Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 237
________________ સર્ગ ૧૨ મો] વીતભય નગરનું વર્ણન વિગેરે [૨૨૩ લેશે, પંચશબ્દ વાત્રો હર્ષપૂર્વક વાગશે, અને તેની બંને બાજુ ચામરો વીંજાતા જશે. એવી રીતે મોટી ધામધુમ સાથે એ પ્રતિમાને રક્ષકજને પાટણના સીમાડામાં લાવશે. તે હકીકત સાંભળીને અંતઃપુર પરિવાર સહિત ચતુરંગ એનાથી પરવારેલે કુમારપાળરાજા સર્વ સંઘની સાથે તે પ્રતિમાની સામે જશે. ત્યાં જઈ તે પ્રતિમાને પિતાને હાથે રથમાંથી ઉતારી હાથી ઉપર બેસારીને મોટા ઉત્સવ સાથે પિતાના નગરમાં પ્રવેશ કરાવશે. અને પિતાના રાજભવનની પાસેના ક્રિડાભવનમાં રાખીને તેની વિધિપૂર્વક ત્રિકાળ પૂજા કરશે. પછી તે પ્રતિમાને અર્થે ઉદાયનરાજાએ જે આજ્ઞાલેખ લખી આપે હતો, તે વાંચીને કુમારપાળ તેને પ્રમાણ કરશે. નિષ્કપટી કુમારપાળરાજા તે પ્રતિમાને સ્થાપન કરવા માટે એક સફટિકમય પ્રાસાદ કરાવશે. જાણે અષ્ટાપદ પર રહેલા પ્રાસાદને યુવરાજ હોય તે તે પ્રાસાદ જેવાથી જગતને વિસ્મય પમાડશે. પછી તે પ્રાસાદમાં તે પ્રતિમાનું સ્થાપન કરશે. એ પ્રમાણે સ્થાપિત કરેલી તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળરાજા પ્રતિદિન પ્રતાપ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણમાં વૃદ્ધિ પામ્યા કરશે. હે અભયકુમાર ! દેવ અને ગુરૂની ભક્તિવડે એ કુમારપાળ રાજા આ ભારતવર્ષમાં તારા પિતાની જે થશે.” આ પ્રમાણે શ્રી વીરપ્રભુની પાસેથી સાંભળીને અભયકુમાર પ્રભુને નમી શ્રેણિકરાજા પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગે કે-“હે પિતાજી! જે હું રાજા થઈશ તો પછી મારાથી મુનિ થવાશે નહીં, કારણ કે શ્રી વિરપ્રભુએ ઉદાયન રાજાને છેલ્લા રાજર્ષિ કહ્યા છે. શ્રી વીરપ્રભુ જેવા સ્વામીને પામીને અને તમારા પુત્રપણાને પામીને જે હું આ ભવદુઃખને છેદ ન કરૂં તો મારા જે બીજે કયે પુરૂષ અધમ કહેવાય? હે તાત! હું નામથી અભય છું, પણ ભવભયથી સભય છું, માટે જે આજ્ઞા આજ્ઞા આપે તો હું ત્રણ ભુવનને અભય આપનારા શ્રી વીરપ્રભુને આશ્રય કરૂં. અભિમાનરૂપ સુખના હેતુભૂત એવા રાજ્યથી મારે સયું. કારણ કે મહર્ષિઓ સંતોષનેજ શ્રેષ્ઠ સુખ કહે છે.” આ પ્રમાણેનાં અભયકુમારનાં વચન સાંભળીને શ્રેણિકે રાજ્ય લેવા માટે તેને આગ્રહથી કહ્યું, તો પણ જ્યારે તેણે રાજ્ય ગ્રહણ કર્યું નહીં, ત્યારે છેવટે રાજાએ હર્ષથી અભયકુમારને વ્રત લેવાની આજ્ઞા આપી. પછી સંતોષસુખના શત્રુ જેવા રાજ્યને તૃણની જેમ છોડી દઈને અભયકુમારે શ્રી વિરપ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. જ્યારે અભયકુમારે વ્રત ગ્રહણ કર્યું ત્યારે તેની માતા નંદાએ પણ શ્રેણિક રાજાની આજ્ઞા લઈને શ્રી વિરપ્રભુના ચરણમાં આવી દીક્ષા લીધી. અભય અને નંદાએ દીક્ષા લેતી વખતે દિવ્ય બે કુંડળો અને દિવ્ય વસ્ત્રયુગ્મ જે પ્રથમ શ્રેણિકે આપેલા હતા તે હલ્લ વિહલ્લને આપ્યા. ભગવંત શ્રી વીર પ્રભુએ સુર અસુરોથી સેવાતા છતા ભવ્યજનને પ્રતિબંધ કરવાને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. અભયકુમાર વિવિધ પ્રકારના અભિગ્રહ પૂર્વક ચિરકાળ ચારિત્ર પાળી મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા. જ્યારે અભયકુમારે શ્રી વિરપ્રભુની પાસે દીક્ષા લીધી ત્યારે શુદ્ધ બુદ્ધિવાળા મગધપતિ અણિક રાજાએ આ પ્રમાણે વિચાર્યું કે, “અભયકુમાર મારા સર્વ કુમારેમાં ગુણની ભૂમિરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272