________________
૨૩૦]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું શકયું નહીં, તેથી આ સન્મુખ આવતો કાળકુમાર કે જે રણરૂપ સાગરમાં મંદરગિરિ જે છે, તેને હું આ દિવ્ય બાણથી ક્ષણમાં નિગ્રહ કરૂંઆ વિચાર કરીને પ્રાણરૂપ ધનને ચરનારૂં એક બાણ છોડી ચેટકે કાળકુમારને તત્કાળ પંચત્વ પમાડી દીધો. તે સમયે કાળકુમારની જેમ સૂર્ય પણ અસ્ત પામ્ય અને ચંપાપતિનું સૈન્ય જેમ શેકગ્રસ્ત થયું તેમ આખું જગત પણ અંધકારથી ગ્રસ્ત થયું. તે રાત્રીએ ચંપા પતિનું સિન્ય યુદ્ધ છેડી દીધા છતાં જાગ્રતજ રહ્યું. કેમકે અભક્ત શ્રીવાળા પુરૂષની જેમ માથે વૈરવાળા પુરૂષને નિદ્રા કયાંથી આવે ? વેકરાજાના સૈન્યમાં તેના સુભટોએ વીરજયંતી કરીને વાજીંત્રોના નાદવડે આનંદમાં ના નિર્ગમન .
બીજે દિવસે ચંપાપતિ કૂણિકે સેનાપતિના પદ ઉપર કાળના નાના ભાઈ મહાકાળને અભિષેક કર્યો, તેને પણ ચટક રાજાએ કાળની જેમ મારી નાંખે. એવી રીતે સેનાપતિના પદ ઉપર આવેલા શ્રેણિક રાજાના બીજા આઠ કુમારને પણ ચેટકે એક એક દિવસે મારી નાંખ્યા. એ પ્રમાણે જ્યારે પિતાની જેવા કાળ વિગેરે દશ કુમારે માર્યા ગયા ત્યારે કૃણિકે વિચાર કર્યો કે “દેવતાના પ્રસાદથી એક બાવડે ચેટકરાજા સૌને જીતી લે છે, તેથી હવે તે કોટી મનુષ્યોથી પણ જીતી શકાશે નહીં. મને ધિકાર છે કે, ચેકને આ પ્રભાવ જાણ્યા વગર દેવ જેવા મારા દશ ભાઈઓને મેં હણાવી નાખ્યા. હવે જે યુદ્ધ કરીશ તો જે ગતિ તેમની થઈ તે ગતિ મારી પણ થશે, તેથી યુદ્ધ કરવું યોગ્ય નથી, તેમ હવે ભ્રાતૃવધ જોઈને મારે અહિંથી પાછા વળવું તે પણ ઘટિત નથી, માટે હું પણ દેવતાનું આરાધન કરીને તેના પ્રભાવથી શત્રુને જીતી લઉં. “દિવ્ય પ્રભાવ દિવ્ય પ્રભાવવડેજ બાધિત થાય છે.” ઉપર પ્રમાણે ઉપાય ચિંતવી હૃદયમાં કે ઈદેવનું ધ્યાન ધરીને શ્રેણિકકુમાર કૃણિક અઠ્ઠમ ભક્ત કરી સ્થિત છે. પૂર્વ જન્મના તપથી અને તેમ. આ જન્મનું તપ મળવાથી શકેંદ્ર અને ચમહેંક તત્કાળ ત્યાં આવ્યા. તેમણે કણિકને કહ્યું કે, “હે ભદ્ર! શી ઈચ્છા છે?” તે બે-બજે તમે પ્રાન થયા છે તો ચેટકરાજાને હણી નાંખે.” શકેદ્ર ફરીથી કહ્યું કે-તે સિવાય બીજુ કાંઈ માગે, કારણ કે ચેટકરાજા શ્રાવક હોવાથી મારો સાધર્મિક છે, તેથી તેને હું કદિ પણ હણીશ નહીં. તથાપિ હું તારા દેહની રક્ષા કરીશ કે જેથી તેનાથી તું છતાઈશ નહીં.' કૃણિકે “gવમસ્તુ' કહી તે વાત સ્વીકારી. પછી અમરેંદ્ર મહાશિલા કંટક અને રથમૂશળ નામે બે વિજયદાયક સંગ્રામ કરવાનું કહ્યું. પહેલા મહાશિલા કંટક સંગ્રામમાં દુશમન તરફથી મહાશિલા આવે તો તે કાંકરા જેવી થઈ જાય છે અને દુશ્મન તરફ એક કાંટે નાંખ્યો હોય તો તે મટા શસ્ત્રથી અધિક થઈ પડે છે. બીજા રથમૂશળ સંગ્રામમાં ચારે તરફ ભમવાપણું થાય છે અને તેથી સર્વત્ર સંગ્રામ કરવા ઉઠેલું શત્રુઓનું સૈન્ય જોવામાં આવી જાય છે. પછી સુરેંદ્ર, અસુરેંદ્ર, અને નરેંદ્ર (ક્ષણિકે) મળીને ચેટકરાજાની સેના સાથે યુદ્ધ કરવા માંડયું. તે વખતે નાગરથીને પૌત્ર વરૂણ કે જે શ્રાવકના દ્વાદશ વ્રતને પાળનાર, સમ્યગુદષ્ટિ, છઠું છ ભજન કરનાર, સંસારથી વિરક્ત, અને રાજાભિયેગી છઠ્ઠને અંતે પણ અઠ્ઠમ કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org