Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૫૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું અહિં શ્રી ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા, એટલે માર્ગમાં દેવતાઓની વાર્તાથી પ્રભુના નિર્વાણુના ખબર સાંભળ્યા. તે ઉપરથી તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે, “એક દિવસમાં નિર્વાણ હતું તે છતાં અરે પ્રભમને શા માટે દૂર મોકલ્યો? અરે જગત્પતિ! મેં આટલા કાળ સુધી તમારી સેવા કરી પણ અંતકાળે મને તમારા દર્શન થયા નહીં તેથી હું સર્વથા અધન્ય છું; જે તે વખતે આપની સેવામાં હાજર હતા તેમને ધન્ય છે. અરે ગૌતમ! તું ખરેખર વજમય છું, વા વાથી પણ અધિક કઠીન છું કે જેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને પણ તારા હૃદયના સેંકડો કકડા થઈ જતા નથી ! અથવા હે પ્રભે! હું અત્યાર સુધી ભ્રાંત થઈ ગયે કે જેથી આ નિરાગી અને નિર્મમ એવા પ્રભુમાં મેં રાગ અને મમતા રાખી. તે રાગ-દ્વેષ વિગેરે સંસારના હેતુ છે, તેને ત્યાગ કરાવવા માટે જ એ પરમેષ્ટીએ મારે ત્યાગ કર્યો હશે, માટે એવા મમતા રહિત પ્રભુમાં મમતા રાખવાથી મારે સયું; કેમકે મુનિઓને તે મમતાળુમાં પણ મમત્વ રાખવું યુક્ત નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન પરાયણ થતાં ગૌતમ મુનિ ક્ષપકશ્રેણને પ્રાપ્ત થયા. તેથી તત્કાળ ઘાતિ કર્મને ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી બાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરી, અને ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ આપી કેવળજ્ઞાનરૂપ અચળ સમૃદ્ધિથી પ્રભુની જેમ દેવતાઓ વડે પૂજાતા ગૌતમ મુનિ પ્રાંતે રાજગૃહી નગરીએ આવ્યા. ત્યાં એક માસનું અનશન કરી, ભપગ્રહી કર્મો ખપાવી, અક્ષય સુખવાળા મેક્ષપદને પ્રાપ્ત થયા. ગૌતમસ્વામી મેક્ષે ગયા પછી પાંચમા ગણધર સુધર્માસ્વામીએ પંચમ જ્ઞાનને પ્રાપ્ત કરી ઘણુ કાળ પર્યત પૃથ્વી ઉપર વિચારીને લેકેને ધર્મ દેશના આપી. પ્રાંતે તેઓ પણ રાજગૃહી નગરીએ પધાર્યા અને પોતાના નિર્દોષ સંઘને જંબુસ્વાસીને સ્વાધીન કરી દીધું. પછી સુધર્મા ગણધર પણ તેજ નગરમાં અશેષ (અષ્ટ) કમેને ખપાવી ચેાથું ધ્યાન ધ્યાતા છતા અદ્વૈત સુખવાળા સ્થાનને પ્રાપ્ત થયા. ત્યારપછી ચરમ કેવળી શ્રી જંબુસ્વામીએ પણ શ્રી વીર ભગવંતના શાસનમાં અગ્રણી થઈને ઘણુ વર્ષો સુધી ભવ્ય જનેને ધર્મ સંબંધી ઉપદેશ કર્યો અને પ્રાંતે મોક્ષે ગયા.
કર્તા કહે છે કે “શૈલેયમાં પણ સાત્વિક પુરૂષોમાં પરમ શ્રેષ્ઠ એવા અને જેમણે સર્વ પાપને નાશ કર્યો છે એવા શ્રી મહાવીર જિનેશ્વરનું પૂર્વ જન્મથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યંત સમસ્ત ચરિત્ર કહેવાને કોણ સમર્થ થાય? તથાપિ પ્રવચનરૂપ સમુદ્રમાંથી લવ માત્ર ગ્રહણ કરીને મેં વપર ઉપકારની ઈચ્છાવડે અહીં કિંચિત કીર્તના કરી છે.”
इत्याचार्य में हेमचंद्र वरचिते त्रिषष्टिशलाकापुरूषचरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर निर्वाण-गौतम.
सुधर्माजबूमोक्षगमनवर्णना नाम
કવિરાટ સ છે. समाप्तमिदं दशम पर्व. ૧ ® @ @ @ @ @
@ @ @
૨
૨
૨
૨
૨ ૨
૨
૨
૨
૨
૨
૨
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org