________________
૨૨૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિરત્ર
[ પ ૧૦ મુ'
જીવિતવ્યની જેમ તને પાછે લઈ આવ્યા હતા. તને તજી દીધે। તે વખતે કુકડીના પિંછાથી તારી એક આંગળી વીધાઈ ગઈ હતી. તે પાકી જવાથી અને અંદર જીવ પડવાથી તને અત્યંત પીડા થતી હતી, તે વખતે તારી વચલી આંગળીને પણ તારા પિતા સુખમાં રાખતા હતા અને તે જ્યાંસુધી મુખમાં રાખતા ત્યાંસુધી તને સુખ થતું હતુ. અરે માઠા ચારિત્રવાળા ! આવી રીતે જે પિતાએ તને મહા કષ્ટ ભાગવી લાયિતપાલિત કર્યાં હતો, તેના ખદલામાં અત્યારે તેવા ઉપકારી પિતાને તે કારાગૃહમાં નાંખેલા છે.” કૂણિક એલ્સે –“ માતા ! મારા પિતાએ મને ગેાળના મેદક મેકલ્યા અને ધ્રુવિલને ખાંડના મેકલ્યા તેનુ' શુ' કારણુ ? ” ચિલ્લણા બેલી-હૈ મૂઢ! તું તારા પિતાને દ્વેષી છુ. એવુ' જાણી મને અનિષ્ટ થયેા હતો, તેથી ગેાળના મેાદક તો મે' મેાકલ્યા હતા.” આ પ્રમાણે ખુલાસે થવાથી કૂણિક એલ્યેા કે– “ અવિચારિત કાર્યો કરનારા એવા મને ધિક્કાર છે! પરંતુ હવે જેમ થાપણુ રાખેલી પાછી સાંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછુ' આપી દઉ છુ.” આ પ્રમાણે કહી અ" ભેાજન કર્યુ હતુ. તેવી સ્થિતિમાંજ પૂરૂ ભાજન કરવા ન રાકાતાં આચમન લઈ ધાત્રીને પુત્ર સેાંપી કૃણિક પિતાની સમીપે જવાને ઉત્સુક થઈ ઉભા થયે, અને ત્યાં જઈને ‘મારે હાથેજ પિતાના ચરણની ખેડી ભાંગી નાંખુ’’ એમ વિચારી એક લેહદ'ડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડયો.
કૂણિકે શ્રેણિક પાસે રાખેલ પહેરગીર પૂર્વના પરિચયથી શ્રેણિકની પાસે આવ્યા અને કૃણિકને ઉતાવળે આવતો જોઈ આકુળવ્યાકુળ થઈને આ પ્રમાણે મેલ્યા “અરે રાજેન્દ્ર ! સાક્ષાત્ યમરાજની જેમ લેહદ ડને ધારણ કરી તમારા પુત્ર ઉતાવળા આવે છે, તે શુ' કરશે ? તે કાંઈ અમે જાણી શકતા નથી,” તે સાંભળી શ્રેણિકે વિચાયુ કે, “ આજે તો જરૂર મારા પ્રાણજ લેશે, કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઈને આવતા હતો અને આજે તો લેાહદ'ડ લઈને આવે છે. વળી હું જાણી શકતો નથી કે તે મને કેવા કુત્સિત મારથી મારી નાખશે ! માટે તે આળ્યેા નથી ત્યાં સુધીમાં મારેજ મરણનુ શરણુ કરવું ચેગ્ય છે. ” આવું વિચારી તેણે તત્કાળ તાળપુટ વિષ જિવાના અગ્ર ભાગે મૂકયું, જેથી આગળથીજ જાણે પ્રસ્થાન કરવા તૈયાર થયેલા હાય તેમ તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા.
કૃણિક નજીક આવ્યા ત્યાં તો તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તત્કાળ તેનું છાતી કુટીને પેાકાર કર્યાં અને વિલાપ કરવા લાગ્યા કે હું પિતા ! હું આવા પાપકર્માંથી આ પૃથ્વીમાં અદ્વિતીય પાપી થયેા. વળી ‘હું જઈ પિતાને ખમાવુ'' આવે! મારે। મનેરથ પણ અત્યારે પૂર્ણ થયે નહી, તેથી હમણા તો હું અતિ પાપી છું. પિતાજી! તમારા પ્રાસાદનુ વચન તો દૂર રહ્યું પણ મેં તમારૂં તિરસ્કાર ભરેલું વચન પણ સાંભળ્યુ' નહીં, મને માઢુ દેવ વચમાં આવીને નડયું. હવે ભૃગુપાત, શસ્ત્ર, અગ્નિ કે જળથી મારે મરવું તેજ યુક્ત છે” આ પ્રમાણે અતિ શાકમાં ગ્રસ્ત થયેલા કૃણિક મરત્રાને તૈયાર થા; તથાપિ મ’ત્રીઓએ તેને સમજાવ્યે, એટલે તેણે શ્રેણિકના દેહને અગ્નિસંસ્કાર કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org