Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૩ મ ] રાજા ને મંત્રીનું કૃત્રિમ ઘેલા થવું . [૨૪૩
પૃથિવીપુરીમાં પૂર્ણ નામે રાજા હતું, તેને સુબુત્તિ નામે બુદ્ધિસંપત્તિવાળે મંત્રી હતે. સુખમાં કાળ નિગમન કરતાં એક વખતે સુબુદ્ધિ મંત્રીએ દેવલેક નામના નિમિનિયાને ભવિષ્યકાળ સંબંધી પૂછયું, એટલે તે નિમિતિ બે કે-“એક માસ પછી મેઘવૃષ્ટિ થશે, તેના જળનું જે પાન કરશે, તે સર્વે ગ્રહિલ (ઘેલા) થઈ જશે. પછી કેટલેક કાળે પાછી બીજીવાર મેઘવૃષ્ટિ થશે, તેના જળનું પાન કરવાથી લોકો પાછા સારા થઈ જશે. મંત્રીએ આ વૃત્તાંત રાજાને કહ્યું, એટલે રાજાએ પડતું વગડાવીને લેકોને જળને સંગ્રહ કરવાની આજ્ઞા કરી. સર્વ લેકેએ તેમ કર્યું. પછી નિમિત્તિયાએ કહેલા દિવસે મેઘ વળે. લેકેએ તરતમાં તે તે પાણી પીધું નહીં, પણ કેટલેક કાળ જતાં લોકેએ સંગ્રહ કરેલું જળ ખુટી ગયું. માત્ર રાજા અને મંત્રીને ત્યાં જળ ખૂટ્યું નહીં, એટલે તે સિવાય બીજા સામંત વિગેરે લોકોએ નવા વરસેલા જળનું પાન કર્યું. તેનું પાન કરતાં જ તેઓ બધા ઘેલા થઈને નાચવા લાગ્યા, હસવા લાગ્યા, જેમ તેમ બોલવા લાગ્યા, ગાવા લાગ્યા અને સ્વેચ્છાએ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. માત્ર રાજા અને મંત્રી બેજ સારા રહ્યા. પછી બીજા સામંત વિગેરેએ રાજા અને મંત્રીને પિતાનાથી વિપરીત પ્રવૃત્તિવાળા જેઈ નિશ્ચય કર્યો કે, “જરૂર આ રાજા અને મંત્રી બંને ઘેલા થઈ ગયા જણાય છે, કારણકે તેઓ આપણુથી વિલક્ષણ આચારવાળા છે, તેથી તેમને તેમના સ્થાનથી દૂર કરી બીજા રાજા અને મંત્રીને આપણે સ્થાપિત કરીએ.” તેમનો આ વિચાર મંત્રીના જાણવામાં આવ્યું, તેણે રાજાને જણાવ્યું એટલે રાજાએ મંત્રીને પૂછ્યું કે- આપણે હવે તેમનાથી આત્મરક્ષા શી રીતે કરવી? કેમકે જનવૃંદ રાજા સમાન છે. મંત્રી બે કે-, હે દેવ! આપણે પણ તેમની સાથે ઘેલા થઈને તેમની જેમ વર્તવું. તે સિવાય બીજો કોઈ ઉપાય આ સમયે યોગ્ય નથી. પછી રાજા અને મંત્રી કૃત્રિમ ઘેલા થઈ તેઓની મધ્યમાં રહેવા લાગ્યા અને પિતાની સંપત્તિ ભેગવવા લાગ્યા. જ્યારે પાછો શુભ સમય આવ્યો અને શુભ વૃષ્ટિ થઈ ત્યારે તે નવીન વૃષ્ટિના જળનું પાન કરવાથી સર્વે મૂળ પ્રકૃતિવાળા (સ્વસ્થ) થયા. આ પ્રમાણે દુષમા કાળમાં ગીતાર્થ મુનિઓ પણ વેશધારીએની સાથે તેમની જેવા થઈને રહેશે, પરંતુ ભવિષ્યમાં પોતાના સમયની ઈચ્છા રાખ્યા કરશે.” આ પ્રમાણે પિતાના સ્વપ્નનું ફળ સાંભળીને મહાશય હસ્તિપાળ રાજા પ્રતિબંધ પામી દીક્ષા લઈને અનુક્રમે મોક્ષે ગયા.
આ સમયે ગૌતમ ગણધરે ભગવંતને પ્રણામ કરીને કહ્યું કે, “હે સ્વામિન! ત્રીજા આરાને અંતે ભગવાન વૃષભસ્વામી થયા, અને ચોથા આરામાં શ્રી અજિતનાથ પિગેરે વેવીશ તીર્થકરો થયા, જેમાં છેવટે તમે ઉત્પન થયા. એ પ્રમાણે આ અવસર્પિણીમાં જે બન્યું. તે જોયું. હવે દુષમા નામના પાંચમા આરામાં જે થવાનું હોય તે પ્રસન્ન થઈને કહે.” વીરપ્રભુ બેલ્યા, “હે ગૌતમ. અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસે પાંચમે આરે પ્રવેશ કરશે. અમારા નિર્વાણ પછી એગણીસે ને ચૌદ વર્ષે ગયા પછી પાટલીપુત્ર નગરમાં મ્લેચ્છ કુળમાં ચૈત્ર માસની અષ્ટમીને દિવસે વિષ્ટિમાં કલકી, રૂદ્ર અને ચતુર્મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org