________________
સર્ગ ૧૨ મ ] હલવિહલનું વૈશાળી નાશી જવું
[ ૨૨૯ પાસેથી કાંઈ લઈ શકું તેમ નથી, કારણ કે તે મારા યમપાત્ર ભાણેજ હેવાથી દાન આપવાને રોગ્ય છે.” આ ઉત્તર સાંભળી ત્યાંથી પાછા ફરીને દૂત ચંપાનગરીએ આવ્યો અને ચેટકરાજાએ કહેલે ઉત્તર પિતાના સ્વામી કૃણિકને કહી સંભળાવ્યો, કે જે તેના ક્રોધરૂપી અગ્નિમાં વંટળીઆ જે થઈ પડ્યો.
કૃણિકે તત્કાળ ચેટકરાજા૫ર ચડાઈ કરવાને જયભંભા વગડાવી. “મહા પરાક્રમી વીર સિંહની જેમ બીજાના આક્ષેપને સહન કરી શકતા નથી.” ભંભાનાદ સાંભળી અસામાન્ય તેજવાળા કુણિકરાજાના સૈનિકે સર્વ પ્રકારે સજજ થઈ ગયા. કાળ વિગેરે દશ બળવાન કુમારે (ણિકના ભાઈઓ) સર્વ રીતે સજજ થઈને સૈન્યની આગળ થયા. તે પ્રત્યેક કુમારની સાથે ત્રણ ત્રણ હજાર હાથીએ, તેટલાજ અ, તેટલાજ રથ અને ત્રણ કેટી પાયદળનું સૈન્ય તૈયાર થયું. આવું કૃણિકનું પ્રભુપણું હતું. આવા મોટા સૈન્યની સાથે ચંપાપતિ ચેટકરાજાની સન્મુખ ચાલ્ય; તેના સૈન્યના પ્રયાણથી પૃથવી અને સૂર્ય બંને ઢંકાઈ ગયા; રાજા ચેટકે પણ અપરિમિત સિન્યથી કણિકના સામી તૈયારી કરી. અઢાર મુગટબદ્ધ રાજાઓ તેની ફરતા વીંટાઈ વળ્યા હતા. પ્રત્યેક રાજાઓની સાથે ત્રણ હજાર ગજેદ્રો, તેટલા ઘોડા, તેટલા રથ અને ત્રણ કેટી પેદળની સેના હતી. તેથી ચેટકનું સૈન્ય પણ કૃણિકના જેટલું જ હતું. ચેટકરાજા વિશાળાથી ચાલીને પિતાના દેશની સીમા ઉપર જઈ ઉભે રહ્યો. સામું સૈન્ય આવી મળતાં પિતાના સિન્થમાં દુર્ભેદ્ય સાગરબ્યુહની રચના કરી. ચંપાપતિ કૂણિકે પણ પૂર્વે કહ્યા પ્રમાણેની પોતાની સેનાવડે શત્રુસેનાથી અભેદ્ય એવા ગરૂડધૂહની રચના કરી. બંને સેનામાં દવનિથી આકાશ અને અંતરીક્ષને પૂરતા હજારો ઘર સૈન્ય વાછત્રો વાગવા લાગ્યા, અને બંને સેનામાં કીર્તિના સ્તંભ હોય તેવા સ્તબ્ધ અને સેવકોએ પ્રચલિત કરેલા ખરવડે શંખવાદકે ફરવા લાગ્યા.
પ્રથમ કૃણિકના સિન્યના નાયક કાળકુમારે ચેટકરાજાની સેના સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. એટલે બંને સૈન્યમાં ગજારૂઢે ગજરૂઢ, સ્વારે સ્વાર, રથીએ રથી અને પત્તિએ પત્તિ યુદ્ધ કરવા લાગ્યા. ભાલાઓના ઘાતથી પડતા હાથીઓ અને ઘડાવડે બધી પૃથ્વી, પર્વત અને શિલાઓવાળી હોય તેવી દેખાવા લાગી. ભાંગેલા રથો અને હણાયેલા વીરવડે રૂધિરની નદીઓ જળમાનુષ અને બેટવાળી હોય તેવી દેખાવા લાગી. તે વખતે રણાંગણમાં વીરકુંજરના કુરણાયમાન થતા ખોથી જાણે અસિપત્રનું વન પ્રગટ થયું હોય તેમ દેખાતું હતું. ખગેથી કપાઈને ઉછળતા શુરવીરાના કરકમળે લઈને માંસભક્ષી રાક્ષસે કર્ણના આભૂષણનું કૌતુક પૂરું કરતા હતા અને સુભટના મસ્તકે ખધારાવડે જુદા પડતાં હુંકાર કરવાવડે જાણે પિતાના ધડને લડવાની આજ્ઞા કરતા હોય તેમ જણાતું હતું. આ પ્રમાણે સમુદ્રનું વહાણવડે અવગાહન કરે તેમ કાળકુમાર સાગરબ્યુહનું અવગાહન કરીને તેને પાર પામ્યાની જેમ ચેટકરાજાની પાસે આવ્યો. જ્યારે કાળ જે કાળકુમાર અકાળે પિતાની પાસે આવ્યું ત્યારે ચેટકરાજાએ વિચાર્યું કે, “વજીની જેમ આ કુમારને કઈ પણ ખલિત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org