Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 212
________________ ૧૯૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું બાકી રહ્યો. એક વખતે રાજાએ પિતાના બદષ્ટ અને બહુશ્રત મંત્રીને પૂછયું કે, “આ દુહિતાને ગંધર્વની શિક્ષામાં કેણ ગુરૂ થશે?” મંત્રી બોલ્યો કે “જાણે તુંબરૂ ગંધર્વની બીજી મૂર્તિ હોય તે ઉદયન નામે રાજા છે, તેની પાસે ગાંધર્વકળા બહુ અતિશયવાળી સંભળાય છે. તે વનમાં ગીતવડે મોહ પમાડીને મોટા ગજેન્દ્રોને પણ બાંધી લે છે. જ્યારે તે વનમાં જઈને ગીત ગાય છે ત્યારે તેથી મોહ પામેલા ગજેકો જાણે સ્વાદિષ્ટ રસ પીતા હોય તેમ બંધનને પણ ગણતા નથી. ગીતના ઉપાયથી જેમ તે વનમાં હાથીઓને બાંધી લે છે તેમ તેને બાંધીને અહિં લાવવાનો પણ ઉપાય છે. તે કાર્ય માટે આપ જાણે સાચો હોય તે કાષ્ટનો એક હસ્તી કરાવે, તેમાં એવો યંત્રપ્રયોગ કરા કે જેથી તે ગતિ અને આસન વિગેરે ક્રિયાઓ કરે. તે કાગજની મધ્યમાં શસ્ત્રધારી પુરૂ રહે અને તેને યંત્રથી ચલાવે, પછી તે હાથીને જોઈને વત્સરાજ પકડવા આવે, એટલે તેને બાંધીને અંદરના પુરૂષે અહીં લઈ આવે. આ પ્રમાણે થવાથી કબજામાં આવેલ ઉદયનરાજા તમારી દુહિતા વાસવદત્તાને ગાંધર્વ વિદ્યા શીખવશે.” રાજા સાબાશી આપવા સાથે તેના વિચારમાં સંમત થયો. એટલે મંત્રીએ સાચા હાથીથી પણ ગુણમાં અધિક એવો કાષ્ટનો હાથી કરાવ્યું. દંતઘાત, કર (મું)નો ઉલ્લેપ, ગર્જના અને ગતિ વિગેરેથી વનચરોએ તેને કૃત્રિમ હાથી જાશે નહીં. એટલે તેઓએ જઈને તે ગજેદ્રના ખબર ઉદયન રાજાને આપ્યા. પછી ઉદયનરાજા તેને બાંધી લેવાને વનમાં આવ્યું. પરિવારને દૂર રાખી પિતે જાણે શકુન શોધતું હોય તેમ હળવે હળવે વનમાં પેઠે. તે માયાવી હાથીની પાસે આવીને કિનરને પરાભવ કરે તેમ ઉંચે સ્વરે ગાવા લાગ્યા. જેમ જેમ ઉદયન અમૃત જેવું સ્વાદિષ્ટ ગાયન ગાવા લાગ્યો તેમ તેમ હાથીની અંદર રહેલા પુરૂષ તે કૃત્રિમ હસ્તીના અંગને સ્તબ્ધ કરવા લાગ્યા. કૌશાંબીપતિ ઉદયન તે ગજેને પિતાના ગીતવડે માહિત થયેલ જાણી અંધકારમાં ચાલતા હોય તેમ હળવે હળવે તેની પાસે આવ્યું. પછી “આ હાથી મારા ગીતથી સ્તબ્ધ બની ગયો છે, એમ ધારી તે રાજા વૃક્ષ પર પક્ષીની જેમ છલંગ મારીને તેની ઉપર ચડી બેઠા. એટલે તત્કાળ પ્રદ્યોતરાજાના સુભટેએ હાથીના ઉદરમાંથી બહાર નિકળી વત્સરાજ (ઉદયન)ને હાથીના સ્કંધ ઉપરથી પાડીને બાંધી લીધે. એકલા, શસ્ત્ર વગરના એક વિશ્વાસી એવા ઉદયનને ડુક્કરને શ્વાન ઘેરી લે તેમ સુભટોએ ઘેરી લીધે, તેથી તેણે કાંઈ પણ પરાક્રમ બતાવ્યું નહીં. સુભટોએ ઉદયનને અવંતી લાવી ચંડપ્રદ્યોતને સોંપ્યો, એટલે રાજાએ તેને કહ્યું કે, “મારે એક આંખવાળી પુત્રી છે, તેને તમે તમારી ગંધર્વકળા શીખવે. મારી દુહિતાને અભ્યાસ કરાવવાથી તમે મારા ઘરમાં સુખે રહી શકશે, નહિં તે બંધનમાં આવવાથી તમારું જીવિતવ્ય મારે આધિન છે.” ઉદયને વિચાર કર્યો કે, “હાલ તે આ કન્યાને અભ્યાસ કરાવીને હું કાળ નિર્ગમન કરૂં. કેમકે જીવતે નર ભદ્ર જુવે છે.” આ પ્રમાણે ચિત્તમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272