________________
સ ૧૨ મે]
કૃણિક અને ચેટક રાજાનુ' યુદ્ધ
| ૨૩૧
હતો, તેની ચેટકરાજાએ ઘણી પ્રાર્થીના કરી એટલે તે રથમૂશળ નાનના દુઃસહુ સ`ગ્રામમાં સત્ય પ્રતિજ્ઞા લઈ સેનાપતિ થઈને યુદ્ધ કરવા પેઠો. તે યુદ્ધ કરવા માટે આક્ષેપ કરતો છતો અસહ્ન વેગવાળા રથવડે કૃણિકના સેનાપતિ ઉપર ધસી આવ્યા. રથને સામસામા કરી તે બંને યુદ્ધની ઈચ્છાથી જાણે પૃથ્વીપર સૂર્ય અને રાહુ આવ્યા હોય તેમ એક બીજાની નજીક આવ્યા. કૃણિકના સેનાપતિ યુદ્ધની માગણી કરતો છતો વરૂણની સામે ઉભેા રહીને તેને ‘ઘા કર, ઘા કર' એમ કહેવા લાગ્યા. તેના ઉત્તરમાં વરૂણ ખેલ્યેા કે-‘હું મહાભુજ ! હું શ્રાવક છું, તેથી મારે એવું વ્રત છે કે, કાઈની ઉપર પ્રથમ પ્રહાર કરવા નહીં.' તે સાંભળી ‘હે મહાસત્વ ! સામાશ છે' એમ કહી કૃણિકના સેનાપતિએ તેની ઉપર એવુ` ખાણ છેડયુ કે જેથી વરૂણનુ મમ સ્થાન વિધાઈ ગયું. પછી વરૂણે રાતાનેત્ર કરી એક પ્રહારવડેજ કૃણિકના સેનાપતિને યમદ્વારમાં પહાંચાડી દીધે; અને તત્કાળ ગાઢ પ્રહારથી વિધુર થયેલે તે રણમાંથી નીકળી ગયેા. બહાર નીકળી એક ઠેકાણે તૃણુને સથારે કરી તે પર બેસીને તે આ પ્રમાણે ચિતવવા લાગ્યા
66
આ શરીવડે સર્વ રીતે સ્વામીનુ કાર્ય કર્યું છે, હવે અંતકાળ સમીપ આવેલા હાવાથી સાધવાના અવસર છે, તેથી હવે મહાપૂજ્ય એવા અરિહંત, સ` સિદ્ધ, સાધુએ અને કેવળી ભગવંતે કહેલા ધનુ' મારે શરણુ હે; હું સર્વ જીવેાને ખમાવું છું; તેએ ખધા મારા અપરાધને ખમેા, મારે હવે સ જીવે। સાથે મૈત્રી છે; કેાઈની સાથે વૈર નથી. ત્રણ જગમાં મારૂં કઈ નથી અને હું કાઈ ના નથી. મારામાં જે જગા પદાર્થ પર મમતા હતી, તેને હું છેાડી દઉં છું. મેં મૂઢ થઇને કયા કયા પાપસ્થાનકે સેવ્યા નથી ? હવે અત્યારે નિરાગી થયેલા એવા જે હું તેના સર્વાં દુષ્કૃત્ય મિથ્યા થાઓ. દેવ, મનુષ્ય, તિય ચ અને નારકીપણામાં મે' જે જે દુષ્કૃત્ય કર્યા. હાય તે સર્વાને હું નિંદુ છું, શ્રી વીરપ્રભુ એકજ મારી ગતિ હા.” આ પ્રમાણે આરાધના કરીને તેણે ચતુર્વિધ આહારના પચ્ચખ્ખાણ કર્યા અને પછી સમાહિત મને નવકાર મંત્રનું ધ્યાન કર્યું. એ સમયે વરૂણના એક મિત્ર મિથ્યાત્વી હતો, તે રણમાંથી એકાએક બહાર નીકળી વરૂણની પાસે આવ્યે અને આ પ્રમાણે ખેલ્યા કે - હે મિત્ર! હું તમારા સ્નેહથી વેચાણ થયેલા છું, તેથી અન્ન છતાં પણ તમારા અંગીકાર કરેલા માર્ગને સ્વીકારૂં છુ. એમ કહીને તે પણ તેની જેમ યાનપરાયણ થયેા. વરૂણ નવકાર મંત્રને જપતો છતો ધર્મ ધ્યાનમાં પરાયણ થઈ સમાધિવડે મરણ પામીને સૌધમ દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયે, ત્યાં અરૂણા નામના વિમાનમાં ચાર પળ્યે પમનુ આયુષ્ય પૂ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. તેને મિથ્યાત્વી મિત્ર પણુ વરૂણના માર્ગે જ મૃત્યુ પામી તેના મિત્ર દેવતા થઈ કેાઈ ઉત્તમ કુળમાં મનુષ્ય થશે, અને ફરીને વિદેહક્ષેત્રમાં પુનઃ ઉત્તમ કુળમાં મનુષ્યપણુ. પ્રાપ્ત કરી મુક્તિમાર્ગને આરાધીને મેાક્ષપદને પામશે.
વરૂણૢ મરણુ પામવાના ખબર મળવાથી ચેટકરાજાના સુભટે લાકડીને સ્પર્શ થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org