Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 246
________________ ૨૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું વરાહની જેમ યુદ્ધ કરવાનો દ્વિગુણ ઉત્સાહ ધરાવવા લાગ્યા. તે ઉપરથી ગણરાજવડે સનાથ થયેલા ચેટકની સેનાના સુભટોએ ક્રોધવડે હેઠ ડરીને કૃણિકની સેનાને ઘણી કુટી. પિતાના સન્યને એ પ્રમાણે કુટાતું જોઈને કૃણિક રાજા પથ્થરથી હણાયેલા સિંહની જેમ ક્રોધવડે ઉદ્ધત થઈને પિતે દેડી આવ્યો. વીરકુંજર કૂણિકે સરોવરની જેમ રણભૂમિમાં કીડા કરીને શત્રુના સૈન્યને કમળ ખંડની જેમ દશે દિશાએ વિખેરી નાંખ્યું; તેથી કૃણિકને દુજે ય જાણી અતિ ક્રોધ પામેલે ચેટક કે જે શૌર્યરૂપ ધનવાળા હતા તેણે ધનુષ્ય ઉપર પેલું દિવ્ય બાણ ચઢાવ્યું તે સમયે શકેંદ્ર કણિકની આગળ વા કવચ રાખ્યું અને અમરેદ્ર તેની પછવાડે લેહકવચ રાખ્યું. પછી વૈશાળીમગરીના પતિ ચેટકે ધનુષ્યને કાન સુધી ખેંચી દિવ્ય બાણને છેડયું. પણ તે વજા કવચથી ખલિત થઈ ગયું. તે અમેઘ બાણને નિષ્ફળ થયેલું જોઈને ચેટકરાજાના સુભટે તેના પુણ્યને ક્ષય માનવા લાગ્યા. સત્ય પ્રતિજ્ઞાવાળા ચેટકે બીજું બાણ છયું, તે તે પણ નિષ્ફળ થયું એટલે તે પાછો ફર્યો. બીજે દિવસે પણ તેજ પ્રમાણે યુદ્ધ થયું, અને ચેટકે તેજ પ્રમાણે બાણ મૂકયા પણ તે સફળ થયા નહીં એવી રીતે તેમનું દિવસે દિવસે અતિ ઘેર યુદ્ધ થયું અને બંને પક્ષના મળીને એક કેટી ને એંશી લાખ સુભટે મૃત્યુ પામ્યા. તેઓ તિર્યંચમાં અને નારકીમાં ઉત્પન્ન થયા. પછી ગણરાજાઓ નાશીને પિતપોતાના નગરમાં ચાલ્યા ગયા, એટલે ચેટરજા પણ પલાયન કરીને પિતાના નગરીમાં પિશી ગયે; એટલે કૃણિકે આવીને વિશાળા નગરીને રૂંધી લીધી. પછી દરરોજ રાત્રીએ સેચનક હાથી ઉપર ચડીને હાવિહર કૃણિકના સિન્યમાં આવવા લાગ્યા અને ઘણા સૈન્યને વિનાશ કરવા લાગ્યા. કારણ કે એ સેચનક હાથી સ્વપ્ન હસ્તીની જેમ કેઈથી મારી કે પકડી શકતો નહતો, તેથી રાત્રે બધા સુઈ ગયા હોય ત્યારે આવી ઘણું સૈન્યને વિનાશ કરીને હલ્લવિહલ કુશળક્ષેમ પાછા ચાલ્યા જતા હતા. એક દિવસ મંત્રીઓ પ્રત્યે ક્રેણિકે કહ્યું કે, “આ હલ્લવિહલે તો પ્રાયે આપણા આખા સૈન્યને વિલુપ્ત કરી નાંખ્યું છે, તેથી તેઓને જીતવાને કાંઈ ઉપાય છે?” મંત્રીઓ બેલ્યા કે જ્યાં સુધી એ નરહસ્તી હલવિહલ સેચનક હાથી ઉપર બેસીને આવે છે, ત્યાં સુધી તેઓ કેઈનાથી પણ જીતી શકાશે નહીં માટે આપણે તે હસ્તીને વધ કરવાની જરૂર છે, તેથી તેના આવવાના માર્ગમાં એક ખાઈ કરી તેમાં ખેરના અંગારા સંપૂર્ણ રીતે ભરો અને તેની ઉપર આચ્છાદન કરી લઈ તેને પુલની જેમ ખબર ન પડે તેવું કરે. પછી સેચનક વેગથી દેડતો આવશે, એટલે તેમાં પડી જશે અને મરણ પામશે. કૃણિકે તરતજ ખેરના અંગારાથી પૂર્ણ એવી એક ખાઈ તેના આવવાના માર્ગમાં કરાવી અને તેની ઉપર આચ્છાદન કરી લીધું. હવે હલવિહલ પિતાના વિયથી ગવત થઈ સેચનક હાથી ઉપર બેસીને તે રાત્રે પણ કૃણિકના સૈન્યપર ધસારો કરવાને વિશાળામાંથી નીકળ્યાં. માર્ગમા પેલી અંગરાવાળી ખાઈ આવી, એટલે તરતજ સેચનક તેની રચનાને વિર્ભાગજ્ઞાનવડે જાણી ગયે, તેથી તે તેના કાંઠા ઉપર ઉભો રહ્યો. ચલાવવાને ઘણે પ્રયાસ કર્યા છતાં જરા પણ ચાલે નહીં, એટલે હલ્લવિહલે તે હાથીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272