Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૫૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું જાણ સર્વ સુર ને અસુરના ઇદ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી જેના નેત્રમાં અગ્ર આવેલા છે એવા શકે પ્રભુને પ્રણામ કરી અંજળિ જોડીને સંજમવડે આ પ્રમાણે કહ્યું કે –“નાથ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હત્તરા નક્ષત્ર હતું, આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાંત થવાનું છે. તમારા જન્મનક્ષત્રમાં સંક્રમેલે તે ગ્રહ બેહજાર વર્ષ સુધી તમારા સંતાન (સાધુ સાધ્વી)ને બાધા ઉત્પન્ન કરશે. માટે તે ભસ્મકગ્રહ આપના જન્મનક્ષત્રે સંક્રમે ત્યાં સુધી આપ રાહ જુએ કે જેથી તમારી દૃષ્ટિએ સંક્રમણ થાય તે તમારા પ્રભાવથી તે નિષ્ફળ થઈ જાય. જે બીજાએ પણ તમને હૃદયમાં ધારણ કરે છે તેઓના કુસ્વપ્ન, અપશુકન અને કુગ્રહ પણ શ્રેષ્ટપણાને પામી જાય છે, તે હે સ્વામિન! જ્યાં તમે સાક્ષાત્ રહ્યા છે ત્યાં તે વાત જ શી કરવી. માટે પ્રસન્ન થઈને ક્ષણવાર ટકે કે જેથી તે દુગ્રહને ઉપશમ થઈ જાય.” પ્રભુ બેલ્યા–“હે શકેંદ્ર! આયુષ્યને વધારવાને કોઈ પણ સમર્થ નથી. તે તું જાણે છે તે છતાં તીર્થના પ્રેમથી મોહિત થઈને આમ કેમ બેલે છે? આગામી દુષમકાળની પ્રવૃત્તિથીજ તીર્થને બાધા થવાની છે. તેમાં ભવિતવ્યતાને અનુસરીને આ ભમક ગ્રહને પણ ઉદય થયે છે.” એવી રીતે ઇંદ્રને સમજાવીને સાડા છ માસે ઉણા ત્રીશ વર્ષ પર્યત કેવળજ્ઞાન પર્યાય પાળી, પર્યકાસને બેઠેલા પ્રભુએ બાદ કાયાગમાં રહી, આદર મનગ ને વચનોગને રૂંધ્યા. પછી સૂક્ષમ કાયવેગમાં સ્થિત થઈ ચગવિચક્ષણ પ્રભુએ બાદર કાગને પણ રૂંધી લીધે. પછી વાણી તથા મનના સૂક્ષમ ભેગને પણ કયા. એવી રીતે સુમ ક્રિયાવાળું ત્રીજુ શુકલધ્યાન પ્રાપ્ત કર્યું. પછી સુક્ષમ તનગને પણ રૂધી જેમાં સર્વ ક્રિયાનો ઉચ્છેદ થાય છે એવા સમુછિન્નક્રિય નામના ચોથા શુકલધ્યાનને ધારણ કર્યું. પછી પાંચ હQાક્ષરનો ઉચ્ચાર કરીએ તેટલા કાળમાનવાળા અવ્યભિચારી એવા શુકલધ્યાનના ચોથા પાયાવડે એરંડના બીજની જેમ કર્મબંધ રહિત થયેલા પ્રભુ યથાસ્વભાવ અજુ ગતિવડે ઉર્વગમન કરી મેક્ષને પ્રાપ્ત થયા. તે વખતે જેઓને એક લવમાત્ર સુખે કદી પણ પ્રાપ્ત થતું નથી તેવા નારકીને પણ ક્ષણમાત્ર સુખ થયું. તે કાળે ચંદ્ર નામે સંવત્સર. પ્રીતિવાદ્ધન નામે માસ, નંદિવર્ધ્વન નામે પક્ષ અને અગ્નિવેશ નામે દિવસ હતો. તેનું બીજું નામ ઉપશમ હતું. તે રાત્રિનું નામ દેવાનંદા હતું, તેનું બીજું નામ નિરતિ પણ હતું. તે વખતે અચ નામે લવ, શુક નામે પ્રાણ, સિદ્ધ નામે સ્તક અને સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત તેમજ નાગ નામે કારણ હતું. તે સમયે ન ઉદ્ધારી શકાય તેવા અતિ સૂક્ષમ કુંથુઓ ઉત્પન્ન થયા, તે સ્થિર હોય ત્યારે દષ્ટિગ્રાહા પણ થતા નહતા જ્યારે હાલતા ચાલતા ત્યારે જ દષ્ટિએ પડતા હતા. તે જોઈને “હવે સંયમ પાળવું મુશ્કેલ છે એમ વિચારીને ઘણા સાધુ અને સાધવીઓએ અનશન કર્યું, પ્રભુના નિર્વાણુને જાણીને તે સમયે ભાવદીપકને ઉછેદ થવાથી સર્વ રાજાઓએ દ્રવ્ય દીપક કર્યા. ત્યારથી લેકમાં દીપોત્સવીનું પર્વ પ્રત્યુ, અદ્યાપિ તે રાત્રે લેકમાં દીવા કરવામાં આવે છે.
૧ શુકલ ખાનને ત્રીજો પા. ૨ શુક્લધ્યાનના ચોથા પાયાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org