Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૧ મે]. રિૌહિણેય વિગેરેનાં વૃત્તાંતે
[૨૧૭, કરીને બોલ્યો કે-“હે મહાશય તું શેક કર નહીં. તારું વિતભય નગર રજોવૃષ્ટિથી સ્થળ જેવું થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવતા નથી.આ પ્રમાણેના તેમના ઉત્તરથી ઉદાયન રાજા પાછો ફર્યો. પિતાના નગરે જતાં અંતરાળ પ્રયાણને ધનારી વર્ષારૂતુ આવી, એટલે માર્ગમાં ઉદાયન રાજાએ નગરના જેવી છાવણી નાખી. “જ્યાં રાજાઓ રહે છે, ત્યાં શહેર વસી જાય છે.” દશ મુગટબદ્ધ રાજાએ તેની રક્ષાને માટે તેની ફરતે ધૂળિને કિલ્લે કરીને રહ્યા, તેથી તે છાવણી દશપુર એવા નામથી પ્રસિદ્ધ થઈ
ઉદાયન રાજા સંગ્રામમાં કેદ કરેલા પ્રદ્યોત રાજાની ભેજન વિગેરેથી પિતાની પ્રમાણેજ સંભાળ રાખવા લાગ્યું. “ક્ષત્રિયને ધર્મજ એ છે.” અનુક્રમે પર્યુષણ પર્વ આવ્યું, એટલે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો, કેમકે તે શ્રાવક હતો. તેની આજ્ઞાથી રઈઆએ પ્રદ્યોત રાજાને પૂછ્યું કે, “આજે શું જમશે?” તે સાંભળી ઉજજયિનીપતિ ક્ષેભ પામીને ચિંતવવા લાગ્યું કે, “આ પ્રશ્ન આજ સુધી કઈ વાર થયેલ નથી; આજેજ થાય છે, તેથી તે મારા કુશળને માટે જણાતું નથી. આ ઉપહાસ્યનું વચન જરૂર મારે વધ કે બંધન સૂચવે છે. આ પ્રમાણે વિચારીને તેણે રસેઈઓને પૂછયું કે, “આજે આ પ્રશ્ન કરવાનું શું કારણ છે? કેમકે વિવાથી આકર્ષાઈને આવતી હોય તેમ રસવતી હમેશાં સમય પ્રમાણે આવ્યા કરે છે.” રાઈએ બે કે, “રાજન્ ! આજે પર્યુષણ પર્વ છે, તેથી અમારા સ્વામી અંતઃપુર પરિવાર સાથે ઉપષિત થયા છે, અર્થાત્ સૌએ ઉપવાસ કરેલ છે. હમેશાં તે જે અમારા રાજાને માટે રસેઈ થતી હતી, તેમાંથી તમને જમાડતા હતા, પણ આજે તે તમારા એકને માટે જ રઈ કરવાની છે, તેથી તમને પૂછું છું.' પ્રદ્યોતરાજા બે કે, “હે પાચક! આજે મારે પણ ઉપવાસ છે, કારણકે આ પર્વ મહા ઉત્તમ કહેવાય છે, અને મારા માતપિતા શ્રાવક હતા, તેથી મારે પણ અંગીકાર કરવા ગ્ય છે.” રાઈઓએ પ્રોતના તે વચન ઉદાયન રાજાને કહી સંભળાવ્યા. તે સાંભળી ઉદાયન બે કે-“એ ધૂર્તજન છે, તું શું નથી જાણતે? પરંતુ તે ગમે તે હોય તે પણ કારાગૃહમાં રહીને પર્યુષણ પર્વને શુભ નામ આપીને આચર્યું તેથી તે મારે ધર્મબંધુ થયો, એટલે હવે તેને કારાગૃહમાં રાખ નથી. આવું વિચારી તરતજ ઉદાયને પ્રદ્યોતને છુટો કર્યો. પર્વની રીતિ પ્રમાણે તેને ખમાવી તેના લલાટમાં જે “દાસીપતિ’ એવા અક્ષરે લખેલા હતા તેને ઢાંકવા સારૂ તેની ઉપર પટ્ટબંધ કર્યો. ત્યારથી રાજાઓમાં વૈભવસૂચક પટ્ટબંધને રીવાજ ચાલ્યું છે. પ્રથમ તે તેઓ માથે માત્ર મુગટને બંધ જ કરતા હતા. ઉદાયન રાજાએ પ્રોતને અવંતિદેશ પાછા આપે અને વર્ષાઋતુ વીતી એટલે પિતે વીતભય નગરમાં આવ્યું. તેની છાવણીમાં વણિકોએ એ સ્થિરવાસ કર્યો કે જેથી તેઓથી વસેલું તે નગર દશપુર નામથી પ્રખ્યાત થયું. શુદ્ધ બુદ્ધિવાળા થયેલા પ્રદ્યોતરાજાએ વીતભય નગરની પ્રતિમાના ખર્ચને માટે દશપુર નગર આપ્યું અને પિતે ઉજજયિનીમાં આવ્યો.
એક વખતે વિદિશામાં જઈને પ્રદ્યોતે બ્રાજિલસ્વામીના નામથી ત્યાં દેવકીય નગર વસાવ્યું. [D - 28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org