________________
૨૩૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [ પર્વ ૧૦ મું છું. તો હવે હમણું મારું એક કાર્ય સફળ કર. એટલે કે તારી સર્વ કળા ચલાવીને કુળવાળુક નામના મુનિને તારા પતિપણે કરી લાવ.” એ મનસ્વીની વેશ્યાએ “હું તે કાર્ય કરીશ” એમ સ્વીકાર્યું, એટલે ચંપાપતિએ વસ્ત્રાલંકારાદિવડે તેને સત્કાર કર્યો અને તેને વિદાય કરી. પછી તે ધીમતી રમણે ઘેર જઈ વિચાર કરીને તે મુનિને ઠગવાને મૂર્તિમતી માયા હોય તેવી કપટશ્રાવિકા થઈ. પછી જાણે ગર્ભશ્રાવિકા હેય તેમ તે દ્વાદશ પ્રકારના ગૃહીમને લકોમાં યથાર્થ અને સત્ય રીતે બતાવવા લાગી, તે ઉપરથી તે યુવતિને સરલાશયવાળા આચાર્ય અત્યપૂજામાં અને ધર્મશ્રવણમાં તત્પર એવી યથાર્થ શ્રાવિકા જાણવા લાગ્યા.
એક વખતે તે કપટશ્રાવિકાએ આવી આચાર્યને પૂછયું કે, “ગુરૂવર્ય! કુળવાળુક સાધુ કયા?” કપટશ્રાવિકાના હૃદયને નહિ જાણનારા આચાર્યો આ પ્રમાણે તેના ઉત્તરમાં કહ્યું કે,
ધર્મજ્ઞ અને પંચવિધ આચારમાં તત્પર એવા એક ઉત્તમ મુનિ હતા. તેમને કપિના જેવો ચપળ એક ક્ષુલ્લક શિષ્ય હતું. તે સમાચારીથી ભ્રષ્ટ છતાં તેને વારણા તથા સમારણદિવડે ગુરૂએ ઘણી પ્રેરણા કરી, તે પણ તે અતિ દુર્વિનિત (ક્ષુલ્લક કિંચિત્ પણ સુધર્યો નહિ. ગુરૂ દુખે સંભળાય તેવી અને શાસ્ત્રમાં કહેલી આચારશિક્ષા તેને આદરથી આપતા હતા. આગમમાં કહ્યું છે કે-“બીજા રોષ પામે કે તેને વિષના જેવી લાગે પણ જે વાત તેને ગુણ કરનારી હેય તે તેને કહી જણાવવી.” પેલે ક્ષુલ્લક ગુરૂની કાર કે મધુર કોઈ પણ પ્રકારની શિક્ષા માનતો નહીં, કારણ કે “ગુરૂની ગિરાઓ પણ લઘુકમી શિષ્ય ઉપર અસર કરે છે. એક વખતે આચાર્ય વિહાર કરતા કરતા ગિરિનગરે આવ્યા, અને તે સુકલક શિષ્યને સાથે લઈને ઉજજયંતગિરિ ઉપર ચડયા. ત્યાં દર્શનાદિ કરીને ગુરૂ નીચે ઉતરતા હતા, તે વખતે તે અધમ શિષ્ય ગુરૂને પીષી નાખવા માટે ઉપરથી એક માટે પાષાણ દે છે. તેને ખડખડાટ શબ્દ સાંભળી ગુરૂએ નેત્ર સંકેચીને જોયું, તો વજીનાળ ગળાની જેમ તે પાષાણુને પડતો દીઠે, એટલે તત્કાળ ગુરૂએ જંઘા વિસ્તારી એટલે તે પાષાણ તેના અંતરમાંથી નીકળી ગયે.
બુદ્ધિમાન ઉપર પ્રાયઃ આપત્તિ દુખ આપવા સમર્થ થઈ શકતી નથી.” આવા તેના કર્મથી ક્રોધ પામેલા ગુરૂએ તે ક્ષુલ્લકને શાપ આપ્યો કે, “હે પાપી! જા તું કેઈ સ્ત્રીના સંગે વ્રતના ભંગને પામીશ.” ક્ષુલ્લક બેલ્યો-“હે ગુરૂ ! તમારા શાપને વૃથા કરીશ એટલે કે જ્યાં કેઈ સ્ત્રી જોવામાં જ ન આવે એવા અરણ્યમાં જઈને રહીશ.” આ પ્રમાણે કહીને તે દુર્મતિ જેમ લજજાને ત્યાગ કરે તેમ ગુરૂને ત્યાગ કરી સિંહની જેમ નિજન અરણ્યમાં ચાલ્ય ગ. ત્યાં કોઈ પર્વતમાંથી નીકળતી નદીના મૂળ પાસે કાત્સગે રહો. તે માસે કે અર્ધ માસે કઈ પથિક આવે ત્યારે કાર્યોત્સર્ગને પાળતો હતો અને પારણું કરતો હતો. એવી રીતે નદીના મૂળ પાસે રહીને તે મુનિ તપ કરે છે તેવામાં આકાશ ઉપર વાદળારૂપ ચંદરવા બાંધતી વર્ષાઋતુ આવી, તેમાં અધિક જળ આવવાથી રોકવડે. કુલટા સ્ત્રીઓની જેમ નદીઓ બંને ૧ વિષયરસની વૃદ્ધિવડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org