Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૧ મ ]. રોહિણેય વિગેરેનાં વૃત્તાંતે
[૧૭ શોધતાં શોધતાં તે કપટીશ્રાવિકા પાસે જઈને પૂછયું કે, “અહી અભયકુમાર આવ્યા હતા ?' તે બોલી કે “હા, અહીં આવ્યા હતા ખરા, પણ તે તે તત્કાળ પાછા ચાલ્યા ગયા છે.” તેણીનાં વચનની પ્રતીતિથી તે શોધ કરનારા બીજે શેધવા ગયા. પછી તે કપટીશ્રાવિકા સ્થાને સ્થાને રાખેલા અવડે અવંતીમાં આવી પહોંચી. તે પ્રચંડ રમણીએ ચડપ્રદ્યોતને અભયકુમાર સેંપી દીધા. પછી અભયકુમારને જે ઉપાયવડે તે લાવી હતી તે ઉપાયનું સ્વરૂપ કહી બતાવ્યું. એટલે પ્રદ્યોતે કહ્યું કે, “તું આ ધમના વિશ્વાસી અભયકુમારને ધર્મના કપટથી પકડી લાવી તે કાંઈ ઠીક કર્યું નહીં. પછી રાજાએ અભયકુમારને કહ્યું કે–સીત્તેર વાતેના કહેનારા તારા જેવા નીતિજ્ઞ પુરૂષને પણ શુક પક્ષીને મારી પકડી લાવે તેમ આ સ્ત્રી પકડી લાવી.” અભયકુમારે કહ્યું કે, “તમેજ એક આ જગતમાં બુદ્ધિમાન છે કે જેની આવી બુદ્ધિથી રાજધર્મ વૃદ્ધિ પામે છે. તે સાંભળી ચંડપ્રોત શરમાયો, તેમજ કોપાયમાન થયે, તેથી તેણે અભયકુમારને રાજહંસની જેમ કાષ્ટના પાંજરામાં નાખ્યો.
પ્રદ્યોતરાજાના રાજ્યમાં અગ્નિભીરૂ રથ, શિવાદેવી રાણુ, અનલગિરિ હાથી અને લેહજંઘ નામે લેખ લઈ જનાર દૂત એ ચાર રત્નો હતા. રાજા વારંવાર લેહજંઘને બ્રગુકરછ નગરે મોકલતું હતું. તેના વારંવાર જવા આવવાથી કલેશ પામેલા ત્યાંના લોકોએ વિચાર્યું કે, “આ એક દિવસે પચવીશ પેજન આવે છે અને વારંવાર આપણી ઉપર નવા નવા હુકમે લાવ્યા કરે છે માટે તેને આપણે મારી નાખીએ. આ વિચાર કરી તેઓએ એક દિવસ તેના ભાતામાં વિષમિશ્રિત લાડુ મૂક્યા ને સારા હતા તે લઈ લીધા. તે ભાતું લઈને લેહજંઘ અવંતી તરફ ચાલ્યો. કેટલાક માગ ઉલ્લંઘન કરી કઈ નદીના તટ ઉપર તે ભાતું ખાવા બેઠા. ત્યાં તેને અપશુકનેએ નિવાર્યો. વળી તે દૂર ગયે, ત્યાં પણ અપશુકનોએ નિવાર્યો. એટલે ભાતું ખાધા વિના અવંતીએ આવીને એ વૃત્તાંત તેણે પ્રદ્યોત રાજાને કહ્યો. રાજાએ અભયકુમારને બોલાવીને પૂછયું, એટલે તે બુદ્ધિમાને ભાતાની કોથળી મંગાવી સુંઘીને કહ્યું કે, “આમાં તેવા પ્રકારના દ્રવ્ય સંયોગથી દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયો છે. તેથી જે આ કથળી લેહજ છેડી હતી તે તે દગ્ધ થઈ જાત. માટે હવે આને અરણ્યમાં પરાQમુખ રહીને મૂકી ઘો.” રાજાએ તે પ્રમાણે મૂકાવ્યું, એટલે તેની દષ્ટિથી ત્યાંના વૃક્ષો દગ્ધ થઈ ગયા અને તે મૃત્યુ પામી ગયે. આ સઘળું જઈ ચંડધોતે અભયકુમારને કહ્યું કે “અભય! તે લેહજઘને બચાવ્યો છે, તેથી છુટા થવાની માગણુ વગર બીજું વરદાન માગ. અભયકુમાર બેલ્યો કે, “હું એ વરદાન થાપણરૂપે જ તમારી પાસે રાખું છું.”
સમુદ્રમાંથી લક્ષ્મીની જેમ ચંડપ્રોત રાજાને અંગારવતી રાણીથી વાસવદત્તા નામે એક પુત્રી હતી. ધાત્રીજને લાલન કરેલી તે પુત્રી અનુક્રમે સાક્ષાત્ રાજ્યલકમીની જેમ રાજગૃહના આંગણામાં રમતી હતી. સર્વ લક્ષણવડે સંપૂર્ણ અને વિનયાદિ ગુણોથી યુક્ત એવી તે બાળાને અતિ વાત્સલ્યને લીધે પ્રતરાજા પુત્રથી પણ અધિક માનતે હતે. તે બાળા ગુરૂની પાસેથી સર્વ કળા શીખી, માત્ર કેઈ યોગ્ય ગુરૂ વગર ગંધર્વવેદ શીખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org