________________
૨૧૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૧૦ મું એક ઉદ્યાન બતાવ્યું. “આ તાપસનું વન છે, અને તેના પર મારી ભક્તિ છે, તેથી હવે અહીં મારી ફળની ઈચ્છા પૂર્ણ થશે.” એવું ધારી રાજા વાનરની પેઠે ફળો લેવા દો . એટલે તત્કાળ તે માયાવી તાપસે ક્રોધથી તેની સામે દેડી આવ્યા અને રાજાને મારવા માંડયો, તેથી ક્રોધ પામીને નષ્ટ બુદ્ધિવાળો રાજા ચેરની જેમ નાચવા લાગે. નાસતાં નાસતાં તેણે આગળના ભાગમાં સાધુઓને ઉભેલા જોયા, તેમણે રાજાને “ભય પામે નહિ” એમ કહ્યું, એટલે રાજા તેમને શરણે ગયે. તેમણે કરેલી આશ્વાસનાથી સ્વસ્થ થઈને રાજાએ ચિંતવ્યું કે, “ધિકાર છે. આ ક્રૂર કર્મવાળા તાપસેને કે જેઓએ મને જન્મથીજ છેતર્યો છે.” પછી સાધુઓએ તેને શિક્ષા આપી કે, “આ સંસારમાં એક ધર્મજ શરણ કરવા ગ્ય છે. તેથી ધર્માથી બુદ્ધિવાળા પુરૂષ દેવ, ધર્મ અને ગુરૂની પરીક્ષા કરવી. અઢાર દેથી મુક્ત હોય તેજ દેવ, જેમાં દયા મુખ્ય હેય તેજ ધર્મ અને બ્રહ્મચારી તથા આરંભ પરિગ્રહ રહિત હોય તેજ ગુરૂ કહેવાય છે.' ઈત્યાદિક ઉપદેશવડે તે સાધુઓએ રાજાને પ્રતિબંધિત કર્યો. તેથી હૃદયમાં કોતર્યો હોય તેમ જિનધર્મ તેના ચિત્તમાં સ્થિર થયા. પછી તે દેવા પ્રત્યક્ષ થઈ રાજાને અહંત ધર્મમાં
સ્થાપન કરીને અંતર્ધાન થઈ ગયો એટલે રાજાએ પોતાને સભાસ્થાનમાં જ બેઠેલે છે. તે દિવસથી ઉદાયનરાજા દેવતત્વ, ગુરૂતત્વથી સમ્યફ પ્રકારે અધિવાસિત થયે.
આ સમયમાં ગાંધાર દેશને ગાંધાર નામે કઈ પુરૂષ શાશ્વત પ્રતિમાને વાંદવાની ઈચ્છાએ વૈતાઢયગિરિ પાસે આવ્યું, અને વૈતાવ્યગિરિના મૂળમાં ઉપવાસ કરીને બેઠે. એટલે શાસનદેવીએ સંતુષ્ટ થઈ તેના મને રથને પૂર્ણ કર્યો. પછી કૃતાર્થ થયેલા તે પુરૂષને દેવીએ વૈતાઢયગિરિની તળેટીમાં મૂક્યો અને ધારેલા મરથને આપનારી એને આઠ ગોળીઓ તેને આપી. તેમાંથી એક ગોળી મુખમાં રાખી તેણે ચિંતવ્યું કે “શ્રી વીતભય નગરમાં શ્રી દેવાધિદેવની પ્રતિમાની મારે વંદના કરવી છે. એવું કહેજતાં તે વીતભય નગરે પહેંચે. ત્યાં પિલી કુછજા દાસીએ તેને દેવાધિદેવની પ્રતિમાની વંદના કરાવી. ત્યાં રહેતાં એક દિવસે તે ગાંધારના શરીરમાં કઈ વ્યાધિ ઉત્પન્ન થયે, તેથી અહંધર્મમાં વત્સળ એવી કુજાએ તેની સેવા કરી. સદ્દબુદ્ધિવાળા ગાંધારે પિતાનું અવસાન કાળ નજીક આવેલે જાણે કુજાને પેલી ગળીઓ આપી દીધી અને પોતે દીક્ષા ગ્રહણ કરી. કુરૂપા કુન્નાએ રૂપની ઈચ્છાએ એક ગળી સુખમાં રાખી, તેથી તે ઉપવાદ શય્યામાં ઉત્પન્ન થયેલી દિવ્ય રૂપને ધારણ કરનારી દેવી જેવી તત્કાળ થઈ ગઈ. તેના સર્વ અંગને વર્ણ સુવર્ણના જે થઈ ગયે. તેથી લેકે તેને “સુવર્ણગુલિકા” એવા નામથી બેલાવવા લાગ્યા. પછી તેણીએ બીજી ગોળી મુખમાં રાખી ચિંતવ્યું કે, “જે ચોગ્ય પતિ ન હોય તો મારું આ રૂપ વૃથા છે, અહીંના ઉદાયનરાજા તો મારે પિતા સમાન છે અને બીજાઓ તો તેના પાળા જેવા છે, તેથી પ્રચંડ શાસનવાળે ચંડપ્રદ્યોત રાજા મારા પતિ થાઓ” પછી દેવતાએ પ્રદ્યોતરાજાની પાસે જઈને તેણીના રૂપનું વર્ણન કર્યું. તે સાંભળી પ્રદ્યોતે કુજાની પ્રાર્થનાને માટે દૂત મોકલ્યો. તે ત્યાં જઈને પ્રાર્થના કરી એટલે તેણીએ દૂતને કહ્યું “મને પ્રદ્યોતરાજા બતાવ.” તે આવી તે પ્રમાણે પ્રોતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org