Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૧ મે ]. રૌહિણેય વિગેરેનાં વૃત્તાંત
[૨૦૯ વસ્ત્ર પૂજાના સમયે અનુચિત છે” એમ ધારી રાણી દાસીપર ક્રોધ પામી, તેથી તેણે તત્કાળ દાસી પર ઘા કર્યો, તેટલા પ્રહારમાત્રથી જ તે મૃત્યુ પામી ગઈ. “મૃત્યુની ગતિ વિષમ છે.” પછી તરતજ પ્રભાવતીએ તે વઅને ઉજજવળ જેયા, તેથી ચિંતવવા લાગી કે, “મને ધિક્કાર છે! મેં મારા પ્રથમ વ્રતને ખંડિત કર્યું. બીજા પંચંદ્રિયનો વિઘાત કર્યો હોય તે તે પણ નરકનું કારણ છે, તે આ સ્ત્રી હત્યાની તો વાત જ શી કરવી? માટે હવે તો મારે ચારિત્ર અંગીકાર કરવું તેજ શ્રેયકારી છે. પછી રાજ્ઞીએ તે દુનિમિત્તે રાજાને જણાવી પિતે કરેલું સ્ત્રી હત્યાનું મહાપાપ અને પિતાને થયેલ વૈરાગ્ય પણ અંજળિ જોડીને જણાવ્યા. પછી પ્રાર્થના કરી કે, “હે સ્વામિન્ ! હું ખરેખર અલ્પાયુ છું, તેથી સર્વવિરતિને માટે મને હમણાજ આજ્ઞા આપો. પ્રથમ તમે મને મસ્તક વગરની જેઈ હતી અને હમણા મેં વસ્ત્રના રંગને ફારફેર જે, આ બે દુનિમિત્ત થયા. આ બે દુનિમિત્તથી મને અલ્પાયુષ્યનો નિશ્ચય થાય છે, તેથી હવે અહિં સમયને ચગ્ય દીક્ષા ગ્રહણ કરવામાં મને વિદન કરશે નહીં.” આવી રીતે
જ્યારે તેણીએ ઘણું આગ્રહથી કહ્યું, ત્યારે રાજા બે કે-“મહાદેવી! જે તમને રૂચે તે કરે. પણ હે દેવી! જે તમે દેવપણને પામે તો જરૂર મને પ્રતિબંધ કરવા આવજે. મારે માટે ક્ષણવાર સ્વર્ગના સુખને અંતરાય સહન કરજે.” તે વાત કબુલ કરીને પ્રભાવતી સર્વવિરતિપણું અંગીકાર કરી અનશન આરાધીને મૃત્યુ પામી અને પ્રથમ દેવલોકમાં મહદ્ધિક દેવતા થઈ
દેવાધિદેવની પ્રતિમા જે અંતઃપુરના ચૈત્યમાં રાખી હતી તેને દેવદત્તા નામની પ્રભાવતીની કુજા દાસી તેજ પ્રમાણે પૂજતી હતી. દેવતાં થયેલ પ્રભાવતીએ ઉદાયનરાજાને ઘણી રીતે પ્રતિબોધ પમાડવા માંડે પણ તે પ્રતિબંધ પામ્યું નહીં; તેથી અવધિજ્ઞાનવડે તેને ઉપાય ચિંતવીને આ પ્રમાણે પ્રયોગ કર્યો. એક વખતે તે પ્રભાવતી દેવ તાપસને રૂપે હાથમાં દિવ્ય અમૃતફળ ભરેલું પૂરું પાત્ર લઈ ઉદાયનરાજા પાસે આવ્યા. એક તો તાપસ ને વળી તે આવી ઉત્તમ ભેટ લઈને આવ્યું, તેથી સોનું અને સુગંધ જેવું થયું, એમ ધારી તાપસના ભક્ત રાજાએ તે તાપસને ઘણું માન આપ્યું. પછી જાણે પરમાનંદના બીજ હોય તેમ પાકાં અને કપૂરની ખુશબવાળાં તે ઈષ્ટ ફળ રાજાએ ભક્ષણ કર્યા. તેથી પ્રસન્ન થઈને રાજાએ તે તાપસને પૂછયું કે, “હે મહાશય! આવાં અપૂર્વ ફળ તમે કયાંથી મેળવ્યાં? તે સ્થાન મને બતાવો.” તાપસ બે–આ નગરની નજીકમાંજ દષ્ટિવિશ્રામ નામે એક આશ્રમ છે, તેમાં આવાં ફળો થાય છે.” રાજાએ કહ્યું કે, “ચાલે, મને તે આશ્રમ બતાવો.” પછી દેવતા રાજાને જાણે વિદ્યા આપવી હોય તેમ ત્યાંથી એકલેજ સાથે લઈ ચાલ્યા. થોડેક દૂર જઈને તેણે પિતાની દિવ્ય શક્તિથી તેવાંજ ફળેથી મનરમ અને અનેક તાપસોથી વ્યાપ્ત એવું નંદનવન જેવું
૧ દષ્ટિને આનંદ આપે તેવો-સુંદર,
D - 27,
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org