Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૧૪ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૧૦ સુ
એવી રીતે દૃઢપણે વ્રત પાળતાં તે મહામુનિ કપિલને છ માસને દીક્ષાપર્યાય થયે છતે ઉજ્જ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
રાજગૃહી નગરીના અંતરાળમાં અઢાર ચેાજનના પ્રમાણવાળી એક ભયંકર અટવો છે. તેમાં કડદાસના નામથી પ્રસિદ્ધ ખલભદ્ર વિગેરે પાંચસો ચાર રહેતા હતા. તે પ્રતિખાધને ચાગ્ય છે. એમ કપિલમુનિના જાણવામાં આવ્યુ'. તેથી તે ચાર લેાકેાના ઉપકારને માટે સ` પ્રાણીઓને શરણુ કરવા ચેાગ્ય કપિલ કેવળી તે દારૂણ અટવીમાં ચાલ્યા. તે ચારમાંથી એક ચાર વાનરની જેમ વૃક્ષ ઉપર ચડેલા હતા, તેણે કપિલમુનિને દૂરથી આવતા જોયા, એટલે તે ચારે ચિ’તન્યુ’ કે, ‘ આપણે પરાલય કરવા માટે આ કેઈક આવે છે.' તેણે તે વાત સેનાપતિને જણાવી. ‘આજે આ એક રમકડું આવ્યુ'. ' એમ ખેલતેા સેનાપતિ મુનિની પાસે આવ્યેા. એ અજ્ઞ સેનાપતિએ મુનિને આજ્ઞા કરી કે, હું શ્રમણ ! નૃત્ય કરા.’ કપિલમુનિ ખેલ્યા કે–‘કેાઈ વાદ્ય વગાડનાર વાદક નથી, તેા વાઘ વિના નૃત્ય શી રીતે થાય ? કારણ વિના કાર્ય હેતુ નથી. ’ પછી પાંચસો ચાર હાથવડે તાળીઓ પાડવા લાગ્યા એટલે કપિલમુનિ નાચવા લાગ્યા, અને શ્રવણુને સુખ થાય તેવી રીતે ઉંચે સ્વરે આ પ્રમાણે ગાવા લાગ્યા. આ નાશવંત સંસારમાં પૃથ્વીપર અનેક પ્રકારના દુઃખા રહેલા છે, તેથી તેવુ` કા` કરૂ કે જેથી હુ' કદિ પણ દુર્ગંતિને પામું' નહિ. આવી મતલબના પાંચસે ધ્રુવપદ કપિલમુનિએ ગાઈ ખતાવ્યા કે જે બધા પ્રાકૃત ભાષામાં અને શ્રવણુ કરવા ચૈાગ્ય રાગમાં અનાવેલા હતા. મહિષ કપિલે ગાયેલા આ ધ્રુવપદોમાંથી જુદા જુદા પદોથી જુદા જુદા ચારા પ્રતિબેધ પામતાં છેવટે પાંચસે ચારે પ્રતિબેાધ પામી ગયા, પછી કપિલ મહામુનિએ તે પાંચસે ચારાને દીક્ષા આપી. આ સવ તેમણે જ્ઞાનચક્ષુથી જોયેલુ જ હતું. એ બ્રહ્મર્ષિ કપિલ રાજગૃહી નગરીએ જઈ, દેવાધિદેવ શ્રી મહાવીરની આજ્ઞા લઈને હાલમાં તમારી નગરીને પવિત્ર કરે છે. એ સ્વયં બુદ્ધ કેવળી શ્વેતાંખીઓમાં શિરામણું છે, તે જો તમારા પુણ્યના ઉદયથી આ પ્રતિમાની પ્રતિષ્ટા કરે તો બહું ઉત્તમ થાય.”
'દ
પછી ઉજ્જયિનીના રાજાએ કપિલ કેવળી પાસે જઈ તેમની પ્રાÖના કરી, એટલે તેમણે મત્રથી પવિત્ર વાસક્ષેપ કરવાવડે તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. પછી રાજાએ બે હાથે તે પ્રતિમાનું અન તથા પૂજન કરી લુખ્ત નર જેમ ધનને રાખે તેમ તેને પેાતાના હૃદય પાસે રાખી. પછી અનિલવેગ હાથીના સ્કંધ ઉપર તે પ્રતિમા મૂકીને પેાતે એક સૈનિકની જેમ તેની પાછળ એસી તેને ધારણ કરી, દિવ્ય વિમાનથી પણ અતિ વેગવાળા ગજે દ્રવર્ડ વીતભય નગરમાં આવી તે પ્રતિમા પેલી દાસીને અણુ કરી. દાસી તે પ્રતિમાને ચૈત્યમાં મૂકી પુરાણી પ્રતિમા લઈને આવી, એટલે રાજાએ દાસી સહિત પ્રતિમાને ગજેંદ્ર ઉપર બેસારી. રાજા પણ હાથી ઉપર ચડી સત્થર ઉજ્જયિનીમાં આન્યા. તે વખતે જાણે સન્મુખ આવતી હાય તેમ તેનગરી દેખાવા લાગી.
અન્યદા વિદિશાપુરીના રહેનારા ભ્રાજિલસ્વામી નામના વણિકને વિદ્યુન્ગાળી દેવે પ્રકાશિત કરેલી ગેાશીષ ચંદનની દેવાધિદેવની તે પ્રતિમા રાજાએ અને કુબ્જાએ પૂજવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org