________________
૨૦૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું સુવર્ણકારે તેના કહેવા પ્રમાણે કર્યું, એટલે ભારંડપક્ષી તેને ઉપાડી ગયું. અને તે પંચશેલદ્વીપે પહોંચે. પંચશૈલમાં આવેલા તે સુવર્ણકારને જોઈ અને દેવીએ ખુશી થઈ. તેનાપર અનુરક્ત થઈને બોલી કે-“હે અનઘ! તારા આ મનુષ્ય શરીરથી અમે ભાગ્ય થઈશું નહીં, માટે અગ્નિમાં પ્રવેશ કરવા વિગેરેથી તું પંચશૈલગિરિનો અધિપતિ થા.” તે સાંભળી “હવે મારે શું કરવું અને કયાં જવું?” એમ સોનીએ કહ્યું, એટલે તેમણે હાથનો સંપુટ કરી તેને ચંપાનગરીના ઉધાનમાં મૂક્યો. લેકએ તેને ઓળખીને તેનો વૃત્તાંત પૂછો, એટલે તેણે પિતાની કથા કહી સંભળાવી. પછી હાસા પ્રહાસાનું સ્મરણ કરીને તે અગ્નિમાં બળી મરવા તૈયાર થયે, એટલે તેના નાગિલ મિત્રે આવી પ્રતિબંધ આપે કે, “તને કાપુરૂષને
ગ્ય એવા મરણે મરવું ઉચિત નથી. આ મનુષ્ય જન્મ દુપ્રાપ્ય છે, તેને તુચ્છ ભેગફળ મેળવવાને માટે વૃથા હારી ન જા. “રત્નને બદલે કોડી કેણ મૂખ લે?” સુખભેગને અર્થે પણ તું અહંન્દુ ધર્મને આશ્રય કર, કેમકે સ્વર્ગ અને મોક્ષને આપનારે તે ધર્મ અર્થ અને કામમાં પણ કામધેનુ સમાન છે.” આવી રીતે કહી નાગિલમિત્રે ઘણે વાર્યો, તો પણ તે અગ્નિપ્રવેશવડે મૃત્યુ પામી પંચશૈલન અધિપતિ થશે,
પિતાના મિત્રનું આવું અપંડિત મૃત્યુ જોઈ નાગિલે નિર્વેદ પામી સદ્ય દીક્ષા ગ્રહણ કરી. નિરતિચાર ચારિત્ર પાળી કાળ કરીને તે અશ્રુત દેવલોકમાં દેવતા થયે. તેણે અવધિજ્ઞાનવડે પિતાના મિત્રને પંચશૈલમાં ઉત્પન્ન થયેલા છે. એકદા શ્રી નંદીશ્વરની યાત્રા કરવા દેવતાઓ જતા હતા, તેમની આજ્ઞાથી તે હાસા અને પ્રવાસા ગાયન કરવાને માટે સાથે ચાલી. તે વખતે ઢોલ વગાડવા માટે વિદ્યુમ્ભાળીને કહ્યું. તે બે કે “શું મારી ઉપર સ્વામીને હુકમ ચાલે છે?” આવા અહંકારથી મુખે હુંકારા કરતા તે વિદ્ય—ાળીના ગળામાં જાણે મૂત્તિમાન અભિવ્ય કર્મ હોય તેમ તે ઢેલ વળગી પડ્યો. હાથ પગની જેમ જાણે શરીર સાથે ઉત્પન્ન થયેલ અવયવ હોય તેમ તે ઢેલને લીધે તે ઘણે લજજા પામતું હતું, છતાં કઈ રીતે ઉતરી શક્ય નહીં. તે વખતે હાસા પ્રહાસા બેલી કે-“અરે! અહીં જન્મ લેનારા પ્રાણીઓનું આ કર્મ જ છે, માટે લજજા પામે નહીં, તમારે આ ઢોલ અવશ્ય વગાડવોજ પડશે.” પછી હાસા પ્રહાસાએ ગાયન કરવા માંડ્યું અને તે ઢેલને વગાડતે દેવતાઓની પાસે આગળ ચાલે.
આ સમયે પેલે નાગિલ દેવ પણ યાત્રા કરવા જતું હતું, તેણે હાસા અને પ્રહાસાની સાથે તે દેવને ઢેલ વગાડતો જોયે; એટલે અવધિજ્ઞાનવડે તેને પિતાને પૂર્વભવને મિત્ર જાણું તેને કાંઈક કહેવા માટે તે તેની પાસે આવ્યું. પરંતુ સૂર્યની પ્રભાથી ઘુવડની જેમ તેના અંગની પ્રજાને સહન કરવાને અશક્ત એ વિદ્યુમ્ભળી દેવ ત્યાંથી પલાયન કરવા લાગ્યું. તે જઈ અગ્રુતદેવે સાયંકાળનાં સૂર્યની જેમ પિતાનું તેજ સંહારી વિન્માળીને ઉભે રાખીને કહ્યું કે, મારી સામે જે, તું મને નથી ઓળખતે 'પટહધારી દેવતાએ કહ્યું, “હું એ કહું છું જે તમારી જેવા મેટી અદ્ધિવાળા દેવાને તથા ઇંદ્રાદિકને પણ ન જાણું?” પછી અમ્રુતદેવે પૂર્વભવના શ્રાવકનું રૂપ લઈ હાસા પ્રહાંસા માટે મરણ પામતી વખતે તેને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org