Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
–
સર્ગ ૧
–
વિતભયપત્તનમાં દેવતાએ કરેલી રેણુની વૃષ્ટિ, તેથી પ્રદ્યોતરાજાએ kx સ્થાપેલી જીવિતસ્વામીની પ્રતિમા સહિત વીતભયનગરનું
દટાઈ જવું, અભયકુમારે લીધેલી દીક્ષા, કુણિચરિત્ર,
ચેટકરાજ ચરિત, ઉદાયિરાજા-મહાવીર * સ્વામીના પરિવારનું વર્ણન
અભયકુમારે શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરીને ફરીથી પૂછ્યું કે, “હે સ્વામી ! રાજર્ષિ ઉદાયનનું પરિણામે શું થશે?” ઉત્કૃષ્ટ તીર્થંકર નામકર્મની નિર્જરા કરવામાં તત્પર એવા શ્રી જ્ઞાતનંદન પ્રભુ તેના ઉત્તરમાં બોલ્યા કે–“હે અભયકુમાર! પૃથ્વી પર વિહાર કરતાં એ ઉદાયન રાજર્ષિને અન્યદા અકાળે અપથ્ય ભોજન કરવાથી મહા વ્યાધિ ઉત્પન્ન થશે. તેમની ચિકિત્સા કરતાં નિષ્પાપ આશયવાળ વધે તેમને કહેશે કે, “હે ગુણરત્નના સાગર ! તમે સ્વદેહમાં નિઃસ્પૃહ છે, તથાપિ આ રોગની શાંતિને માટે દહીં ખાઓ.” પછી રાજર્ષિ ત્યાંથી વિહાર કરી કઈ ગાયેના સ્થાનમાં આવશે, કારણ કે ત્યાં નિર્દોષ દધિની ભિક્ષા સુલભ હોય છે. ત્યાંથી વિહાર કરીને જ્યાં પોતાના ભાણેજ કેશીને રાજા કરે છે, તે વિતભય નગરમાં આવશે. ઉદાયનને આવેલા જાણે કેશીરાજાના મંત્રીઓ તેને કહેશે કે “હે રાજન ! તમારા માતુલ ઉદાયન જરૂર તપથી કંટાળી જઈને આવ્યા જણાય છે, ઇંદ્રપદ જેવા રાજ્યને છેડી દેવાથી જરૂર તે પસ્તાયા છે, તેથી તે પાછા રાજ્ય લેવા ઈચ્છતા હોય એમ લાગે છે, માટે તમે તેને વિશ્વાસ કરશે નહીં.” તે સાંભળી કેશી બોલશે કે, “તે પોતાનું રાજ્ય પાછું ગ્રહણ કરે તો તેમાં મને શી ચિંતા છે? જે ધનવાનું પિતાનું ધન લઈ લે તો તેમાં ગોપાળને શા માટે કેપ થાય?” પછી મંત્રીઓ કહેશે કે, “હે રાજન ! તમને તમારા પુણ્યથી આ રાજ્ય પ્રાપ્ત થયું છે, કાંઈકેઈએ આપ્યું નથી, અને વળી રાજધર્મ પણ તેજ છે. ક્ષત્રિયો તો પિતા, ભાઈ, મામા, મિત્ર કે બીજાની પાસેથી બળાત્કારે પણ રાજ્ય લઈ લે છે, તો જે આપ્યું હોય તેને તો કેણ છોડી દે?” મંત્રીઓના આવા અતિ આગ્રહવાળા વચનથી કેશી ઉદાયન ઉપરની ભક્તિને તજી દેશે અને કહેશે કે, “હવે મારે શું કરવું?” એટલે તેઓ ઉદાયન મુનિને વિષ અપાવવાની સલાહ આપશે. તે ઉપરથી કેશી કઈ પશુપાલિકાની પાસે ઝેરમિશ્રિત દહીં અપાવશે. “જે બીજાની પ્રેરણાને વશ થઈ જાય તેનામાં શી બુદ્ધિ હોય?' ઉદાયનપર ભક્તિવાળા દેવતા તે વિષને હરી લઈ મુનિને કહેશે કે, “તમને અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org