Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૩૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું દિવસે દિવસે પરસ્પર એક શમ્યા અને આસનને પ્રસંગ થતાં કુળવાળુક મુનિ અને માગધિકા વેશ્યાને સ્પષ્ટ રીતે દંપતીવ્યવહાર થવા લાગે. પછી માગધિકા કુળવાળુક મુનિને ચંપાનગરીમાં લાવી. “કામાંધ પુરૂષ નારીને કિંકર થઈને શું શું નથી કરતો?” પછી તે વેશ્યાએ ચંપાપતિ પાસે જઈને રહ્યું કે, “દેવ! આ કુળવાળુક મુનિ છે અને તેને હું મારા પતિ કરીને લાવી છું. માટે હવે શું કરવું છે તે વિષે આશા આપે.” રાજાએ આદરપૂર્વક તે મુનિને કહ્યું કે, “જેમ વૈશાળીનગરી શીધ્ર ભાંગી જાય તેમ કરે.” રાજાની આજ્ઞા સ્વીકારીને બુદ્ધિના નિધિ કુળવાળુક મુનિ સાધુના વેશે જઅખલિતપણે વૈશાળીનગરીમાં ગયા. તે સમયે ચંપાપતિએ પ્રથમથી જ જયની પ્રત્યાશાથી ઉત્સુક થઈને પિતાના બધા સૈન્ય વડે વૈશાળીને રૂધી દીધી. માગધિકાપતિ કુળવાળુક મુનિ નગરીમાં બધા દ્રવ્યોને જોવા લાગ્યા કે “શા કારણથી આ નગરી લેવાતી નથી.” ફરતાં ફરતાં મુનિસુવ્રતસ્વામીને એક પ તેના જેવામાં આવ્યો. તેને જોઈ તેની પ્રતિષ્ઠાના લગ્ન વિષે ચિંતવતાં તેમાં બહુ ઉત્તમ યોગ પડેલા હેવાથી તે કારણજ પ્રબળપણે વિશાળીના રક્ષણનું તેના સમજવામાં આવ્યું. તેથી કંઈ પણ પ્રકારે તેને ભંગ કરાવવાની ધારણા કરીને તે વૈશાળી નગરીમાં ફરવા લાગ્યા. નગરીના રાધથી કદર્શિત થયેલા લેકો તેમને પૂછતા કે, “હે ભદંત! અમે આ શત્રુએ કરેલા નગરીના રોધથી બહુજ દુખી થઈ ગયા છીએ, તે હવે આમાંથી અમારે છુટકારે કયારે થશે? તે જે આપ જાણતા હે તે બતાવો.” મુનિ બેલ્યા કે- “હે લેકે! હું તે સારી રીતે જાણું છું. સાંભળે, જ્યાં સુધી આ નગરીમાં પેલે સ્તૂપ છે, ત્યાં સુધી નગરીને રે મટશે નહીં, અને જ્યારે એ પ ભાંગી જશે ત્યારે સમુદ્રની વેલાની જેમ શત્રુનું સન્ય અકસ્માત પાછું ખસી જશે. એટલે તે વાતની તમને ખાત્રી પણ થશે. હું ધારું છું કે-એ સૂપ ઉખેડવાથી તમારી કુશળતા થાઓ; કારણ કે એ સ્તૂપની પ્રતિષ્ઠા મહા નઠારા લગ્નમાં થઈ છે, તે જ તમને મુંઝવે છે.” આ પ્રમાણે તે ધુત્ત મુનિએ આપેલી બુદ્ધિથી ઠગાયેલા લેકેએ એ સ્તૂપને ભાંગવા માંડયો. “સર્વ જન દુઃખથી પીડિત થતાં પ્રાયઃ અકૃત્ય હેય તે પણ કરે છે.” જ્યારે લેકોએ તે સ્તૂપ ભાંગવા માંડયો ત્યારે માગધિકપતિ મુનિએ કૃણિક પાસે જઈને તેને બે કેશ સુધી પાછો હઠાડયો. તેથી લેકોએ કુળવાળકે કહેલી વાતની પ્રતીતિ આવતાં કે પાયમાન થયેલાની જેમ કઠેરપણે તે સ્તૂપને કુર્મશિલા સુધાં ઉમૂલન કરી દીધા. પછી કૂણિકે બાર વર્ષને અંતે વૈશાલીપુરીને ભગ્ન કરી નાખી; કારણ કે એ સ્તૂપના પ્રભાવથીજ તે નગરીને ભંગ થઈ શકતો નહોતો. વૈશાળીને ભંગ થવાથી ચંપા અને વૈશાળીના પતિ વચ્ચે થતું યુદ્ધ વિરામ પામ્યું. આ અવસર્પિણીમાં આવું મહાયુદ્ધ કયારે પણ થયું નથી. પછી ચંપાપતિએ વૈશાળી પતિને કહેવરાવ્યું કે- આર્ય ચેટક! તમે મારે પૂજ્ય છે, તેથી કહે. હું તમારું શું પ્રિય કરૂં?” ચેટકે ખેદ પામી તેના ઉત્તરમાં કહેવરાવ્યું કે-“હે રાજન ! તુ વિજયના ઉત્સવમાં ઉત્સુક છું, તથાપિ જરા વિલંબથી નગરીમાં પ્રવેશ કરજે.' તે આવીને ચેટકનું વચન કહ્યું, એટલે બુદ્ધિ ક્ષીણ થયેલા ચેટકરાજાએ આમાં શું માગ્યું.' એમ કહી કૃણિકે તે વચન સ્વીકાર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org