઘણુ તપના પ્રભાવના સ્થાનરૂપ અને વિશ્વને પ્રબંધ કરવામાં સૂર્યરૂપ એવા તે સૂરિ શ્રી શાંતિચરિત્ર તથા ઠાણું પ્રકરણની વૃત્તિ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. તે દેવચંદ્રસૂરિના ચરણકમળમાં ભ્રમરરૂપ હેમચંદ્ર નામે આચાર્ય થયા, કે જેઓએ તે ગુરૂના પ્રસાદથી જ્ઞાનસંપત્તિને મહદય પ્રાપ્ત કર્યો. ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, કુરૂ, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભુજવીર્યની શક્તિથી હરિની જેમ જિતનાર, પરમ આહંત, વિનયવાન અને ચૌલુક્ય કુળના શ્રી મૂલરાજના વંશમાં થયેલા શ્રી કુમારપાલ રાજાએ એક વખતે તે શ્રી હેમચંદ્ર સૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે “હે સ્વામી! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમે તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નર્કગતિ સંબંધી આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, ધુત અને મદિરા વિગેરે દુર્ગને મારી. પૃથ્વીમાંથી મેં નિષિદ્ધ કર્યા છે, તથા પુત્ર રહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છેડી દીધેલું છે અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્યવડે સુશોભિત કરી દીધી છે, તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જે થયે છું. પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિ (વિવરણ)થી યુક્ત એવું સાંગ વ્યાકરણ (સિદ્ધ હેમચંદ્ર) રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ ગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે દ્વાશ્રયકાવ્ય, દાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ ( અભિયાન ચિંતામણિ વિગેરે કોષ) પ્રમુખ બીજા શાસ્ત્રો પણ રચેલા છે. તે સ્વામી! જે કે તમે સ્વયમેવ લેકોપર ઉપકાર કરવાને અર્થે સજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે, મારા જેવા મનુષ્યને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિ શલાકા પુરૂષોના ચરિત્ર પ્રકાશ કરે.” આ પ્રમાણેના શ્રી કુમારપાળ રાજાના આગ્રહથી શ્રી હેમાચાયે ધર્મોપદેશ જેનું એક પ્રધાન ફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું અર્થાત રચ્યું. જ્યાં સુધી સુર્વણગિરિ (મેરૂ) આ જંબુદ્વીપરૂપ કમળમાં કર્ણિકાનું રૂપ ધારણ કરે, ત્યાં સુધી સમુદ્ર પૃથ્વીની ફરતે ફરી વળેલું રહે અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર આકાશમાર્ગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272