Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૨૨૧
સગ ૧૨ મ ].
વિતભય નગરનું વર્ણન વિગેરે આર્યભૂમિનું શિરમણિ, કલ્યાણનું સ્થાન અને અહત ધર્મનું એક છત્રરૂપ તીર્થ થશે. ત્યાં ને વિષે રહેલી રત્નમયી નિર્મળ અહત પ્રતિમા નંદીશ્વર વિગેરે સ્થાનોની પ્રતિમાની સત્યતા બતાવી આપશે. પ્રકાશમાન સુવર્ણકળશોની શ્રેણિથી જેમના શિખર અલંકૃત છે એવા તે ચિત્યથી જાણે સૂર્ય ત્યાં આવીને વિશ્રાંત થયે હોય તેવી શોભાને ધારણ કરશે. ત્યાં પ્રાયઃ સર્વ જન શ્રાવક થશે, અને તેઓ અતિથિસંવિભાગ કરીને જ ભજન કરશે. બીજાની સંપત્તિમાં ઈર્ષ્યા રહિત, સ્વસંપત્તિથી સંતુષ્ટ અને પાત્રમાં દાન આપનાર એવી ત્યાંની પ્રજા થશે. અલકાપુરીમાં યક્ષની જેમ ત્યાં ઘણું ધનાઢ્ય શ્રાવક થશે, તેઓ અત્યંત આહંત બની સાતક્ષેત્રોમાં દ્રવ્યને વાપરશે. સુષમા કાળની જેમ ત્યાંના સર્વે લેકે પરધન અને પરથી વિમુખ થશે. હે અભયકુમાર ! અમારા નિર્વાણ પછી સોળસો ને એગણેતેર વર્ષ જશે, ત્યારે એ નગરમાં ચૌલુક્ય કુળમાં ચંદ્રમાન, પચંડ પરાક્રમી અને અખંડ શાસનવાળે કુમારપાળ નામે ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર રાજા થશે. તે મહાત્મા પિતાની પ્રજાને પિતાની જેમ પાલન કરીને મોટી સમૃદ્ધિમાન કરશે, સરલ છતાં અતિ ચતુર, શાન્ત છતાં આજ્ઞામાં ઇંદ્ર જેવો અને ક્ષમાવાન છતાં અધષ્ય એ તે ચિરકાળ આ પૃથ્વી પર રાજ્ય કરશે. ઉપાધ્યાય જેમ પોતાના શિખેને વિદ્યાપૂર્ણ કરે તેમ તે પિતાની પ્રજાને પિતાના જેવી ધર્મનિષ્ટ કરશે. શરણેષુઓને શરણ કરવા લાયક અને પરનારી સહેદર તે રાજા પ્રાણથી અને ધનથી પણ ધર્મને બહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આજ્ઞા અને બીજા પુરૂષગુણેથી તે અદ્વિતીય થશે. તે રાજા ઉત્તર દિશામાં તુરૂષ્ક (તુર્કસ્થાન) સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિધ્યગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે. એક વખતે વજશાખા અને ચાંદ્રકુળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. તે ભકિરાજા મેઘના દર્શનથી મયૂરની જેમ તે આચાર્યના દર્શનથી હર્ષિત થઈ તેમને વંદના કરવાની ત્વરા કરશે. સૂરિ જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હતા, ત્યાં તેમને વંદના કરવાને માટે તે રાજા પિતાના શ્રાવક મંત્રીઓની સાથે આવશે. ત્યાં પ્રથમ દેવને નમસ્કાર કરીને પછી તત્વને નહીં જાણતાં છતાં પણ તે રાજા શુદ્ધ ભાવથી આચાર્યને વાંદશે. પછી તેમના મુખથી શુદ્ધ ધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળીને તે રાજા સમક્તિપૂર્વક અણુવ્રત (શ્રાવકનાં વ્રત) સ્વીકારશે. પછી સારી રીતે બેધને પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારને પારગામી થશે, અને રાજસભામાં બેઠે છતાં પણ તે ધર્મગષ્ટીથી પિતાના આત્માને રમાડશે, અર્થાત્ ધર્મચર્ચા કરશે. પ્રાય: નિરંતર બ્રહ્મચર્યને પાળનાર તે રાજા અન્ન, શાક અને ફળાદિ સંબંધી અનેક નિયમો વિશેષ પ્રકારે ગ્રહણ કરશે. સદ્દબુદ્ધિવાનું તે રાજા અન્ય સાધારણ સ્ત્રીઓને તજી દેશે એટલું જ નહિ પણ પિતાની ધર્મપત્નીઓને પણ બ્રહ્મચર્ય પાળવાને પ્રતિબંધ કરશે. સૂરિના ઉપદેશથી જીવ અજીવ વિગેરે તને જાણનાર તે રાજા આચાર્યની જેમ બીજાઓને પણ બેધિ (સમ્યક્ત્વ) પ્રાપ્ત કરાવશે. અહત ધર્મના દ્વેષી એવા પાંડુરાગી બ્રાહ્યણે પણ તેની આજ્ઞાથી ગર્ભશ્રાવક' જેવા થઈ જશે પરમ શ્રાવક ૧ જન્મયી થયેલ બાવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org