Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૧ મો] રૌહિણેય વિગેરેનાં વૃત્તાતે
૨૦૩ હવે સાતમો દિવસ આવ્યો, એટલે પ્રોતાજા ગુપ્તપણે અભયકુમારને ઉતારે આવે. તત્કાળ અભયકુમારના સુભટેએ હાથીની જેમ તે કામાંધને બાંધી લીધે. પછી અભયે “આને વઘને ઘેર લઈ જઈએ છીએ' એમ કહી તે પિકારતે રહ્યો અને ધોળે દિવસે શહેરની વચ્ચે થઈ ને ઉપાડો. પ્રથમથી એક એક કેશ ઉપર સારા અશ્વવાળા રથ તૈયાર રાખેલા હતા, તેનાવડ નિભય અભયકુમારે તેને રાજગૃહી નગરીએ એકદમ પહોંચાડી દીધા. પછી અભયકુમાર તેને શ્રેણિકરાજાની પાસે લઈ ગયે, એટલે તત્કાળ શ્રેણિક રાજા પગ ખેંચીને મારવા દેડક્યો. અભયકુમારે તેમને સમજાવ્યા એટલે તે શાંત થયા અને વસ્ત્રાભરણથી સન્માન કરીને તેમણે પ્રદ્યોતરાજાને હર્ષપૂર્વક વિદાય કર્યો.
એક વખતે કોઈ કડી આરાએ વિરક્ત થઈને ગણધર શ્રીસુધર્મા સ્વામી પાસે રાજગૃહીમાં દીક્ષા લીધી. પછી શહેરમાં ગોચરી વિગેરે કારણસર ફરતાં તેની પૂર્વાવસ્થાને જાણનારા નગરીના લોકો સ્થાને સ્થાને તેનો તિરસકાર, મશ્કરી અને નિંદા કરવા લાગ્યા. એવી અવજ્ઞાને સહન નહીં કરી શકવાથી તેણે ત્યાંથી વિહાર કરવા શ્રી સુધર્માસ્વામીને જણાવ્યું. સુધર્માસ્વામીએ વિહાર કરવાનો વિચાર અભયકુમારને જણાવ્યું. અભયકુમારે તેનું કારણ પૂછ્યું. તેના જવાબમાં સુધર્માસ્વામીએ પૂર્વોક્ત કારણ જણાવ્યું. પછી અભયકુમારે એક દિવસ રહેવાની માગણી કરી, એટલે સુધર્માસ્વામી કઠીઆર મુનિ સાથે ત્યાં રોકાયા.
બીજે દિવસે અભયકુમારે રાજ્ય ભંડારમાંથી ત્રણ કેટી ને કઢાવી, રસ્તા વચ્ચે તેને ઢગલે કરાવી પડહ વગડાવીને એવી આઘોષણા કરાવી કે, “હે લેક! અહિં આવે, હું તમને આ ત્રણ કેટી રત્ન આપું.” તે સાંભળી બેસુમાર લોકો ત્યાં એકઠા થયા. પછી તેણે કહ્યું કે, “જે પુરૂષ સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રીનો સર્વથા ત્યાગ કરે, તેને આ રત્નરાશિ છે. ત્યારે તેઓ બેલ્યા કે-“સ્વામિન! એવું કેત્તર કાર્ય કરવાને કોણ સમર્થ છે?” અભયકુમાર બેલ્યો કે- જે તમારામાં કેઈ તે ન હોય તે જળ, અગ્નિ અને સ્ત્રીને સર્વથા વર્જનાર આ કાહારી (કઠીઆરા) મુનિનો આ રત્નરાશિ થાઓ.” તેઓ બેલ્યા-અરે! શું આ સાધુ એવા ત્યાગી અને દાનપાત્ર છે? અમેએ તેનું વૃથા ઉપહાસ્ય કર્યું. પછી અભયકુમારે આજ્ઞા કરી કે હવે પછી એ મુનિનો કેઈએ તિરસ્કાર કે હાસ્ય કરવું નહિ” લેકો તે વાત સ્વીકારીને પિતપિતાને સ્થાનકે ગયા.
આ પ્રમાણે બુદ્ધિનો મહાસાગર અને પિતૃભક્તિમાં તત્પર એ અભયકુમાર નિસ્પૃહ અને ધર્માસક્તપણે પિતાનું રાજ્ય ચલાવતે હતે. પિત ધર્મમાં પ્રવતતે હતું તેથી પ્રજા પણ ધર્મમાં પ્રવર્તતી હતી. કારણ કે “પ્રજા અને પશુઓની પ્રવૃત્તિ ગેપ (પક્ષે રાજા)ને આધીન હોય છે.” અભયકુમાર જેવી રીતે બાર પ્રકારના રાજચક્રમાં જાગૃત રહેતું હતું, તેવી જ રીતે અપ્રમાદીપ બાર પ્રકારના શ્રાવકધર્મમાં પણ જાગૃત રહેતું હતું. બંને લેકને સાધનારા તેણે જેમ દુજય એવા બહિર્ શત્રુઓને જીત્યા હતા, તેમજ અંતરના શત્રુઓને પણ જીત્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org