Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૧૦ મું
ખેલી કે− હૈ સ્વામિન્! બ્રહ્માદિક દેવે કાંઈ દેવાધિદેવ નથી, દેવાધિદેવ તે એક ભગવાન્ અરિહંત પરમાત્માજ છે. તેથી આ સંપુટમાં તે પ્રભુનીજ પ્રતિમા હશે તેમાં જરા પણ સંશય નથી. બ્રહ્માદિકના નામસ્મરણથી તે પ્રતિમા દર્શન આપતી નથી, પણ હું તે દેવાધિદેવના નામસ્મરણથી અરિહંત પ્રભુની પ્રતિમાને આમાંથી કાઢીને સ લેાકાને કૌતુક બતાવીશ. પછી પ્રભાવતી યક્ષક મવડે સ'પુટને સીંચી પુષ્પાંજલિ ક્ષેપન કરવાપૂર્વક પ્રણામ કરીને ઉંચે સ્વરે ખાલી કે રાગ દ્વેષ અને મેહથી રહિત, તેમજ અષ્ટ પ્રાતિહાર્યાંથી આવૃત્ત એવા દેવાધિદેવ સજ્ઞ અંત મને દર્શન આપે।.' આ પ્રમાણે ખેલતાંજ તે પ્રતિમાવાળા સંપુટ પ્રાતઃકાળે કમળકાશ ઉઘડે તેમ સ્વયમેવ ઉઘડી ગયા. અને તેની અંદર રહેલી,ગાશી'ચંદનમયી, દેવનિમિત, અમ્લાન માલ્યને ધારણ કરતી, સવ અંગેસ'પૂર્ણ' અરિહંત પ્રભુની પ્રતિમા સના જોવામાં આવી. તે સમયે અંતે શાસનની અત્યંત પ્રભાવના થઈ. પ્રભાવતી તેને નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી કે સૌમ્ય દર્શોનવાળા, સર્વજ્ઞ, અપુનભવ, જગતના ગુરૂ, ભવ્ય જનને આનંદદાયક, અને વિશ્વને ચિંતામણિરૂપ હે અર્હત્! તમે જય પામે, ’ પછી પ્રભાવતી તે વહાણવટીના ખંધુની જેમ સત્કાર કરીને તે પ્રતિમાને ઉત્સવપૂર્વક પેાતાના અંતઃપુરમાં લઈ ગઈ. અને એક સુંદર ચૈત્ય કરાવીને તેમાં તે પ્રતિમાને પધરાવી. પછી ત્રિકાળ ગાનતાન પૂર્ણાંક તે તેની પૂજા કરવા લાગી, એક વખતે પ્રભાવતીએ પતિની સાથે તે પ્રતિમાની હર્ષોંથી પૂજા કરીને નિર્દોષ સંગીતના આરંભ કર્યાં. તે વખતે રાજા યંજન, ધાતુ, સ્વર અને રાગ સ્પષ્ટ કરતા શ્રવણુ કરવા ચેાગ્ય વીણાને વગાડવા લાગ્યા અને પ્રભાવતી અંગહારને સ્પષ્ટ કરતી તેમજ સવ અંગના અભિનયને દેખાડતી તાંડવપૂર્ણાંક પ્રીતિથી નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે પ્રવતતાં એક સમયે રાજાએ ક્ષણવાર પ્રભાવતીના મસ્તકને જોયુ' નહી. અને રણભૂમિમાં હોય તેમ માત્ર તેના ઘડને જ નાચતું જોયું. આ અનિષ્ટ જોવાથી રાજા તા ક્ષેાભ પામી ગયેા. તેથી જાણે નિદ્રા આવી ગઈ હાય તેમ તેના કરમાંથી વીણા વગાડવાની કાંખી પડી ગઈ. અકસ્માત્ તાંડવ નૃત્યના છેદ થવાથી રાણી ક્રોધ પામીને ખેલી કે–‘અરે સ્વામિન્! તમે વાદ્ય વગાડતાં અંધ કેમ થયા? શું હું તાળમાંથી ભ્રષ્ટ થઈ?' આ પ્રમાણે તેણીએ વારંવાર કાંખી પડી જવાનું કારણ પૂછ્યું, ત્યારે છેવટે રાજાએ જે જોયું હતુ. તે જણાવી દીધુ.. “ સ્ત્રીના આગ્રહ ખળવાન છે. ” તે સાંભળી રાણી એટલી− હૈ પ્રિય! આવા દુનિમિત્તથી મારૂં આયુષ્ય અલ્પ છે, એમ નિશ્ચય થાય છે. પણુ જન્મથી અર્હત્ ધર્મને પાળનારી એવી મને મૃત્યુના કિચિત પણ ભય નથી; ઉલટુ' તે દુનિમિત્તનું દર્શન મને તે આનંદના હેતુ છે. કેમકે તે મને સ`વિરતિ અંગીકાર કરવાના સમય સૂચવે છે.’ આ પ્રમાણે કહી હૃદય સાથે વિચાર કરતી પ્રભાવતી અંતઃપુરમાં ગઈ, પરંતુ અહુ હુ'ના વચનથી જેના કાન અવિદ્ધ છે એવા રાજા તા કાંઈક મનમાં કચવાયે.
દ
એક વખતે પ્રભાવતીએ સ્નાન શૌચ કરી દેવાચનને માટે ચેાગ્ય એવાં વસ્ત્રો દાસી પાસે મંગાવ્યાં, દાસી વસ્ત્ર લાવી. ભાવી અનિષ્ટને લીધે રાણીએ તે વસ્તુને રક્ત જોયા,
આ
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org