________________
સગ ૧૧ મે] રૌહિણેય વિગેરેનાં વૃત્તાંત
[૧૯૯ નિશ્ચય કરીને વત્સરાજે ચંડપ્રદ્યોતની આજ્ઞાને કબુલ કરી. “જે સમયને જાણે તેજ પુરૂષ છે.” પછી ચંડપ્રદ્યોતે કહ્યું, “મારી દુહિતા કાણી છે, માટે તું તેને કદિ પણ જોઈશ નહીં, જોઈશ તે તે લજજા પામશે.” આ પ્રમાણે ઉદયનને કહીને તે અંતઃપુરમાં ગયા અને રાજકુમારીને કહ્યું કે, “તારે માટે ગાંધર્વવિદ્યા શીખવનાર ગુરૂ આવેલ છે, પણ તે કુષ્ટી છે, માટે તારે તેને પ્રત્યક્ષ કે નહીં.” કન્યાએ તે વાત સ્વીકારી. પછી વત્સરાજે તેણીને ગાંધર્વવિદ્યા શીખવવા માંડી. પરંતુ પ્રદ્યોતરાજાએ બંનેને ઠગેલા હોવાથી તેઓ એક બીજાની સામું જોતા નહીં. એક વખતે “હું આને જોઉં તો ઠીક” એમ વાસવદત્તાના મનમાં આવ્યું; તેથી તે ભણવામાં શૂન્ય મનવાળી થઈ ગઈ કેમકે “મનને આધીન ચેષ્ટા થાય છે.” વત્સરાજે તે વખતે અભ્યાસમાં શૂન્યતા જોઈને અવંતીપતિની કુમારીને તરછોડીને કહ્યું કે, “અરે કાણું શીખવામાં ધ્યાન નહીં આપીને તું ગાંધર્વશાસને કેમ વિનાશ કરે છે? શું તું દુશિક્ષિતા છું? આવા તિરસ્કારથી કાપ પામીને તેણીએ વત્સરાજને કહ્યું કે, “શું તું જાતે કુષ્ટી છું તે તો નથી કે મને મિથ્યા કાણી કહે છે. વત્સરાજે વિચાર્યું કે “જેવો હું કુષ્ટી છું, તેવી જ આ કાણી હશે, અર્થાત તે બંને વાત ખોટી જણાય છે. માટે અવશ્ય તેને જોઉં. આ વિચાર કરી ચતુર ઉદયને તરતજ મધ્યમાં રહેલ વસ્ત્રનો પડદે દૂર કર્યો, એટલે વાદળાંમાંથી મુક્ત થયેલ ચંદ્રલેખા જેવી વાસવદત્તા તેના જેવામાં આવી. વાસવદત્તાએ પણ લોચન વિસ્તારીને સાક્ષાત્ કામદેવ જેવા સર્વાગ સુંદર ઉદયનકુમારને જોયો. વાસવદત્તાએ અને વત્સરાજે પરસ્પર જોઈને અનુરાગની સમૃદ્ધિને સૂચવનારૂં હાસ્ય કર્યું. પ્રદ્યોતકુમારી બોલી કે-“હે સુંદર! મને ધિક્કાર છે કે મારા પિતાએ છેતરવાથી અમાવાસ્યા તરીકે ગણાયેલા ચંદ્રની જેમ મેં તમને આજ સુધી જોયા નહીં. તે કલાચાર્ય! તમે તમારી કળા જે મારામાં સંક્રમિત કરી છે તે તમારા ઉપયોગમાંજ આવે. અર્થાત તમે જ મારા પતિ થાઓ.” વત્સરાજે કહ્યું કે, “ભદ્ર! તું કાણું છું એમ કહીને તારા પિતાએ મને પણ તેને જેવાથી નિવાર્યો અને આજ દિન સુધી છેતર્યો. હે કાંતે! હાલ તો અહિં રહેતાં આપણે
ગ થાઓ. પછી જ્યારે સમય આવશે ત્યારે અમને ગરૂડ લઈ ગયે તેમ હું તને હરી જઈશ.” આ પ્રમાણે સ્વયંtતીપણું કરી ચાતુર્યયુક્ત આલાપસંલાપ કરતાં તેમને મનના સંયોગની સ્પર્ધા કરતો હોય તેમ શરીરસંગ પણ થઈ ગયો. વાસવદત્તાની વિશ્વાસપાત્ર કાંચનમાળા નામે એક ધાત્રી દાસી હતી, તે એકજ આ બંનેનું ચરિત્ર જાણતી હતી. તે એકજ દાસીથી સેવાતા હોવાથી તે બંનેનું દાંપત્ય કોઈએ પણ જાણ્યું નહીં, એટલે તેઓ સુખે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા.
એક વખતે અનલગિરિ હાથી બંધનસ્થાન તેડી મહાવતોને પાડી નાખીને સ્વેચ્છાએ છૂટો થઈ ગયો અને જ્યાં ત્યાં ભમતો છતો નગરજનોને ક્ષોભ કરવા લાગ્યો. તેથી આ અવશ થયેલા હાથીને શી રીતે વશ કરે?' એમ રાજાએ અભયકુમારને પૂછ્યું, એટલે તેણે કહ્યું કે, “ઉદયનની પાસે ગાયન કરાવે, તેથી તે વશ થશે. પ્રદ્યોતે ઉદયનને કહ્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org