________________
૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૧૦ મું લેકીને ભય હેતું નથી, તેમજ ન કર નખાતે નથી, તેવા સમયમાં પણ અહંતની ભક્તિને નહીં જાણનારા તેમજ વિપરીત વૃત્તિવાળા કુતીથી એથી મુક્તિ આદિકને ઉપસર્ગ વિગેરે થાય છે અને દશ આશ્ચર્યો પણ થયા છે.
ત્યારપછી દુષમા કાળમાં એટલે પાંચમાં આરામાં સર્વ લોકે કષાયથી લેપ પામેલી ધર્મબુદ્ધિવાળા, અને વાડ વિનાની ક્ષેત્રભૂમિની જેમ મર્યાદા રહિત થશે. જેમ જેમ આગળ કાળ જશે તેમ લેકે. વિશેષે કુતીર્થીઓએ મોહિત કરેલી બુદ્ધિવાળા અને અહિંસાદિકથી વર્જિત થશે. તેમજ ગામડા સ્મશાન જેવા, શહેર પ્રેતલેક જેવા, કુટુંબીઓ દાસ જેવા અને રાજાઓ યમદંડ જેવા થશે. રાજાએ લુબ્ધ થઈને પિતાના સેવકને નિગ્રહ કરશે અને સેવકે પોતાના સ્વજનેને લુંટશે. એમ માસ્ય ન્યાય પ્રવર્તશે. જે અંત્યે હશે તે મધ્યમાં આવશે અને જે મધ્યમાં હશે તે અંયે આવશે એમ ત વાવટાવાળા વહાણોની જેમ બધા દેશ ચલાયમાન થઈ જશે. ચેર ચેરીથી, રાજાએ કરથી, અને ભૂત ભરાયેલાની જેવા અધિકારીઓ લાંચ લઈને સર્વ પ્રજાને પીડા કરશે. જોકે સ્વાર્થમાં જ તત્પર, પરાર્થવિમુખ અને સત્ય, લજજા તથા દાક્ષિણ્યતાથી રહિત તેમજ સ્વજનેના વિરોધી થશે. શિષ્ય ગુરૂની આરાધના કરશે નહીં, ગુરૂઓ પણ શિષ્યભાવ રાખશે નહીં અને તેમને ઉપદેશાદિવડે શ્રુતજ્ઞાન આપશે નહીં. અનુક્રમે ગુરૂકુળમાં વાસ કર બંધ પડશે, ધર્મમાં મંદ બુદ્ધિ થશે અને પૃથવી ઘણા પ્રાણીએથી આકુળવ્યાકુળ થશે. દેવતાઓ પ્રત્યક્ષ થશે નહીં, પુત્રો પિતાની અવજ્ઞા કરશે, વહુએ સર્પિણી જેવી થશે અને સાસુએ કાળરાત્રિ જેવી જણાશે. કુલીન સ્ત્રીઓ પણ લજા છોડીને દષ્ટિના વિકારથી, હાસ્યથી, આલાપથી અથવા બીજા પ્રકારના વિલાસેથી વેશ્યાને અનુસરશે. શ્રાવક અને શ્રાવિકા૫ણાની હાનિ થશે, ચતુર્વિધ ધર્મને ક્ષય થશે અને સાધુ સાવીને પર્વ દિવસે કે સ્વપ્ન પણ નિમંત્રણ નહીં થાય. બેટા તલ તથા બેટાં માન ચાલશે, ધર્મમાં પણ શઠતા થશે અને પુરૂષ દુઃખી ને દુર્જનો સુખી થશે. મણિ, મંત્ર, ઔષધી, તંત્ર વિજ્ઞાન, ધન, આયુષ્ય, ફળ, પુષ્પ, રસ, રૂપ, શરીરની ઉંચાઈ, ધર્મ અને બીજા શુભ ભાવની પાંચમા આરામાં પ્રતિદિન હાનિ થશે, અને તે પછી છઠ્ઠા આરામાં તે અધિક હાનિ થશે. એ પ્રમાણે પુણયના ક્ષયવાળે કાળ પ્રસરતાં જેની બુદ્ધિ ધર્મમાં રહેશે તેનું જીવિત સફળ ગણાશે. આ ભરતક્ષેત્રમાં દુષમકાળમાં છેલ્લા દુપ્રસહ નામે આચાર્ય, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમળવાહન નામે રાજા અને સંમુખ નામે મંત્રી થશે. બે હાથ પ્રમાણુ શરીર થશે, વીશ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય થશે અને પ્રસાદિ ચારેથી ઉત્કૃષ્ટ છઠ્ઠને તપ બની શકશે. દશવૈકાળિકના વેત્તા તે ચૌદ પૂર્વ ધારી જેવા ગણાશે અને એવા મુનિએ દુપ્રસહસૂરિ પર્યત સંઘરૂપ તીર્થને પ્રતિબંધ કરશે. તે કારણ માટે ત્યાં સુધી જે કે ધર્મ નથી એવું બેલે તેને સંઘ બહાર મૂકવો. દુપ્રસહાચાર્ય બાર વર્ષ ગ્રહવાસમાં અને આઠ વર્ષ દક્ષામાં નિર્ગમન કરી છેવટે અઠ્ઠમ તપ કરી મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં જશે.
૧ નાની માછલાને મેટા માંછલાં ખાય, તેમને તેમનાથી મેટા ખાઈ જાય એ માસ્ય ન્યાય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org