Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૪૨ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૧૦ મુ'
પાસથ્થાએની સંગતથી સિંહ જેવા સત્ત્વવાળા મહિષ એ પણ તેમને શ્વાનની જેવા સાર વગરના લાગશે. સુવિહિત મુનિએની વિહારભૂમિમાં એવા લિંગધારીએ શૂળી જેવા થઈ ઉપદ્રવ કરશે. ક્ષીરવૃક્ષ જેવા શ્રાવકાને એવા મુનિએની સ ́ગત કરવા દેશે નહી. આ પ્રમાણે ક્ષીરવૃક્ષના સ્વપ્નનું ફળ છે.
૪ હવે ચેાથા સ્વપ્નનુ ફળ આ પ્રમાણે-ધૃષ્ટ સ્વભાવી મુનિએ ધર્માંથી છતાં કાકપક્ષી જેમ વિહારવાપિકામાં રમતા નથી તેમ પ્રાયઃ પેાતાના ગચ્છમાં રહેશે નહી'. તેથી બીજા ગચ્છના સૂરિએ કે જેઓ વંચના કરતા તત્પર અને મૃગતૃષ્ણુિકા જેવા મિથ્યાભાવ દેખાડનારા હશે તેની સાથે જડાશયથી ચાલશે. ‘ એમની સાથે ગમન કરવું યુક્ત નથી.' એમ ઉપદેશ કરનારાને તેઓ સામા થઈને ઉલટા ખાધા કરશે. આ પ્રમાણે કાકપક્ષીના સ્વપ્નનુ ફળ છે,
૫ શ્રી જિનમત કે જે સિંહ જેવા છે તે જાતિસ્મરણ વિગેરેથી રહિત એવા ધર્માંગ રહિત એવા આ ભરતક્ષેત્રરૂપી વનમાં જોવામાં આવશે. તેને પરતીથી રૂપી તિય ચા તા પરાભવ કરી શકશે નહી, પરંતુ સિંહના કલેવરમાં જેમ કીડા પડે અને તે ઉપદ્રવ કરે તેમ લિગીએ કે જે કૃમિની જેમ પેાતામાંથીજ ઉત્પન્ન થાય છે તેઓ ઉપદ્રવ કરશે અને શાસનની હીલણા કરાવશે. કેટલાક લિંગધારીએ તે। જૈનશાસનના પૂર્વના પ્રભાવને લીધે શ્વાપદાની જેવા અન્ય દશ નીએથી કઢિ પણ પરાભવ પામશે નહીં. આ પ્રમાણે સિંહના સ્વપ્નનુ' ફળ છે.
૬ કમળાકરમાં જેમ કમળે! સુગંધી થાય તેમ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા સર્વાં પ્રાણીએ ધાર્મિક થવા જોઈ એ, પણ હવે પછી તેમ નહી' થાય. ધર્મ`પરાયણ થઈને પણ પાછા તેએ કુસંગથી ભ્રષ્ટ થશે; અને ઉકરડામાં કમળ ઉગવાની જેમ કુદેશ અને કુકુળમાં ઉત્પન્ન થયેલા કાઈ કાઈ પ્રાણીઓ ધમી' થશે, તથાપિ તેઓ હીન જાતિના હાવાથી અનુપાદેય થશે. આ પ્રમાણે કમળના સ્વપ્નનુ ફળ છે.
૭ જેમ ફળપ્રાપ્તિને માટે ખીજ ઉષર ભૂમિમાં વાવે, તેમ કુપાત્રમાં સુપાત્ર બુદ્ધિથી અકલ્પ્ય વસ્તુએ વાવશે. અથવા જેમ કેાઈ નિરાશય ખેડુત ઘુણાક્ષર ન્યાયથી ઉત્તમ ક્ષેત્રમાં અખીજની અંતગ ત ખીજ વાવે તેમ કેાઈ શ્રાવક અકલ્પ્યની અંતગત કમ્પ્યરૂપ પાત્રદાન કરશે. આ ખીજ સ્વપ્નનું ફળ છે.
૮ ક્ષમાદિ ગુણુરૂપ ક્રમળેાથી અ'કિત અને સુચારિત્રરૂપ જળથી પૂરિત એવા એકાંતે રાખેલા કુંભની જેવા મહિષ આ કેાઈકજ સ્થાનકે અને તે પણ બહુ થાડા દેખાશે; અને મલીન કળશની જેવા શિથિળ આચાર અને ચારિત્રવાળા લિંગીએ જ્યાં ત્યાં ઘણા લેવામાં આવશે. તેઓ મત્સરભાવથી મહર્ષિ એની સાથે કળહે કરશે અને તેઓ મને, લેાકેામાં સરખા ગણાશે. ગીતાથ અને લિંગીએ નગરલેાક ઘેલા થવાથી જેમ રાજા પણ ઘેલેા થયા હતા તેમ વ્યવહારમાં ગીતા લીગીઓની સાથે રહેશે જેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org