Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૩ મો ] પાંચમા-છઠ્ઠા આરાના ભાવ
[૨૪૭ તે દિવસે પૂર્ણાહુને ચારિત્રને, મધ્યાહુને રાજધર્મ અને અપરાહુને અગ્નિને ઉચ્છેદ થઈ જશે.
એવી રીતે એકવીશ હજાર વર્ષના પ્રમાણવાળે દુષમકાળ વ્યતીત થયા પછી તેટલાજ પ્રમાણુવાળે એકાંત દુષમ દુષમાકાળ પ્રવર્તાશે. તેમાં ધર્મ તત્ત્વ નષ્ટ થતાં હાહાકાર થઈ રહેશે. પશુની જેમ માતા પુત્રની વ્યવસ્થા મનુષ્યમાં પણ રહેશે નહીં. રાત્રીદિવસ કઠોર અને ઘણી રજવાળા અનિષ્ટ પવને વાયા કરશે, તેમજ દિશાઓ ધૂમ્રવણી થવાથી ભયંકર લાગશે. ચંદ્ર અત્યંત શીતળતા મૂકશે અને સૂર્ય અતિ ઉષ્ણતાથી તપશે, તેવી અતિ શીત અને અતિ ઉષ્ણતાથી પરાભવ પામેલા લેકો અત્યંત કલેશ પામશે. તે સમયે વિરસ થયેલા મેઘ ક્ષાર, આમ્લ, વિષ, અગ્નિ અને વામય થઈ તે તે રૂપે વૃષ્ટિ કરશે. જેથી લેકેમાં કાસ, શ્વાસ, શૂળ, કષ્ટ, કૂષ્ટ, જળોદર, જવર, શિરોવ્યથા અને બીજા પણ કેટલાક રોગો ઉત્પન્ન થશે. જળચર, સ્થળચર અને ખેચર તિય ચે મહા દુઃખે રહેશે, ક્ષેત્ર, વન, આરામ, લતા, વૃક્ષ અને ઘાસને ક્ષય થઈ જશે. વૈતાઢયગિરિ, ઋષભકૂટ અને ગંગા તથા સિંધુ નદી સિવાય બીજા બધા ગિરિઓ, ખાડાઓ, અને સરિતાએ સપાટ થઈ જશે. ભૂમિ અંગારાના ભાઠા જેવી ભમરૂપ થશે; તેમજ કેઈ સ્થાને અતિ ધૂળવાળી અને કેઈ સ્થાને ઘાટા કીચડવાળી થશે. મનુષ્યના શરીર એક હાથના પ્રમાણુવાળા અને માઠા વર્ણવાળા થશે, તેમજ પુરૂષને સ્ત્રીઓ નિબ્બર વાણી બોલનાર, રેગાd, ક્રોધી, લાંબા દેખાવના, ચપટી નાસિકાવાળા, નિર્લજજ અને વસ રહિત થશે. પુરૂષનું આયુષ્ય ઉત્કૃષ્ટ વીશ વર્ષનું અને સ્ત્રીઓનું સેળ વર્ષનું થશે. તે સમયમાં સ્ત્રી છ વર્ષની વયમાં ગર્ભ ધારણ કરી દુઃખે પ્રસવ કરશે. સેળ વર્ષે તે ઘણા પુત્ર પિત્રવાળી થશે અને વૃદ્ધા ગણાશે. વૈતાગિરિની નીચે તેને લગતા બીલેમાં નિવાસ થશે. ગંગા ને સિંધુ બંને નદીઓના તટ ઉપર વૈતાઢયની બંને તરફ નવ નવ બીલ છે. કુલ બહેતર બીલ છે તેમાં તેઓ રહેશે. તિર્યંચ જાતિ બધી માત્ર બીજરૂપે રહેશે. તે વિષમકાળે સર્વ મનુષ્ય તથા પશુઓ માંસાહારી, ક્રૂર અને નિવિવેકી થશે, ગંગા અને સિંધુનદીને પ્રવાહ ઘણું મસ્ય કચ્છપવાળો અને માત્ર રથના પિડાં જેટલું રહેશે. તેમાંથી લેકે રાત્રે માછલાને કાઢીને સ્થળ ઉપર મૂકી રાખશે. તે દિવસે સૂર્યના તાપથી પાકી જશે, એટલે રાત્રે તેમનું ભક્ષણ કરશે. એવી રીતે તેને નિર્વાહ ચાલશે. કેમકે તે સમયે દુધ દહી વિગેરે રસવાળા પદાર્થો, પુષ્પ, ફળ કે આગ્ર કાંઈ પણ મળશે નહીં. તેમજ શમ્યા આસનાદિ પણ રહેશે નહીં. ભરત, ઐરાવત નામના દશે ક્ષેત્રમાં એવીજ રીતે પહેલે દુષમા અને પછી અતિ દુષમકાળ બંને એકવીશ હજાર વર્ષ સુધી પ્રવર્તાશે. અવસર્પિણીમાં જેમ અંત્ય (છો) અને ઉપાંત્ય (પાંચમ) બે આરા હોય છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણમાં પેલે અને બીજે આરે હોય છે. ઉત્સપિણમાં દુષમદુષમા કાળ (અવસર્પિણીના છઠ્ઠા જેવા પહેલા આરા)ને અંત સમયે જુદા જુદા પાંચ જાતિના મેઘ સાત સાત દિવસ સુધી વર્ષશે. તેમાં પહેલે પુષ્કર નામે મેઘ વષી પૃથ્વીને તૃપ્ત કરી દેશે. બીજે ક્ષીરમેઘ ધાન્ય ઉત્પન્ન કરશે. ત્રીજે ઘૂમેઘ સ્નેહ (ચીકાસ) પેદા કરશે. ચેાથે અમૃતમેઘ ઔષધિઓને ઉત્પન્ન કરશે. પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org