Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૨ મે ]. કુળવાળુકનું વૃત્તાંત
[૨૩૫ કુળ' (કાંઠા)ને લેપવા લાગી અને ઉન્માર્ગગામી થવા લાગી. જે નદીના તટ ઉપર એ મુનિ રહેલા છે ત્યાં જળનું પૂર આવતાં શ્રી અહંતના શાસનની ભક્ત કે દેવીએ ચિંતવ્યું કે
જે હું આ વખતે ઉપેક્ષા કરીશ તો આ જળનું પૂર તેને તીરે રહેલા મુનિને તટના વૃક્ષની જેણુ ઘસડી જશે.” આ પ્રમાણે વિચારીને તે દેવીએ તે ગિરિનદીના પૂરને બીજી દિશામાં પ્રવર્તાવ્યું. “તપસ્વીઓને ગમે ત્યાં પણ કુશળતા થાય છે.” ત્યારથી તે મુનિનું “કુળવાળુક” એવું નામ પડયું. હાલમાં એ મહાતપસ્વી મુનિ અહીં નજીકના પ્રદેશમાં જ રહેલા છે.”
આ પ્રમાણે કુળવાળક મુનિ સંબંધી ખબર મળવાથી જેનું કપટરૂપ વૃક્ષ સફળ થયેલું છે એવી તે વેશ્યા સઘ કૃતાર્થ થઈ હોય તેમ નેત્ર વિકસિત કરતી આચાર્ય પાસેથી ઉઠી; અને ત્યાંથી પ્રયાણ કરી તીર્થયાત્રાના મિષથી માર્ગમાં ચૈત્યવંદના કરતી કરતી જે પ્રદેશમાં કુળવાળુકમુનિ હતા, ત્યાં આવી. તેમને વંદના કરીને તે માયાવી શ્રાવિકા બેલી-“હે મુનિ ! જે તમે સાથે પધારો તો હું ઉજજયંત્યાદિ તીર્થોની વંદના કરૂં.' મુનિએ કાત્સર્ગ છોડી ધર્મલાભ, આશીષ આપી, અને પૂછયું કે, “ભદ્રે ! તીર્થ વંદના કરતા કરતા તમે કયાંથી આથે છે?” તે બેલી–“મહર્ષિ ! હું ચંપાનગરીથી તીર્થ વાંદવાને માટે નીકળી છું અને મેં સર્વ તીર્થોથી ઉત્કૃષ્ટ તીર્થરૂપ એવા તમને અહીં વાંધા છે. હવે ભિક્ષાદેવથી રહિત એવું મારૂં પાથેય લઈ તેનાવડે પારણું કરીને મારા ઉપર અનુગ્રહ કરો.” તેની ભક્તિભાવના દેખીને તે મુનિનું હૃદય આદ્ધ થઈ ગયું, તેથી તત્કાળ તેની સાથે ભિક્ષા લેવાને માટે ગયા. હર્ષ પામતી એવી તે માયાવી રમણીએ પ્રથમથી તૈયાર કરી રાખેલા મેદક તે મુનિને વહેરાવ્યા. જે માદકનું પ્રાશન કરતાં જ મુનિને અતિસાર (ઝાડા) થઈ આવ્યું. “દ્રવ્યને રસવીર્યવિપાક કદિ પણ અન્યથા થતો નથી.” તે અતિસારથી મુનિ એવા પ્લાન થઈ ગયા છે, જેથી અત્યંત બળ ક્ષીણ થઈ જવાને લીધે તે પિતાના અંગને પણ ઢાંકી શકતા નહીં. તે વખતે પેલી કપટી માગધિકા યોગ્ય સમયને જાણીને બોલી કે, “મહારાજ ! મારાપર અનુગ્રહ કરવાને માટે તમે પારણું કર્યું, તેમાં મારા પાથેયનું ભજન કરતાં જ તમે આવી દુર્દશાને પ્રાપ્ત થયા, તેથી પાપસરિતારૂપ મને ધિક્કાર છે. હવે આવી દશાને પ્રાપ્ત થયેલા તમને મૂકીને મારા ચરણ બંધન પામ્યા હોય તેમ અહિંથી આગળ ચાલવાને જરા પણ ઉત્સાહિત થતા નથી.” આ પ્રમાણે કહી તે યુવતી ત્યાં રહી અને ક્ષણે ક્ષણે તે મુનિની સેવા કરવા લાગી. તેમજ તેમના અંગને ચાળવા અને ઔષધ આપવા લાગી. તે માગધિક મુનિના અંગને એવી રીતે મર્દન કરતી હતી કે જેથી તે મુનિને તેના સર્વ અંગને સ્પર્શ થતો હતો. પ્રતિદિન એવી રીતે સેવા કરીને તેણીએ તે મુનિને હળવે હળવે સાજા કર્યા; એટલે ચંપકના સુગંધથી વરની જેમ તેની ભક્તિથી તે મુનિનું હૃદય પણ વાસિત થયું, તે સાથે તેના કટાક્ષ બાણથી, અંગના સ્પર્શથી અને મૃદુ ઉક્તિથી તેમનું ચિત્ત ચળાયમાન થઈ ગયું. “સ્ત્રીના સંગે તપ
ક્યાં સુધી ટકે?” ૧ અપક્ષે પિતાનું અને સાસરાનું બને કુળ. ૨ ઝીપણે દુરાચારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org