Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૧ ] રોહિણેય વિગેરેનાં વૃત્તાંત
[ ૨૦૭ પ્રતિબંધ કર્યો હતો, તે યાદ આપીને કહ્યું કે, “હે મિત્ર! તે વખતે મારા ઉપદેશથી તે આહત ધમને આશ્રય કર્યો નહીં અને મૂઢ બુદ્ધિવડે પતંગની જેમ અગ્નિમાં પડીને મૃત્યુ પામે અને તે જિનધર્મને જાણી-દીક્ષા પાળીને મૃત્યુ પામે. એથી આપણે બંનેને પોતપોતાના પૂર્વકનું આવું જુદું જુદું પરિણામ આવ્યું.” તે સાંભળી પંચશૈલપતિ દેવને ઘણે નિર્વેદ ઉત્પન્ન થયે, તેથી તે બે કે-“હે મિત્ર! હવે હું શું કરૂ?” ત્યારે નાગિલદેવે કહ્યું કે-“મિત્ર! તારા ગૃહસ્થપણાની ચિત્રશાળામાં કાચોત્સર્ગ મુદ્રામાં રહેલા ભાવયતિ શ્રી મહાવીર પ્રભુની મૂતિ કરાવ. હે બંધુ! એ આહતી પ્રતિમા કરાવ્યાથી તને આગામી ભવમાં બોધિબીજરૂપ મહા ફળની પ્રાપ્તિ થશે, કારણ કે રાગદ્વેષ અને મહિને જીતનારા એવા શ્રી અરિહંતની પ્રતિમા જે કરાવે તેને સ્વર્ગ તથા મેક્ષ આપનાર ધર્મની પ્રાપ્તિ થાય છે. જિનપ્રતિમા કરાવનારને કુત્સિત જન્મ, કુગતિ, દારિદ્ર, દર્ભાગ્ય અને બીજું કઈ પ્રકારનું કુત્સિતપણું પ્રાપ્ત થતું નથી.”
વિધ·ાળી દેવ આ પ્રમાણેની તેની આજ્ઞાને સ્વીકારી સત્વર ક્ષત્રિયકુંડ ગામે આવ્યું. ત્યાં તેણે કાત્સ રહેલા અમને જોયા. પછી મહા હિમવાનગિરિ ઉપર જઈ ગોશીષ ચંદન છેદીને તે કાષ્ટની જેવી અમારી મૂર્તિ તેણે જોઈ હતી તેવી સર્વ અલંકારયુક્ત પ્રતિમા તેણે બનાવી. પછી જાતિવંત ચંદન કાષ્ટના પિતે ઘડેલા સંપુટમાં ધનાઢય જેમ ભંડારને ગોપવી રાખે તેમ તેણે તે પ્રતિમા સ્થાપિત રાખી. અન્યદા કેઈ એક વહાણ ઉત્પાત વેગથી છ માસ થયા સમુદ્રમાં ભમતું તે વિન્માળીના જોવામાં આવ્યું. તેથી તત્કાળ તેને ઉત્પાત સંહારીને તે વહાણવટીને પેલે પ્રતિભાવળે સંપુટ આ પ્રમાણે કહીને અર્પણ કર્યો કે, “હે ભદ્ર! તારું કલ્યાણ થાઓ, તું ઉપદ્રવ રહિત સમુદ્રને પાર પામી સિંધુસૌવીર દેશમાં આવેલા વીતભય નગરમાં જજે અને તે નગરના ચૌટામાં ઉભે રહી એવી આષણા કરજે. કે, “આ દેવાધિદેવની પ્રતિમા કઈ ગ્રહણ કરે, ગ્રહણ કરો.” વહાણવટીએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી તે વહાણવટી તે પ્રતિમાના પ્રભાવથી તત્કાળ નદીની જેમ સમુદ્રને ઉતરી કાંઠે આવી પહોંચે. ત્યાંથી સિંધુસીવીર દેશમાં વિતભય નગરે આવી ચૌટામાં ઊભા રહીને તેણે પેલા દેવે કહ્યા પ્રમાણે આઘોષણા કરી. તે વખતે તાપને પરમભક્ત ઉદાયન રાજા, કેટલાક ત્રિદંડીએ, બ્રાહ્મણે તથા તાપસે ત્યાં આવ્યા. તેઓ વિષ્ણુ, બ્રહ્મા, શંકર કે બીજા પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી કુહાડાવતી તે કાષ્ટના સંપુટને તેડવા લાગ્યા. લેકે એ પણ પિતાની રૂચિ પ્રમાણે તેની સ્તુતિ કરી કરીને ઘણા પ્રહાર કર્યા પણ એ લેઢાના કુહાડા પણ જાણે કથિરના હોય તેમ ઉલટા ભાંગી ગયા. આવા આશ્ચર્યમાં પ્રસિદ્ધ થયેલા રાજાને ત્યાં ઉભા રહેતાં લલાટ તપે તે મધ્યાહુન સમય થયો. પણ સંપુટ ઉઘડ્યો નહીં. એવામાં રાજાના ભેજનકાળને અતિક્રમ થવાથી તેની રાણી પ્રભાવતીએ રાજાને બોલાવવા એક દાસીને મોકલી-પતિભક્તા સ્ત્રીને તેમજ ઘટે છે.” રાજાએ તે આશ્રર્ય જોવા માટે આવવાની પ્રભાવતીને આજ્ઞા કરી. એટલે રાણી ત્યાં આવી, તેણીએ હકીકત પૂછી એટલે રાજાએ કહી બતાવી. તે સાંભળી પ્રભાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org