Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૯૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પ ૧૦ મું વિઘ્ન ન થાઓ.” એમ ધારી તે દ્વારની પાસેજ ઉભે રહ્યો. રંગમંડપમાં પિઠો નહીં. પછી મુક્તાશુક્તિ મુદ્રાવડે પ્રણિધાન સ્તુતિ કરીને તે ઉભી થઈ એટલે અભયકુમાર અંદર આવ્યું, અને તેની સુંદર ભાવના, સુંદર વેષ અને ઉપશમ ભાવ જોઈ, તેની પ્રશંસા કરી આનંદપૂર્વક બોલ્યા કે, “ભદ્ર! સારે ભાગ્યે મને તમારા જેવા સાધમિકનો સમાગમ થયો છે.
આ સંસારમાં વિવેકીઓને સાધમી જેવો કોઈ બંધુ નથી. તમે કેણું છે! અહિં કેમ આવ્યા છે? નિવાસ કયાં કર્યો છે? આ બીજી બે સ્ત્રીઓ કોણ છે? કે જેમનાથી સ્વાતિ અને અનુરાધા નક્ષત્રવડે ચંદ્રલેખાની જેમ તમે શોભે છે.” તે કપટશ્રાવિકા બેલી-“ઉજજયિનીનગરીના એક ધનાઢ્ય વ્યાપારીની હું વિવાહિત થયેલી વિધવા સ્ત્રી છું. આ બે મારી પુત્રવધૂ છે, તે પણ કાળધર્મથી ભગ્ન વૃક્ષવાળી લતાની જેમ વિધવા થવાથી નિસ્તેજ થયેલી છે. તેઆએ વિધવા થતાંજ વ્રતને માટે મારી રજા માગી હતી, કારણ કે “વિધવા થયેલી સતીઓનું શરણું વ્રતજ છે. ત્યારે મેં કહ્યું છે કે, વૃદ્ધ નહીં થયેલી એવી હું પણું વ્રતને જ ગ્રહણ કરીશ. પરંતુ હાલ તો તીર્થયાત્રાવડે ગૃહસ્થપણાનું ફળ ગ્રહણ કરીએ, કારણ કે વ્રત લીધા પછી તો ભાવપૂજા થાય છે, દ્રવ્યપૂજા થતી નથી. એવું ધારીને હું મારી બંને પુત્રવધૂને સાથે લઈને તીર્થયાત્રાને માટે નીકળી છું.” અભયકુમાર બાલ્યા કે, “તમે આજે મારા અતિથિ થાઓ, સાધમીઓનું આતિથ્ય તીર્થથી પણ અતિ પવિત્ર છે. તે સાંભળીને તેણે અભયકુમાર પ્રત્યે બોલી કે, “તમે યુક્ત કહે છે, પણ આજે તો અમે તીર્થોપવાસર કર્યો છે, તેથી તમારા અતિથિ શી રીતે થઈએ?' આવી તેમની વૃત્તિ જોઈ વિશેષ ખુશી થયેલા અભયે કહ્યું કે, “ ત્યારે કાલે પ્રાતઃકાળે અવશ્ય મારે ઘેર આવજે.” તે બોલી કે
એક ક્ષણમાં પણ પ્રાણું પિતાને જન્મ પૂર્ણ કરે છે, તો “હું કાલે પ્રાત:કાળે આમ કરીશ” એમ સદ્દબુદ્ધિવાળો મનુષ્ય કેમ બોલે ?” “વારૂ, ત્યારે આજે તે ભલે તેમ થાઓ, કાલે પ્રાતઃકાળે કરીને હું આમંત્રણ કરીશ.” એમ ચિંતવી અભયકુમાર તેમને વિદાય કરી ચૈત્યવંદન કરી પિતાને ઘેર ગયો.
બીજે દિવસે પ્રાતઃકાળે અભયકુમારે તેમને નિમંત્રણ કર્યું અને ગૃહચૈત્યની વંદના કરાવી ભોજન કરાવીને પુષ્કળ વસ્ત્ર વિગેરે આપ્યું. અન્યદા તે કપટશ્રાવિકાએ અભયકુમારને નિમંત્રણ કર્યું. તેથી તે નગ્ન થઈને તેણીને ઉતારે ગયો. તેવા સજજનો સાધર્મિક બંધુના આગ્રહથી શું ન કરે.” તેણે વિવિધ પ્રકારના ભેજનવડે અભયકુમારને જમાડયા. અને ચંદ્રહાસસુરાએ મિશ્રિત જળનું પાન કરાવ્યું; તેથી અભયકુમાર જમીને તત્કાળ સુઈ ગયા.
મદ્યપાનની પ્રથમ સહચરી નિદ્રાજ છે. પછી સ્થાને સ્થાને સંકેત કરી રાખેલા રવિડે તે દુર્લભ કપટવાળી વેશ્યાએ અભયકુમારને ઉજજયિની નગરીમાં પહોંચાડી દીધા. અહીં પાછળ શ્રેણિકરાજાએ તરતજ અભયની શોધ કરવાને માટે સ્થાને સ્થાને માણસે મોકલ્યા. તેઓએ ૧ વૃદ્ધ થયા અગાઉ. ૨ કઈ પણ નવા તીથે જવું ત્યારે પ્રથમ દિવસે ઉપવાસ કરવાની પ્રવૃત્તિ (વિધિ) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org