Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[ ૧૫
સર્ગ ૧૧ મો].
રૌહિણેય વિગેરેનાં વૃત્તાંતે રાજગૃહીપુરીને ઘેરી લીધું. પછી અભયકુમારે દેવ જેવી મધુર વાણી બોલનારા ગુપ્ત પુરૂષદ્વારા પ્રદ્યોતરાજાની ઉપર એક ખાનગી લેખ મોકલ્યો. તેમાં લખ્યું કે, શિવાદેવી અને ચિલણુની વચ્ચે હું જરા પણ ભેદ જેતે નથી, તેથી તમે પણ શિવદેવીના સંબંધથી મારે માનવા રોગ્ય છે. હે ઉજજયિનીના રાજા! તેજ કારણથી તમારું એકાંત હિત કરવાની ઈચ્છાથી હું તમને જણાવું છું કે, તમારી સાથેના બધા રાજાઓને શ્રેણિકરાજાએ ખુટવી દીધા છે. તેઓને સ્વાધીન કરવા માટે તેમણે પુષ્કળ સેનૈયા મોકલ્યા છે. જેથી તેઓ લાગ જોઈ તમને બાંધીને મારા પિતાને સેંપી દેશે. તેની ખાત્રીને માટે તેઓના વાસગૃહમાં તેઓએ સોનૈયા દાટવા હશે તે ખેદાવીને જોઈ લેજે. કેમકે દીપક છતાં અગ્નિને કોણ જુવે.” આ પ્રમાણેનો પત્ર વાંચી તેણે એક રાજાના આવાસ નીચે ખેદાયું, તે ત્યાંથી સેનયા નીકળ્યા, એટલે પ્રદ્યોતરાજાએ એકદમ ત્યાંથી પડાવ ઉઠાવી ઉજજયિની તરફ ભાગવા માંડયું. તેના નાસી જવાથી સર્વ સૈન્ય સાગરની જેમ ક્ષોભ પામી ગયું, એટલે મગધપતિએ તેમાંથી હાથી ઘોડા વિગેરે જેટલું લેવાય તેટલું લઈ લીધું. જીવ નાસિકાએ ચડાવીને પ્રદ્યોત રાજા તે વાયુવેગી અશ્વ વડે ઉતાવળો પિતાની નગરીમાં પિસી ગયે. તેની સાથે જે મુગટબદ્ધ રાજાઓ અને બીજા મહારથી હતા તેઓ પણ કાગડાની જેમ નાસી ગયા. કારણકે “નાયક વગરનું સૈન્ય હણાયેલુંજ છે.” કેશ બાંધવાનો પણ અવકાશ ન મળવાથી છુટા કેશ તેમજ છત્ર વગરના મસ્તકવડે નાસતા તેઓ પ્રદ્યોતરાજાની પછવાડે ઉજજયિનીમાં આવી પહોંચ્યા. પછી પરસ્પર વાતચિત થતાં “આ બધી અભયકુમારની માયા છે, અમે ખુટયા નથી.” એમ કહી તેઓએ સોગન ખાઈને પ્રદ્યોતરાજાની ખાત્રી કરી આપી.
એકદા ઉજજયિનીના રાજા પ્રદ્યોતે ક્રોધપૂર્વક સભા વચ્ચે કહ્યું કે, “જે કોઈ અભયકુમારને બાંધી લાવીને મને સેંપશે તેને હું ખુશી કરીશ.' તે વખતે કઈ એક ગણિકા હાથ ઉંચે કરીને બોલી કે “એ કામ કરવામાં હું સમર્થ છું.” તે સાંભળી પ્રદ્યોતરાજાએ તેને આજ્ઞા કરી કે, “તે કામ તું કર, તારે જેટલી જેશે તેટલી દ્રવ્ય વિગેરેની સહાય હું આપીશ.” તેણીએ વિચાર્યું કે, “અભયકુમાર બીજા કેઈ ઉપાયોથી પકડાશે નહીં, તેથી ધર્મનું છળ કરીને મારું કાર્ય સાધ્ય કરૂં? આમ વિચારી તેણીએ બીજી બે યુવાન સ્ત્રીઓની માગણી કરી. રાજાએ તે આપી અને પુષ્કળ દ્રવ્ય આપ્યું. પછી તે ત્રણે સ્ત્રીઓ કઈ સાધ્વીની આદરપૂર્વક ઉપાસના કરીને ઘણી ઉગ્ર બુદ્ધિવાળી હોવાથી થોડા વખતમાં બહુશ્રુત થઈ, ત્રણ જગતને છેતરવાને માયાની ત્રણ મૂત્તિ હોય તેવી તે ત્રણે શ્રેણિકના નગરમાં આવી. તે વારાંગનાઓએ નગરની બહાર ઉદ્યાનમાં નિવાસ કર્યો, અને પછી ચૈત્યોના દર્શન કરવાની ઇચ્છાએ તેણીઓ શહેરમાં આવી. અતિશય વિભૂતિવડે નૈધિક વિગેરે ક્રિયા કરીને અને પ્રભુની પૂજા કરીને તેમણે માલકેશ વિગેરે રાગરાગણીમાં પ્રભુની સ્તુતિ કરવા માંડી. તે વખતે દેવ વાંદવાની ઈચ્છાએ અભયકુમાર ત્યાં આવેલ હતા, તેણે પિતાની આગળ પ્રભુની સ્તવના કરતી તે ત્રણે સ્ત્રીઓને દીઠી. તેથી “મારા પ્રવેશથી આ શ્રાવિકાઓને દેવભક્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org