Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 238
________________ ૨૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર [ પ ૧૦ મું હતા, તે સુકૃતિએ તેા વ્રત લઈને પેાતાના સ્વાથ સાધી લીધે; તે હવે પરાક્રમી અને આયુષ્યમાન્ એવા કાઈ કુમારની ઉપર આ રાજ્યના ભાર મૂકવા જોઈએ; કારણ કે ‘રાજાઓનેા એ ક્રમ ચાલ્યેાજ આવે છે.' સગુણુ હોય કે નિર્ગુણ હોય પણ પુત્રજ પિતાની સપત્તિના અધિકારી છે; પરતુ ને પુત્ર ગુણી હાય તો પિતાનું પુણ્ય ઉજવળ ગણાય છે. અલયકુમાર વિના હવે મારા વિશ્રામનુ ધામ માત્ર મારા ગુણી પુત્ર કૂણિક છે, એજ રાજ્યને ચેાગ્ય છૅ, તે સિવાય ખીને કેાઈ રાજ્યને ચેગ્ય નથી.” આવે। નિશ્ચય કરીને મુણિકને રાજ્ય આપવાના નિરધારથી શ્રેણિકે હક્ષવિહલને અઢાર ચક્રનેા હાર અને સેચનક નામે હાથી આપ્યા. તે જોઈ કૃણિકકુમારે પેાતાના કાળ વિગેરે દશ બંધુઓને એકઠા કરીને કહ્યું કે, - પિતા વૃદ્ધ થાય તોપણ હજી રાજ્યથી તૃપ્તિ પામતા નથી. પુત્ર જ્યારે કવચધારી થાય ત્યારે રાજાએ તો વ્રત ગ્રહણુ કરે છે, આપણા જ્યેષ્ટ અભયકુમાર અંધુને ધન્ય છે કે, જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને છોડી દ્વીધી; પરંતુ આપણા વિષયાંધ પિતા તો હજુ રાજ્ય ભાગવતાં કાંઈ પણ જોતાજ નથી; માટે આજે એ પિતાને બાંધી લઇને આપણે સમયને ચેાગ્ય રાજ્ય ગ્રહણ કરીએ, તેમાં આપણને કાંઈ પણ અપવાદ લાગશે નહીં, કારણ કે તે વિવેક વિકળ થયેલા છે. પછી આપણે રાજ્યને અગ્યાર ભાગે વહેંચી લઈને ભાગવીશું. ત્યારખાદ આપણા અંધીખાને પડેલા પિતા સેંકડો વર્ષ સુધી ભલે જીવેા.” આવે વિચાર કરીને તેઓએ પેાતાના વિશ્વાસી પિતાને એકદમ ખાંધી લીધેા. “દૃષ્ટ પુત્ર ઘરમાં ઉત્પન્ન થયા છતાં પણ વિષવૃક્ષ જેવાજ છે.” કૃણિકે શ્રેણિકને શુકપક્ષીની જેમ પાંજરામાં પૂરી દીધા, વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં; એટલુંજ નહીં પણ તે પાપી કૂર્થિક પૂર્વભવના વૈરથી પ્રતિદિન સવારે અને સાંજે તેમને સે સે ચાબુક મારતો હતો. દેવે માથે નાખેલી આ દુર્દશાને શ્રેણિક ભાગવતો હતો. કેમકે “ ગજેંદ્ર સમથ' હાય તોપણ સાંકળે બંધાયેલા શું કરી શકે? ” કૂણિક શ્રેણિકની પાસે કેાઈને પણ જવા દેતો નહીં, ફક્ત માતાપણાના દાક્ષિણ્યથી ચેલ્રણાને જવામાં વારી શકતો નહી. ચેલૈંણા પ્રતિદિન સે। વાર ધેાયેલી સુરાવડે સ્નાન કરીને જવાની ઉતાવળ જણાવી આર્દ્ર કેશેજ શ્રેણિકની પાસે વારંવાર જતી હતી, અને પેાતાના કેશપાશમાં પુષ્પના ગુચ્છાની જેમ કુમાષ ( અડદ )ના એક પિંડ ગેાપવી રાખી એ પતિભક્તા રમણી શ્રેણિકને ગુપ્ત રીતે આપી દેતી હતી. દુઃપ્રાપ્ય એવા તે કુમાષના પિડ મળવાથી રાજા તેને દિવ્ય ભાજન સમાન માનતો હતો, અને તે પિંડથી પેાતાની પ્રાણયાત્રા કરતો હતો. કેમકે “ ક્ષુધા નામના રોગ અન્નરૂપ ઔષધ વિના મૃત્યુને માટે થાય છે.” પછી ચેક્ષણા સે। વાર ધેાયેલી સુરાના બિંદુએ કેશપાશમાંથી નેત્રના અશ્રુમિંદુ સાથે પાડતી હતી, અને તે સુરાના બિંદુઓનું મેઘબિંદુનુ ચાતક પાન કરે તેમ શ્રેણિક તૃષિત થઈને પાન કરતો હતો. એ બિંદુમાત્ર સુરાનું... પાન કરવાથી રાજા ચાબુકના ધાને બહુ વેદતો નહીં, તેમજ તૃષાથી પણ પીડિત થતો નહી. ૧ અસર સેરને. (( Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272