Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૧ ] શિહિણેય વિગેરેનાં વૃત્તાંત
[૨૧૫ સેંપી. “તે વિષયાસક્ત દંપતી (ચંડપ્રદ્યોત ને કુજા)ને આટલું (બીજાને સપવું તે) પણ ઘણું છે.” એક વખતે જાણે શરીરધારી તેજના રાશિ હોય તેવા હાથમાં પૂજાની સામગ્રી લઈને ઉભા રહેલા બે પુરૂષ બ્રાજિલના જોવામાં આવ્યા. નેત્રને સુખ આપનારા અને જાણે જન્મથીજ મિત્ર હોય તેવા તે બંનેને જોઈને બ્રાજિલે પૂછયું કે, “તમે કોણ છે ?” તેઓ બેલ્યા- “અમે કંબલ અને સંબલ નામે પાતાળભવનવાસી નાગકુમાર દે છીએ. ધરણેની આજ્ઞાથી વિદ્યુમ્ભાળી દેવની કરેલી આ દેવાધિદેવની પ્રતિમાને પૂજાની સામગ્રી લઈને પૂજવા આવ્યા છીએ. આ નગરી પાસેની વિદિશા નદીના કહને માર્ગે અમે નિત્યે હંસની જેમ મજજન અને ઉન્મજજન કરી છીએ. અર્થાત્ આવીએ જઈએ છીએ.” બ્રાજિલ બેલ્યો-“હે દેવતાઓ! મારા મનુષ્યના ભવમાં કલ્યાણરૂપ તમારા પાતાળના ભવને આજે મને બતાવે. કેમકે ત્યાં રહેલી શાશ્વતી પ્રતિમાના દર્શન કરવાને મને મારથ છે, તે કૃપા કરીને પૂર્ણ કરે. દેવનું દર્શન વૃથા થતું નથી.” દેવેએ હા પાડી, એટલે બ્રાજિલ જવાના ઉત્સાહમાં દેવાધિદેવની અધી પૂજા કરી, અધીર બાકી રાખીને નદીના કહેને માગે ત્યાં જવા ચાલ્યો. ત્યાં જઈને તેણે શાશ્વતી પ્રતિમાને વંદના કરી. ધરણે સંતુષ્ટ થઈને તેને કહ્યું કે “કાંઈક પ્રસાદ માગી લે.” બ્રાજિલ બે-“જેવી રીતે મારું નામ બધે વિખ્યાત થાય તેમ કરે. પિતાના નામને અવિચળ કરવું, તેજ પુરૂષોને પુરૂષાર્થ છે. ધરણંદ્ર બેલ્યા કે-“ચંડપ્રદ્યોત રાજા તારા નામથી જાણે દેવનગર હેય તેવું દેવાધિદેવ સંબંધી એક નગર વસાવશે. પરંતુ તે અહિં આવવાના ઉત્સાહમાં અર્ધ પૂજા કરી છે, તેથી એ પ્રતિમા કેટલેક કાળે ગુપ્ત રીતે મિથ્યાદષ્ટિથી પૂજાશે. તેઓ તેની નકલ કરીને બહાર રાખશે, અને આ બ્રાજિલસ્વામી નામે આદિત્ય છે એમ બોલશે. સર્વજને “બ્રાંજિલ સ્વામી સૂર્ય' એવા નામથી તે કૃત્રિમ પ્રતિમાની પૂજા કરશે. સારી રીતે જે દંભ પણ નિષ્ફળ થતો નથી.” આ પ્રમાણે સાંભળી બ્રાજિલ બેઅરે! મારી જેવા પાપીને ધિક્કાર છે! આ તો બહુ ખરાબ થયું ! મેં ઘણું અશિવકારી કામ કર્યું ! કેમકે મારા નિમિત્તે દેવાધિદેવની પ્રતિમાને ગેરવી દઈને તે દુરાશય મિથ્યાત્વીએ મારા નામથી સૂર્ય તરીકે મારી પૂજા કરશે. ધરણેન્દ્ર બેલ્યા–“હે નિષ્પાપી! તમે શા માટે શેક કરે છે? આ દુઃષમ કાળની લીલાજ એવી છે. પછી નાગકુમારેએ સ્વપ્નદશની જેમ ક્ષણમાત્રમાં જે માર્ગે લાવ્યા હતા તેજ માગે પાછે બ્રાજિલને તેના સ્થાનક ઉપર મૂકી દીધા.
અહીં વીતભય નગરમાં દાસી પ્રતિમા બદલીને ગઈ તેને બીજે દિવસે ઉદાયન રાજા નિત્ય કર્મમાં તત્પર થઈ પ્રાતઃકાળે દેવાલયમાં આવ્યા. પ્રતિમાની સામું જોતાંજ કંઠમાં રહેલી પુષ્પમાળાને ગ્લાનિ પામેલી જોઈ તત્કાળ તેણે ચિંતવ્યું કે, “જરૂર આ પ્રતિમા બીજી છે, અસલ નથી, કારણ કે તેની ઉપર ચડાવેલાં પુષે બીજે દિવસે પણ જાણે તત્કાળના ચુટેલા હોય તેવા જણાતા હતા. તેથી આ શું થયું! વળી જાણે થંભ પર રહેલી પુતળી હોય તેમ જે અહિં સદા સ્થિર રહેતી હતી, તે દાસી દેવદત્તા પણ અહિં જણાતી નથી, તેનું શું કારણ? વિચાર કરતાં જણાય છે કે ગ્રીષ્મઋતુમાં મરૂવાસી પંથીઓની જેમ મારા સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org