Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 236
________________ રરર] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પણને પ્રાપ્ત કરનાર અને ધર્મ જાણનાર તે રાજા દેવપૂજા અને ગુરૂવંદન કર્યા વગર ભજન કરશે નહીં. તે રાજા અપુત્ર મૃત્યુ પામેલાઓનું દ્રવ્ય લેશે નહીં. “વિવેકનું ફળ એજ છે અને વિવેકીએ સદા તૃપ્ત જ હોય છે. પાંડુ જેવા રાજાઓએ પણ જે મૃગયા (શિકાર) છોડેલ નહીં તેને એ રાજા છેડી દેશે અને તેની આજ્ઞાથી બીજા સર્વ પણ છોડી દેશે. હિંસાનો નિષેધ કરનાર એ રાજા રાજ્ય કરતે છતે મૃગયાની વાત તો દૂર રહી, પણ માંકણ કે જુ જેવા શુદ્ધ પ્રાણીઓને અંત્યજ પણ મારી શકશે નહીં. પાપદ્ધિ (મૃગયા)ને નિષેધ કરનારા એ મહાન રાજાના રાજ્યમાં અરણ્યમાં રહેતી સર્વ મૃગજાતિઓ ગષ્ટની ગાયોની જેમ સદા નિવિદોને વાગોળશે. શાસનમાં પાકશાસન (ઇદ્ર) જે તે રાજા સર્વ જળચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓની રક્ષા કરવાને માટે કાયમની અમારીષણ કરાવશે. જેઓ જન્મથીજ માંસના ખાનારા હતા તેઓ પણ તેની આજ્ઞાથી દુઃસ્વપ્નની જેમ માંસની વાર્તા પણ ભૂલી જશે. પૂર્વે દેશની રીતિથી શ્રાવકે એ જેને પૂરેપૂરું છોડ્યું નહોતું તેવા મદને આ નિર્દોષ રાજા સર્વત્ર છોડાવી દેશે. તે રાજા આ પૃથ્વી પર મને એવું રૂંધી દેશે કે જેથી કુંભકાર પણ મધના પાત્રને ઘડવા છેડી દેશે. મદ્યપાનના વ્યસનથી જેમની સંપત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા પુરૂષો એ મહારાજાની આજ્ઞાથી મને છોડી દેવાવડે સંપત્તિવાનું થશે. પૂર્વે નળ વિગેરે રાજાઓએ પણ જે ઘૂતકીડાને છોડી નથી, તે ઘતનું નામ પણ શત્રુના નામની જેમ તે ઉમૂલન કરી દેશે. તેનું ઉદયવાળું શાસન ચાલતાં આ પૃથ્વી પર પારેવાની પણ ક્રીડા અને કુકડાના યુદ્ધ પણ થશે નહિ. નિસીમ વૈભવવાળે તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામે જિનમંદિર કરાવવાથી બધી પૃથ્વીને જિનમંદિરથી મંડિત કરશે, અને સમુદ્ર પર્યત પ્રત્યેક માર્ગ તથા પ્રત્યેક નગરે અહિત પ્રતિમાની રથયાત્રાને મહત્સવ કરાવશે. દ્રવ્યના પુષ્કળ દાનવડે જગતને ત્રણમુક્ત કરીને તે રાજા આ પૃથ્વી ઉપર પોતાનો સંવત્સર ચલાવશે. આ મહાન પ્રતાપી કુમારપાળ રાજા એક વખતે કથાપ્રસંગમાં ગુરૂમુખથી કપિલમુનિએ પ્રતિષ્ઠિત કરેલી અને રજમાં ગુપ્ત થયેલી તે પ્રતિમાની વાત સાંભળશે, જેથી તત્કાળ તે ધુળિનું સ્થાન મેદાવી એ વિશ્વપાવની પ્રતિમાને બહાર કાઢી લઈ આવવાને મનોરથ કરશે. તે વખતે મનને ઉત્સાહ અને બીજા શુભ નિમિત્તાવડે એ રાજા પ્રતિમાને હસ્તગામી થવાને સંભવ માનશે. પછી ગુરૂની આજ્ઞા લઈ ગ્ય પુરૂષની ભેજના કરીને વીતભય નગરના તે સ્થળને ખેદાવવાનો આરંભ કરશે. તે વખતે પરમ આહંતુ એવા તે રાજાના સવથી શાસનદેવતો ત્યાં આવીને સાનિધ્ય કરશે. કુમારપાળ રાજાના ઘણુ પુણ્યથી ખેદાવવા માંડેલા સ્થળમાંજ તત્કાળ તે પ્રગટ થશે. તે સાથે તે પ્રતિમાની પૂજાને માટે ઉદાયન રાજાએ આપેલા ગામને આઝાલેખ પણ પ્રગટ થશે. રાજાએ નીમેલા પુરૂષે પ્રાપ્ત થયેલી તે પ્રતિમાને નવીન હોય તેમ યથાવિધિ પૂજા કરીને રથમાં બેસારશે. માર્ગમાં તેની અનેક પ્રકારે પૂજાઓ થશે, તેની પાસે અહેરાત્રી સંગીત થયા કરશે, તેની સમીપે ગામડાની સ્ત્રીએ તાળીએ દઈને રાસડા ૧ ઢા, ચમાર વિગેરે નીચ વણું. ૨ પણ-હોડ કરીને પરસ્પર લાવવા તે. ૩ વિશ્વને પવિત્ર કરનારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272