Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૪૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૧૦ મુ’
કાંઈ પણ પ્રત્યેાજન નથી. હવે જો તે ઈશ્વર ક્રીડાને માટે આ જગત સજવા પ્રવતે તો તે બાળકની જેમ રાગવાન ઠરે, અને જે કૃપાવડે સજે તો સૌને સુખી સજવા જોઈએ. હે નાથ! દુઃખ, દરિદ્રતા અને દુષ્ટ ચેાનિમાં જન્મ ઇત્યાદિ લેશે કરીને વ્યાકુળ એવા લેાકેાને સ્રજવાથી તે કૃપાળુ ઈશ્વરની કૃપાળુતા કયાં ઠરી ? અર્થાત્ ન ઠરી. હવે જો તે ઈશ્વર ક્રમની અપેક્ષા ધરાવીને પ્રાણીને સુખી કે દુઃખી કરે છે એમ હાય તા તે તે પણ અમારી સરખા સ્વતંત્ર નથી એમ ઠરશે, અને જો આ જગતમાં કથી થયેલીજ વિચિત્રતા છે તે પછી એવા વિશ્વકર્તી નામ ધરાવનારા નપુ ́સક ઈશ્વરવડે શુ કર્ત્તવ્ય છે? અથવા મહેશ્વરની આ જગત રચવામાં સ્વભાવેજ પ્રવૃત્તિ થાય છે, તેથી તેને વિચારજ ન કરવા એમ કહેશે તે તે પરીક્ષકેાને પરીક્ષાના આક્ષેપ માટે ડંકા સમજવા. અર્થાત્ આ ખાખતની કેાઈએ પરીક્ષાજ કરવી નહીં એવું કથન ઠરશે. હવે જો સ` ભાવને વિષે જ્ઞાતૃત્વ રૂપ કર્તૃત્વ કહેતા હોય તે તે અમારે માન્ય છે, કારણ કે સર્વજ્ઞ એ પ્રકારના હાય છે. એક મુક્ત અને ખીજા દેહધારી, હે નાથ ! તમે જેના ઉપર પ્રસન્ન થાઓ છે. તે ઉપર જણાવ્યા પ્રમાણેના અપ્રમાણિક એવા સૃષ્ટિના કર્તૃત્વવાદને તજી દઈને તમારા શાસનને વિષે રમે છે.
""
આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર વિરામ પામ્યા એટલે અપાપાપુરીના રાજા હસ્તિપાળે નીચે પ્રમાણે સ્તુતિ કરી—
“હે સ્વામિન્! વિશેષજ્ઞ એવા આપની કેામળ વિજ્ઞાપનાજ કરવી એમ કાંઈ નથી, તેથી 'તઃકરણની વિશુદ્ધિને અર્થે કાંઈક કઠેર વિજ્ઞાપના કરૂ છું. હે નાથ ! તમે પક્ષી, પશુ કે સિંહાદિ વાહન ઉપર જેમના દેહ બેઠેલા હેાય એવા નથી, તેમજ તમારા નેત્ર, સુખ અને ગાત્રની વિકારવડે વિકૃત આકૃતિ પણ નથી. વળી તમે ત્રિશૂળ, ધનુષ્ય અને ચક્રાદિ શોવર્ડ યુક્ત કરપલવવાળા નથી, તેમજ સ્ત્રીના મનેહર અંગનુ` માલિ`ગન દેવામાં તત્પર એવા પણ તમે નથી. વળી નિનિક આચરણેાવર્ડ કરીને શિષ્ટ જનાને જેમણે કપાયમાન કરી દીધા છે તેવા પણ તમે નથી, તેમજ કાપ અને પ્રાસાદવડે કરીને જેણે નર અમરને વિખીત કરેલા છે તેવા પણ તમે નથી. વળી આ જગતની ઉત્પત્તિ, પાલન અને નાશ–એ કરવામાં આદરવાળા તમે નથી, તેમજ નૃત્ય, હાસ્ય ને ગાયનાદિ ઉપદ્રવેાવડૅ ઉપદ્રવિત તમારી સ્થિતિ નથી. આ પ્રમાણે હાવાથી પરીક્ષકાએ તમારી દેવપણે પ્રતિષ્ટા શી રીતે કરવી? કારણકે તમે તે સ દૈવ કરતાં સવથા વિલક્ષણ છે. હું નાથ! જળના પ્રવાહની સાથે પાંદડા, તૃણુ ને કાષ્ટાદિ તણાય તેા તે યુક્તિવાળું છે, પણ સામે પૂરે તણાય એમ કહેવુ તે કઈ યુક્તિએ માની શકાય ? પણ હુ સ્વામિત્! એવા મંદ બુદ્ધિવાળા પરીક્ષકેાના પરીક્ષણથી સહ્યું; અને મારા પશુ તેવા પ્રયાસથી સયુ. કારણ કે સ સંસારી જીવેાના રૂપથી વિલક્ષણ એવુ જ તમારૂ લક્ષણ છે તેની બુદ્ધિમાન પ્રાણીએ પરીક્ષા કરેા. આ જગત મધુ ક્રોધ, લેાલ અને ભયવડે આક્રાંત છે અને તમે તેથી વિલક્ષણુ છે. પરંતુ હું પ્રભા! વીતરાગ એવા જે તમે તે કેામળ બુદ્ધિવાળાએને શ્રાદ્ઘ થઈ શકતા નથી, અર્થાત્ તીક્ષ્ણ બુદ્ધિવાળાએજ આપને દેવપણે આળખી શકે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org