________________
સર્ગ ૧૩ મે ] પાંચમા છઠ્ઠ-આરાના ભાવ
[૨૪૯ તેટલા સમયમાં દીર્ઘદંત, ગુઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ્ર, શ્રીભૂતિ, શ્રીમ, પવ, મહાપર્વ, દશમ, વિમળ, વિમળવાહન અને અરિષ્ટ-એ બાર ચક્રવર્તી થશે. નંદી, નંદિમિત્ર, સુંદરબાહુ, મહાબાહુ, અતિ બળ, મહાબળ, બળ, દ્વિપૃષ્ટ અને ત્રિપૃષ્ટ-એ નવ અર્ધચક્રી (વાસુદેવ) થશે. જયંત, અજિત, ધર્મ, સુભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ અને સંકર્ષણ એ નવા બળરામ થશે. અને તિલક, લેહજંઘ, વાજંઘ, કેશરી, બલિ, પ્રહાદ, અપરાજિત, ભીમ અને સુગ્રીવ-એ નવ પ્રતિવાસુદેવ થશે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાળમાં ત્રિષિષ્ટ શલાકા પુરૂ થશે.”
આ પ્રમાણે કહી રહ્યા પછી શ્રી વીરપ્રભુને સુધર્મા ગણધરે પૂછયું કે, “હે સ્વામિન ! કેવળજ્ઞાન રૂપી સૂર્ય કયારે અને કેના પછી ઉચછેદ પામશે ?” પ્રભુ બેલ્યા–“મારા મેક્ષગમન પછી કેટલેક કાળે જંબૂ નામના તમારા શિષ્ય છેલ્લા કેવળી થશે, તેના પછી કેવળજ્ઞાન ઉચછેદ પામશે. કેવળજ્ઞાન ઉદ પામતાં કેઈને મને પર્યાય જ્ઞાન પણ નહીં થાય. પુલાક લબ્ધિ કે પરમાવધિજ્ઞાન પણ નહિ થાય, ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી બંને વિનાશ પામશે, તેમજ આહારક શરીર, જિનકલ્પ અને ત્રિવિધ સંયમ પણ નહિ રહે. તેમના શિષ્ય પ્રભવ ચૌદપૂર્વધારી થશે. અને તેના શિષ્ય શર્યાભવ પણ દ્વાદશાંગીના પારગામી થશે. તે પૂર્વમાંથી ઉદ્ધારીને દશવૈકાલિક સૂત્ર રચશે. તેના શિષ્ય યશોભદ્ર સને પૂર્વ ધારી થશે. અને તેના શિષ્ય સંભૂતિવિજય ને ભદ્રબાહુ પણ ચૌદપૂવ થશે. સંભૂતિવિજયના શિષ્ય ધૂળભદ્ર ચૌદપૂવ થશે. ત્યારપછી છેલ્લાં ચાર પૂર્વ ઉચ્છદ પામી જશે. ત્યારપછી મહાગિરિ અને સુહસ્તિથી તે વજસ્વામી સુધી આ તીર્થના પ્રવત્ત કે દશ પૂર્વધર થશે.” આ પ્રમાણે ભવિષ્યની હકીકત કહીને શ્રી વીરપ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા, અને હસ્તિપાળ રાજાની શુલ્ક (દાણ લેવાની) શાળામાં ગયા.
તે દિવસની રાત્રે જ પિતાને મોક્ષ જાણીને પ્રભુએ વિચાર્યું કે, “અહ! ગૌતમનો અને મારા ઉપર અત્યંત છે અને તે જ તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં અંતરાય કરે છે, તેથી તે નેહને મારે છેદી નાખ જેઈએ. આવું વિચારી તેમણે ગૌતમને કહ્યું-“ગૌતમ! અહિંથી નજીકના બીજા ગામમાં દેવશમાં નામે બ્રાહાણ છે, તે તમારાથી પ્રતિબંધ પામશે, માટે તમે ત્યાં જાઓ. તે સાંભળી “જેવી આપની આજ્ઞા” એમ કહી ગૌતમ વીરપ્રભુને નમીને તરતજ ત્યાં ગયા અને પ્રભુનું વચન સત્ય કર્યું અર્થાત્ તેને પ્રતિબંધ પમાડયો. અહીં કાર્તિક માસની અમાવાસ્યાની પાછલી રાત્રે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠ્ઠને તપ કરેલે છે એવા શ્રી વિરપ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફળવિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળવિપાક સંબંધી કહ્યા. પછી છત્રીશ અધ્યયન અપ્રશ્નવ્યાકરણ એટલે કોઈના પૂછયા વિના કહી, છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા. તે સમયે આસનકંપથી પ્રભુને મેક્ષસમય ૧ પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરામ ને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર. ૨ આ દેશના રીવાજ પ્રમાણે આ વદિ અમાવાસ્યાઓ, |D - 32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org