Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૧ મા ]
રોહિણેય વિગેરેનાં વૃત્તાંત
[૨૦૧
રાજાનો નેતા તેમજ વિજેતા હતા. સમ્યક્ દ’નથી પવિત્ર અને તીથ'ની પ્રભાવના કરનારી પ્રભાવતી નામે તેને એક પ્રભાવાળી પત્ની હતી. તે પ્રભાવતીના ઉદરથી યુવરાજની કુરાને ધારણ કરનાર અભીચિ નામે એક શ્રેષ્ઠ પુત્ર થયા હતા અને કેશી નામે તે રાજાને એક ભાણેજ હતા.
ચંપાનગરીમાં જન્મથીજ શ્રીલ'પટ કુમારનદી નામે એક ધનાઢ્ય સેાની રહેતા હતા. તે જે જે રૂપવતી કન્યાને જોતા કે સાંભળતા તેને તત્કાળ પાંચસેા સેાનૈયા આપી પરણતા હતા. એમ કરતાં અનુક્રમે તેને પાંચસે સ્ત્રીઓ થઈ હતી. તે ઈર્ષ્યાળુ સેાની એક સ્તંભવાળા મહેલમાં તેની સાથે ક્રીડા કરતા હતા. તે સેાનીને નાગિલ નામે એક અતિ વધુલ મિત્ર હતા. તે મુનિનો ઉપાસક અને શુદ્ધ પોંચ અણુવ્રતનો ધારક હતા. એક વખતે પંચશૈલદ્વીપમાં રહેનારી એ વ્યંતર દેવીએ શકઇંદ્રની આજ્ઞાથી તેમની સાથે નીશ્વર દ્વીપની યાત્રા કરવા ચાલી. તેમનો પતિ વિઘુન્માળી જે પચશૈલ દ્વીપનો સ્વામી હતા, તે માગે જતાં ચ્યવી ગયે, તેથી તે દેવીએએ વિચાયું કે, ‘ આપણે કેાઈ મનુષ્ય એવા શેાધી કાઢીએ કે જે મરણુ પામીને આપણા પતિ થાય.' આમ વિચારતી તેએ ચ'પાપુરી પાસે નીકળી, ત્યાં પાંચસો સીએની સાથે ક્રીડા કરતા કુમારન'ઢી સોની તેમના જોવામાં આવ્યેા. એટલે તેને પેાતાનો પતિ કરવાની ઈચ્છાથી તે અને તેની પાસે આવી, અને પેાતાનું રૂપ દેખાડ્યુ. તે જોઈ કુમારન`દી એલ્યે કે-‘તમે કેાણુ છે ?’ તેએ ખેલી કે, ‘હે માનવ! અમે હાસા અને મહાસા નામે દેવીએ છીએ.' તેમને જોઈ ને તે સુવણ કાર તેનાપર મેાહ પામી મૂર્છા પામ્યા. જ્યારે સંજ્ઞા આવી ત્યારે તેણે ક્રીડા કરવાની ઈચ્છાથી તેમની પ્રાથના કરી. તેઓ ખેલી કે, તારે અમારી ઇચ્છા હોય તે તું પચશૈલ દ્વીપમાં આવજે.’ આ પ્રમાણે કહીને તે આકાશમાં ઉડી ગઈ. પછી તે સેાનીએ રાજાને દ્રવ્ય આપીને શહેરમાં આવી રીતે પહો વગડાવી આઘેાષણા કરાવી કે, “જે મને પંચ લગિરિ ઉપર લઈ જશે તેને હું કાટી દ્રવ્ય આપીશ.” કેાઈ એક વૃદ્ધે પડહ છબીને તે ધન ગ્રહણ કર્યું, અને એક વહાણુ તૈયાર કરાવી તેમાં પુષ્કળ ભાતુ વિગેરે ભર્યું. લીધેલુ દ્રવ્ય પેાતાના પુત્રોને વહેંચી આપ્યું. પછી તે વૃદ્ધ કુમારનદી સાથે નાવમાં એસી સમુદ્રમાળે ચાલ્યા ઘણે દૂર ગયા પછી તે વૃદ્ધે કુમારનંદીને કહ્યુ કે આ સમુદ્રના કીનારા ઉપર રહેલા પર્વતના પ્રત્યંત ભાગે જે આ વડનુ વૃક્ષ દેખાય છે, તેની નીચે થઈને જ્યારે આ નાવ નીકળે ત્યારે તુ તે વૃક્ષની ડાળીને વળગી જજે. પંચશૈલ દ્વીપમાંથી ત્રણ પગવાળા ભાર'ડપક્ષીએ તે ઝાડ પર આવીને બેસશે. તેએ સુઈ જાય એટલે તેમાંના એકના પગની સાથે તું વળગી પડજે. તારા શરીરને વસ્ત્રથી તેની સાથે ગાઢ રીતે બાંધી દેઢ સુષ્ટિ ભીડજે. એટલે પ્રાતઃકાળે તે ભારપક્ષીની સાથે ઉડીને તુ' ૫'ચશૈલદ્વીપે પહેાંચી જઈશ. આ યાનપાત્ર મેટા વમળમાં પડી અથડાઈને ભાંગી જશે. તેથી જો તુ વડ સાથે વળગીશ નહી. તે। અહી જ મૃત્યુ પામી જઈશ.''
6
૧ સ્વામી. ૨ જીતનાર. ૩ કાંતિવાળી—રૂપવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org